![]()
– અમૃત પ્રોજેક્ટ અંતર્ગત જીયુડીસીની
– જીયુડીસીની મંથરગતિએ ચાલતી કામગીરીથી ઉનાળામાં પાણીની સમસ્યા સર્જાવવાનો ભય
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા શહેરમાં અમૃત પ્રોજેક્ટ અંતર્ગત જીયુડીસીની પાણીની લાઈન નાખવાની ધીમી કામગીરી વિતરણ ખોરવાયું છે. જીયુડીસીની મંથરગતિએ ચાલતી કામગીરીથી ઉનાળામાં પાણીની સમસ્યા સર્જાવવાનો ભય સેવાઇ રહ્યો છે.
ધ્રાંગધ્રા શહેરમાં જીયુડીસી દ્વારા પાણીની લાઇન નાખવાની કામગીરી ધીમી ગતિએ કામગીરી ચાલી રહી છે. જેના કારણે શહેરમાં પાણી વિતરણની વ્યવસ્થા ખોરંભે ચડી છે. હાલ શિયાળાની સિઝન હોવાથી રહીશોને પાણીની જરૂરિયાત ઓછી રહે છે પરંતુ ધીમી કામગીરીને કારણે આગામી સમયમાં ઉનાળાની સિઝન શરૂ થતા પાણી માટે વલખા મારવાનો વારો આવે તો નવાઈ નહીં. આથી આ અંગે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ઉલ્લેખનીય છે કે ધ્રાંગધ્રા વોર્ડ નંબર ૦૧માં સંપ બનાવવાના કામ તથા વોર્ડ નંબર ૦૮માં કોલેજ પાછળ પાઈપલાઈન નાખવાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ થોડા સમય સુધી કામ બંધ કરી દીધું હતું અને હવે ફરી પાછું કામ શરૂ કરી દેવાયું છે.










