![]()
બગોદરા
– ધોળકા શહેરમાં રખડતા ઢોરની સમસ્યા હજી
યથાવત છે. ફુલન સર્કલથી મઘીયા રોડ, પાશ્વનાથ સર્કલથી
કલીકુંડ, કલીકુંડથી ધોળકા બજારમાં જવાના રોડ ઉપર બજારોમાં,
મહંમદી સ્કૂલ સામે આવેલી મોટી વોરવાડમાં, સરોડા
રોડ ઉપર સહિતના વિસ્તારોમાં રખડતા પશુનો ત્રાસ જોવા મળી રહ્યો છે. રસ્તે રખડચા ઢોર
અનેકવાર વાહન ચાલકોને અડફેટે લઈ ઇજાઓ પહોંચાડી છે અને મોતને પણ ભેટયા છે. ત્યારે
ધોળકા નગરપાલિકા શહેરીજનોને આ સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે પશુઓને પકડવાની
નિયમિત ઝુંબેશ ચલાવે તો નક્કર પરિણામ મળે. ધોળકા નગરપાલિકાનાં ચીફ ઓફિસર
પ્રાર્થનાબહેન રાઠોડ આ બાબતને ગંભીરતાથી લઈ રખડતા પશુઓને પકડી પાંજરે પુરી અને જો
માલિકોના પશુઓ હોય તો તેમની ઉપર કાર્યવાહી કરી રખડતા પશુઓના ત્રાસ માંથી
શહેરીજનોને મુક્ત કરાવે તેવી માંગ ઉઠી છે.










