gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદના મોટા કુંભનાથ, સલુણના અંબે માતા મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો | Theft at Mota Kumbhanath…

G METRO NEWS by G METRO NEWS
January 17, 2026
in GUJARAT
0 0
0
નડિયાદના મોટા કુંભનાથ, સલુણના અંબે માતા મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો | Theft at Mota Kumbhanath…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 13 કિલો ચાંદી, સોનાના દાગીના સાથે રીઢો તસ્કર ઝડપાયો

– શહેર,ગ્રામ્ય પોલીસે 150 સીસીટીવી તપાસી આરોપીને દબોચી લીધો : ઉપયોગમાં લેવાયેલું એક્ટિવા પણ ચોરીનું 

નડિયાદ : નડિયાદ શહેરના સુપ્રસિદ્ધ મોટા કુંભનાથ મહાદેવ મંદિર અને તાલુકાના સલુણ ગામે આવેલા અંબે માતાના મંદિરથી લોખાના મત્તાની ચોરી થઈ હતી. આ બંને ગંભીર બનાવોમાં ખેડા લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને નડિયાદ ટાઉન પોલીસે સંયુક્ત રીતે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે બંને મંદિરોમાં ચોરી કરનાર એક જ રીઢા તસ્કરને ઝડપી પાડી તેની પાસેથી ૧૩ કિલો ચાંદી અને સોનાના ગિલેટ વાળા દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગત તારીખ ૧૪ જાન્યુઆરીના રોજ નડિયાદ ટાઉન વિસ્તારમાં આવેલા મોટા કુંભનાથ મહાદેવ મંદિરમાં રાત્રિના અંધારાનો લાભ લઈ તસ્કરો ગર્ભગૃહના તાળાં તોડી અંદર પ્રવેશ્યા હતા. શખ્સોએ મંદિરમાં રહેલા સોના-ચાંદીના દાગીના અને સેવા પૂજાના સાધનોની ચોરી કરી હતી. આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આ અગાઉ તારીખ ૮ જાન્યુઆરીના રોજ નડિયાદ તાલુકાના સલુણ તળપદ ગામે આવેલા અંબે માતાના મંદિરમાં પણ ચોરીનો બનાવ બન્યો હતો. જ્યાં પૂજારી બિપીનભાઈ પટેલ સવારે મંદિરે પહોંચ્યા ત્યારે જાળીના તાળાં તૂટેલા હતા અને માતાજીના આભૂષણો ગાયબ હતા. એક જ સપ્તાહમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારના બે ધામક સ્થળોને નિશાન બનાવવામાં આવતા પોલીસ હરકતમાં આવી હતી. જિલ્લા પોલીસ વડા દ્વારા એલ.સી.બી. અને સ્થાનિક પોલીસની અલગ અલગ સાત ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળની આસપાસના ૧૫૦થી વધુ સીસીટીવી કેમેરા અને નેત્રમ પ્રોજેક્ટના ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું હતું. સાથે સાથે ‘ઈ-ગુજકોપ’ પોર્ટલના માધ્યમથી આવા ગુના કરવાની ટેવ ધરાવતા શંકાસ્પદ શખ્સોેની યાદી તૈયાર કરી તપાસ આદરી હતી. હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, નડિયાદના ખાડ વિસ્તારમાં રહેતો વિનોદ ઉર્ફે વિનુ તળપદા નામનો શખ્સ આ ચોરીમાં સંડોવાયેલો છે અને તે ચોરીનો સામાન લઈને એક્ટિવા પર સલુણ ગામ તરફથી પોતાના ઘરે આવી રહ્યો છે.

આ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. આરોપી વર્ણન મુજબના એક્ટિવા પર આવતા તેને કોર્ડન કરી ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે તેની સઘન પૂછપરછ કરતા તેણે મોટા કુંભનાથ મહાદેવ અને સલુણના અંબે માતા મંદિરમાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ રિકવર કરી લીધો છે. ઉલ્લેખનીય છે કે, આરોપીએ જે એક્ટિવા ઉપયોગમાં લીધું હતું તે પણ તેણે ૧૨ જાન્યુઆરીના રોજ નડિયાદ ટાઉન વિસ્તારમાંથી ચોર્યું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

13 કિલો ચાંદી અને સોનાના દાગીના રિકવર

પોલીસે ઝડપાયેલા આરોપી પાસેથી ચોરીનો જંગી મુદ્દામાલ કબજે કર્યોે છે. જેમાં મુખ્યત્વે ૭ કિલો અને ૧૪૦ ગ્રામ વજનની ચાંદીની પાંચ નાગમુખ વાળી નાગ દેવતાની મૂત જેની કિંમત ૨.૧૪ લાખ, ૨ કિલો વજનની ચાંદીની ગળતી (ગાગર), ચાંદીના પગરખાં, ચાંદીના નાના-મોટા છત્તર, સોનાનો ગિલેટ ચઢાવેલ મુગટ અને કાનની બુટ્ટીઓ તેમજ ચાંદીના ત્રિશૂળના ટુકડાઓનો સમાવેશ થાય છે. સલુણ મંદિરમાંથી ચોરાયેલ ૧.૯૦ લાખની મત્તા પણ પોલીસે રિકવર કરી છે.

આરોપી અગાઉ 12 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે

બંને મંદિરોમાં ચોરી કરનાર અને પોલીસ પકડમાં આવેલો વિનોદ ઉર્ફે વિનુ મનુભાઈ તળપદા (ઉં.વ. ૪૮) રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. તે અગાઉ પણ અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. તેની સામે ભૂતકાળમાં મહેમદાવાદ, કાગડાપીઠ, ખોખરા, ખેડા ટાઉન અને નડિયાદ ટાઉન પોલીસ મથકોમાં પ્રોહિબિશન, જુગાર ધારા, રાયોટીંગ અને ચોરી સહિતના કુલ ૧૨ જેટલા ગુનાઓ નોંધાયેલા છે. એટલું જ નહીં, તેની અસામાજિક પ્રવૃત્તિઓને કારણે અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન દ્વારા તેને પાસા હેઠળ પણ જેલમાં ધકેલવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ ક્ષેત્રના જે સ્ટાર્ટઅપ્સ આગળ હતા તે હવે પાછળ રહી ગયા | The startups that were…

ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ ક્ષેત્રના જે સ્ટાર્ટઅપ્સ આગળ હતા તે હવે પાછળ રહી ગયા | The startups that were...

ભાજપે મુંબઈમાં કેવી રીતે કમાલ કરી બતાવી? જાણો મહાયુતિની જીતના 5 કારણો | how bjp won mumbai 5 reasons…

ભાજપે મુંબઈમાં કેવી રીતે કમાલ કરી બતાવી? જાણો મહાયુતિની જીતના 5 કારણો | how bjp won mumbai 5 reasons...

સિહોરમાં સ્ટાફ-વાહનની ઘટના કારણે ગંદકીનું સામ્રાજ્ય ખડકાયું | Staff vehicle incident in Sehore shake…

સિહોરમાં સ્ટાફ-વાહનની ઘટના કારણે ગંદકીનું સામ્રાજ્ય ખડકાયું | Staff vehicle incident in Sehore shake...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામજોધપુર ટાઉન અને તાલુકાના મેઘપર ગામમાં જુગારના બે દરોડા : છ મહિલા સહિત 13 ની અટકાયત | Two gambling…

જામજોધપુર ટાઉન અને તાલુકાના મેઘપર ગામમાં જુગારના બે દરોડા : છ મહિલા સહિત 13 ની અટકાયત | Two gambling…

1 year ago
PGVCLના સ્માર્ટ મીટર પ્રોજેક્ટની પોલ ખુલી: ગ્રાહકોને ચાર-ચાર મહિને વીજળી બિલ મળતા નથી | pgvcl smart …

PGVCLના સ્માર્ટ મીટર પ્રોજેક્ટની પોલ ખુલી: ગ્રાહકોને ચાર-ચાર મહિને વીજળી બિલ મળતા નથી | pgvcl smart …

1 year ago
વૈશ્વિક સંકટ વચ્ચે નીતિન સાંડેસરા બન્યા ‘સંકટમોચક’, 60 લાખ બેરલ ક્રૂડ ઓઈલ ભારત પહોંચાડ્યું | nitin s…

વૈશ્વિક સંકટ વચ્ચે નીતિન સાંડેસરા બન્યા ‘સંકટમોચક’, 60 લાખ બેરલ ક્રૂડ ઓઈલ ભારત પહોંચાડ્યું | nitin s…

3 months ago
‘સૌથી મોટા ટેક ટેલેન્ટનું કેન્દ્ર છે ભારત…’, AI સમિટ-2026માં વડાપ્રધાન મોદીનું મોટું નિવેદન | pm m…

‘સૌથી મોટા ટેક ટેલેન્ટનું કેન્દ્ર છે ભારત…’, AI સમિટ-2026માં વડાપ્રધાન મોદીનું મોટું નિવેદન | pm m…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News