
નવી દિલ્હી,૨૪ જુલાઉ,૨૦૨૫,ગુરુવાર
ઉત્તરપ્રદેશના ગાજિયાબાદ સ્પેશિયલ ટાસ્ફફોર્સે છાપો મારીને એક નકલી દુતાવાસનો પર્દાફાશ કર્યો છે. હર્ષવર્ધન જૈન નામની વ્યકિત પાસેથી નકલી ઝંડા, નકલી ચલણ સહિતની ચીજવસ્તુઓ કબ્જે કરવામાં આવી હતી નવાઇની વાત તો એ છે કે ગાજીયાબાદ કડક સુરક્ષા વ્યવસ્થા ધરાવતી રાજધાની દિલ્હીની નજીક છે તેમ છતાં નકલી દુતાવાસ વર્ષો સુધી ચાલતું રહયું હતું.
શખ્સ પોતાને વેસ્ટાર્કટિકા નામના દેશનો એમ્બેસેડર ગણાવતો હતો પરંતુ હકિકતમાં તો દુનિયાના નકશા પર આવા કોઇ દેશનું અસ્તિત્વ જ નથી. દુતાવાસના નામે નકલી ચલણ,નકલી ફલેગ ઉપરાંત નકલી નંબર પ્લેટવાળી ગાડીઓ પણ રાખી હતી આથી કોઇને પણ શંકા પડી નહી.










