gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘નઈ ખાઈ જાઉં તમારા પૈસા, મિ.તુષાર ઘેલાણી’, આપઘાત કેસમાં નવો ઘટસ્ફોટ, દીકરી સાથેની કથિત ચેટ વાઈરલ | S…

G METRO NEWS by G METRO NEWS
February 25, 2026
in GUJARAT
0 0
0
‘નઈ ખાઈ જાઉં તમારા પૈસા, મિ.તુષાર ઘેલાણી’, આપઘાત કેસમાં નવો ઘટસ્ફોટ, દીકરી સાથેની કથિત ચેટ વાઈરલ | S…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Tushar Ghelani Case: સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસ એક બાદ એક ચોંકાવનારા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ કેસ નવો વળાંક લઈ રહ્યો છે. મહિલા મિત્ર પૂનમ ભદોરિયા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. આજે સેશન્સ કોર્ટમાં જામીન અરજીની દલીલોમાં તુષાર ઘેલાણી અને તેમની દીકરી વચ્ચે થયેલા કથિત વ્હોટ્સએપ મેસેજ ચેટના સ્ક્રીન શોટ રજૂ કરવામાં આવ્યા છે.

મોટી દીકરીનું વર્તન શંકામાં

જેમાં તુષાર ઘેલાણીની દીકરી કથિત રીતે ‘મિસ્ટર તુષાર ઘેલાણી,  તમે હવે મજા લો અને ખુશ થાઓ’ તેવા મેસેજ કર્યા હોવાનો દાવો થઈ રહ્યો છે.  આ વાઈરલ સ્ક્રીન શોટથી મોટી દીકરીના વર્તનને લઈને પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.

'નઈ ખાઈ જાઉં તમારા પૈસા, મિ.તુષાર ઘેલાણી', આપઘાત કેસમાં નવો ઘટસ્ફોટ, દીકરી સાથેની કથિત ચેટ વાઈરલ 2 - image

વાઈરલ વ્હોટ્સએપ કથિત મેસેજ ચેટના સ્ક્રીન શોટ

‘ચિંતા ના કરશો મોકલાવી દઈશ પૈસા, નઈ ખાઈ જાઉં તમારા પૈસા. તો ટેન્શન ના લેતા અને મારે પોતાને વેચવી પડશે તો એ ભી કરી દઈશ. તમને મજા આવશે એમાં., આ બધું તમને ગમે છે ને, તો હવે મજા લ્યો બેઠા બેઠા અને ખુશ થાઓ મિસ્ટર તુષાર ઘેલાણી.’

તુષાર ઘેલાણીનો જવાબ:

‘તમે શું કામ લખો છો તું કહે મને’

‘મિસ્ટર તુષાર ઘેલાણી, તું તને વાહ’

સામેથી મેસેજ આવ્યો કે હતો કે, ‘મિસ્ટર તુષાર ઘેલાણી, પૈસા મોકલાવી દઇશ તમને તમારા, ભીખ માંગીશ પણ મોકલાવી દઈશ હવે. જેના રિપ્લાયમાં તુષાર ઘેલાણીએ લખ્યું છે કે ‘આખરે ભાતડાના સંસ્કાર આવી ગયા ને?’

'નઈ ખાઈ જાઉં તમારા પૈસા, મિ.તુષાર ઘેલાણી', આપઘાત કેસમાં નવો ઘટસ્ફોટ, દીકરી સાથેની કથિત ચેટ વાઈરલ 3 - image
તુષાર ઘેલાણી  અને  મોટી દીકરીએ  કરેલી કથિત વાત

મહિલા મિત્ર પૂનમે પરિવાર ઢોળ્યો દોષનો ટોપલો

મહિલા મિત્રએ દાવો કર્યો છે કે તુષાર ઘેલાણી પોતાના પરિવારના વર્તનથી દુખી હતા.  તે વર્ષ 2010થી બિલ્ડર સાથે ઘરોબો ધરાવતી હતી. તુષારભાઈ બહારથી સુખી સંપન્ન હોવાનો ડોળ કરતાં હતા પરંતુ પરિવારમાં તેમણે માન સન્માન અપાતું ન હોવાથી તેઓ ખૂબ દુખી હતા. 

પરિવાર મહિલામિત્રને માની રહ્યો છે ગુનેગાર

સામે પક્ષે પરિવાર દાવો કરી રહ્યું છે કે પૂનમ ભદોરિયા સાથે વર્ષોથી અનૈતિક સંબંધો અને બાદમાં બદનામીની ધમકીઓને કારણે પિતા ઉદાસ રહેતા હતા. દીકરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ પૂનમ ‘બ્લૂ પેપિલોન’ના નામથી પ્રી- પ્રાઇમરી સ્કૂલ ભાગીદારી માટે તે દબાણ કરતી હતી, જે પછી તેને 50 ટકા ભાગ તેના નામે કરાવી લીધો હતો. 1 ફેબ્રુઆરીએ જ્યારે કંકોત્રી લેખન હતું ત્યારે પૂનમનો પિતા પર ફોન આવ્યો હતો, જે બાદ તે દુખી જણાતા મેં તેમણે સવાલ કર્યો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે, પૂનમ તારા લગ્નમાં આવીને ભવાડો કરશે અને મને સમાજમાં બદનામ કરવાની ધમકી આપે છે.

તુષાર ઘેલાણીના આપઘાતનું રહસ્ય ઘેરાયું

કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી બાદ આરોપી પૂનમે ઘેલાણી પરિવાર પર ગંભીર આરોપો મૂક્યા છે. કેસ પેચીદો બનતા પૂનમ સાથેના બિલ્ડરના સંબંધોની જાણ લેવા પૂનમની બહેન પ્રિયાની પૂછપરછ કરવાં તજવીજ પણ પોલીસે હાથ ધરી છે. હાલ તુષાર ઘેલાણી આપઘાત કેસ પરિવાર અને મહિલા મિત્ર વચ્ચે ફસાઈ ગયો છે. સત્ય શું છે તે તો તપાસમાં જ બહાર આવશે. 

આ પણ વાંચો: BSNLના ડિરેક્ટર વિવેક બંજલને રોયલ પ્રોટોકોલ ભારે પડ્યો, ‘શાહી સ્નાન’ રદ, અધિકારીઓની બદલી

શું હતો સમગ્ર વિવાદ?

મૃતક બિલ્ડર તુષાર ઘેલાણીએ પહેલી ફેબ્રુઆરી 2026ના રોજ પોતાના નિવાસસ્થાને રિવોલ્વરથી ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પાંચ દિવસ સુધી વેન્ટિલેટર પર રહ્યા બાદ તબીબોએ તેમને ‘બ્રેઈનડેડ’ જાહેર કર્યા હતા. તેના મોત બાદ પરિવાર અને એક મહિલા મિત્ર સામસામે આવી ગયા હતા. તુષાર ઘેલાણીના પરિવારે ગંભીર આક્ષેપ કર્યો કે, પૂનમ ભાદોરિયાએ તુષારભાઈને સતત બ્લેકમેલ કરી રહી હતી અને તેમની પાસેથી દુકાન સહિતની કિંમતી મિલકતો પડાવી લીધી હતી. તુષારભાઈ આ સંબંધોનો અંત લાવવા માંગતા હતા, પરંતુ મહિલા પીછો છોડતી નહોતી. મહિલા મિત્રએ દીકરીના લગ્ન પ્રસંગે હોબાળો કરી બદનામ કરવાની ધમકી અપાતા તુષારભાઈએ અંતિમ પગલું ભર્યું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાવ-થરાદ: ભોરોલ બેઠક પર ભાજપના બિનહરીફ વિજયના દાવા વચ્ચે ‘આપ’નો પડકાર | Vav Tharad Bhorol Seat: AAP …
GUJARAT

વાવ-થરાદ: ભોરોલ બેઠક પર ભાજપના બિનહરીફ વિજયના દાવા વચ્ચે ‘આપ’નો પડકાર | Vav Tharad Bhorol Seat: AAP …

April 12, 2026
સ્થાનિક ‘સ્વ’ રાજ: ઉમેદવારી નોંધાઈ ત્યાં જ 100 બિનહરિફ, કડી પાલિકા ભાજપને હવાલે | Gujarat Local Poll…
GUJARAT

સ્થાનિક ‘સ્વ’ રાજ: ઉમેદવારી નોંધાઈ ત્યાં જ 100 બિનહરિફ, કડી પાલિકા ભાજપને હવાલે | Gujarat Local Poll…

April 12, 2026
ચાંદખેડા ઢોસાકાંડઃ બે બાળકીના મોત અંગે પુરાવા મળશે તો પોલીસ ફરિયાદી બનશે | Chandkheda Dosa Case: Pol…
GUJARAT

ચાંદખેડા ઢોસાકાંડઃ બે બાળકીના મોત અંગે પુરાવા મળશે તો પોલીસ ફરિયાદી બનશે | Chandkheda Dosa Case: Pol…

April 12, 2026
Next Post
બરોડા ડેરીની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ‘ઈલુ ઈલુ’?: છોટાઉદેપુરની 4 બેઠકો બિનહરીફ કરવા ‘સેટિંગ’ના …

બરોડા ડેરીની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે 'ઈલુ ઈલુ'?: છોટાઉદેપુરની 4 બેઠકો બિનહરીફ કરવા 'સેટિંગ'ના ...

અમદાવાદમાં આવતીકાલે નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા, વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ જાહેર | Ahmedabad…

અમદાવાદમાં આવતીકાલે નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા, વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ જાહેર | Ahmedabad...

ગોળીની જેમ આવેલી કાર બંગાલામાં ઘૂસી ગઈ, એક્ટિવાનો કચ્ચરઘાણ વળ્યો… અમદાવાદમાં કે.કે.નગરમાં બની ઘટના…

ગોળીની જેમ આવેલી કાર બંગાલામાં ઘૂસી ગઈ, એક્ટિવાનો કચ્ચરઘાણ વળ્યો... અમદાવાદમાં કે.કે.નગરમાં બની ઘટના...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનાના ભાવમાં થશે મોટો ઘટાડો? રેશિયો ઍલર્ટ આપી રહ્યું છે સંકેત, જાણો લેટેસ્ટ કિંમત | gold price drop…

સોનાના ભાવમાં થશે મોટો ઘટાડો? રેશિયો ઍલર્ટ આપી રહ્યું છે સંકેત, જાણો લેટેસ્ટ કિંમત | gold price drop…

11 months ago
SIRની મુદત લંબાવવા અને વડોદરામાં મૃતક BLOના પરિવારને સહાય આપોની માગ સાથે કોંગ્રેસના સૂત્રોચાર | Cong…

SIRની મુદત લંબાવવા અને વડોદરામાં મૃતક BLOના પરિવારને સહાય આપોની માગ સાથે કોંગ્રેસના સૂત્રોચાર | Cong…

5 months ago
દર ચોથો ગુજરાતી મેદસ્વી, સુરત-અમદાવાદમાં સૌથી વધુ લોકો ‘સ્થૂળ’, જાણો શું છે કારણો | gujarat obesity …

દર ચોથો ગુજરાતી મેદસ્વી, સુરત-અમદાવાદમાં સૌથી વધુ લોકો ‘સ્થૂળ’, જાણો શું છે કારણો | gujarat obesity …

7 months ago
સેક્ટર-૬-૭ના કટ પાસે બાઈકની ટક્કરે ઘાયલ મોપેડ સવારનું મોત | Moped rider dies after being hit by bike…

સેક્ટર-૬-૭ના કટ પાસે બાઈકની ટક્કરે ઘાયલ મોપેડ સવારનું મોત | Moped rider dies after being hit by bike…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News