gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

G METRO NEWS by G METRO NEWS
September 23, 2026
in GUJARAT
0 0
0
નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …
0
VIEWS
Share on FacebookShare on Twitter

દર્દીઓના સ્વજનો માટે નવું ભવન અને ડાયાલિસિસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા PIU વિભાગને એક અઠવાડિયામાં વ્યાપક આયોજન કરી મંત્રીશ્રી સમક્ષ રજૂ કરવાનો સ્પષ્ટ નિર્દેશ…..

નર્મદા, તા. 23 સપ્ટેમ્બર, 2026

માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ, સુલભ અને જનકેન્દ્રિત બનાવવા માટે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ ગત રોજ રાત્રે 9:30 વાગે ગરૂડેશ્વર તાલુકામાં આવેલી સરકારી SDH હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી.

મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ હોસ્પિટલના વિવિધ વિભાગોનું નિરીક્ષણ કરી દર્દીઓને આપવામાં આવતી સારવાર, દવાઓની ઉપલબ્ધતા, સ્વચ્છતા, ઇમરજન્સી સેવાઓ, લેબોરેટરી વ્યવસ્થા તેમજ હોસ્પિટલના સર્વાંગી કાર્યની સમીક્ષા કરી હતી. તેમણે સારવાર હેઠળના દર્દીઓ અને તેમના પરિવારજનો સાથે સીધો સંવાદ કરી હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે પ્રતિસાદ પણ મેળવ્યો હતો.

દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં લઈ તાત્કાલિક કાર્યવાહીનો નિર્ણય….

મુલાકાત દરમિયાન મંત્રીશ્રીના ધ્યાને આવ્યું હતું કે ગરૂડેશ્વર SDH હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે, જેના કારણે હાલની માળખાકીય સુવિધાઓ અને વ્યવસ્થાઓ પર ભાર વધી રહ્યો છે. વધુમાં, વિસ્તારમાં જરૂરી હોવા છતાં હોસ્પિટલમાં ડાયાલિસિસ જેવી મહત્વપૂર્ણ સેવા ઉપલબ્ધ ન હોવાનું પણ ધ્યાનમાં આવ્યું હતું.

આ બાબતને ગંભીરતાથી લઈ આરોગ્ય મંત્રીશ્રીએ સ્થળ પરથી જ PIU (પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ) વિભાગના ઉચ્ચ અધિકારી સાથે ટેલિફોનિક ચર્ચા કરી હોસ્પિટલમાં વધારાની માળખાકીય સુવિધાઓ, દર્દીઓ માટે જરૂરી વ્યવસ્થાઓ તેમજ ડાયાલિસિસ સેવા શરૂ કરવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવા સ્પષ્ટ સૂચના આપી હતી.

મુલાકાત દરમિયાન મંત્રીશ્રીના ધ્યાને આવ્યું હતું કે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના સ્વજનો માટે રહેવાની પૂરતી સુવિધા ઉપલબ્ધ નથી. આથી તેમણે દર્દીઓના પરિવારજનોને સુવિધાજનક રીતે રોકાઈ શકે તે માટે નવા ભવનના નિર્માણની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

આ ઉપરાંત ગરૂડેશ્વર SDH હોસ્પિટલમાં જરૂરી માળખાકીય અને આરોગ્ય સુવિધાઓના વિસ્તરણ, ડાયાલિસિસ યુનિટની સ્થાપના તેમજ દર્દીઓના સ્વજનો માટે નવા ભવનના નિર્માણ અંગે વ્યાપક આયોજન તૈયાર કરી એક અઠવાડિયાની અંદર વિગતવાર પ્રસ્તાવ પોતાના સમક્ષ રજૂ કરવા PIU વિભાગના ઉચ્ચ અધિકારીને મંત્રીશ્રીએ સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા.

આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, “દર્દીઓને સારવાર માટે કોઈપણ પ્રકારની અગવડતા ન પડે અને નજીકના આરોગ્ય કેન્દ્રોમાં જ ગુણવત્તાયુક્ત સારવાર મળી રહે તે રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. જ્યાં જરૂરિયાત હશે ત્યાં આરોગ્ય માળખાને વધુ મજબૂત બનાવી નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.”

મુલાકાતના અંતે મંત્રીશ્રીએ હોસ્પિટલના તબીબો, અધિકારીઓ અને સ્ટાફ સાથે ચર્ચા કરી દર્દી કેન્દ્રિત સેવાઓને વધુ અસરકારક બનાવવા, સ્વચ્છતા જાળવવા અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

ગરૂડેશ્વર SDH હોસ્પિટલ ખાતે મંત્રીશ્રી દ્વારા કરવામાં આવેલી આકસ્મિક મુલાકાત દરમિયાન આપવામાં આવેલા તાત્કાલિક નિર્દેશો રાજ્ય સરકારની દર્દીહિત અને જનઆરોગ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

September 23, 2026
ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Next Post
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

અંબાજી - ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ....

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિહોર શહેર ભાજપના લેટરકાંડ અંગે સીટ (SIT) દ્વારા તપાસ કરી તથ્યો બહાર લાવવા જયરાજસિંહ મોરીની માંગ

સિહોર શહેર ભાજપના લેટરકાંડ અંગે સીટ (SIT) દ્વારા તપાસ કરી તથ્યો બહાર લાવવા જયરાજસિંહ મોરીની માંગ

11 months ago
ઓપરેટિંગ વિભાગની ટીમ બની ડીઆરએમ કપ–2026ની ચેમ્પિયન | The operating department team became the champi…

ઓપરેટિંગ વિભાગની ટીમ બની ડીઆરએમ કપ–2026ની ચેમ્પિયન | The operating department team became the champi…

8 months ago
IRCTC: રેલ કનેક્ટ એપ અને વેબસાઇટનું સર્વર ડાઉન, ટિકિટ બુકિંગમાં મુસાફરોને મુશ્કેલી | irctc website s…

IRCTC: રેલ કનેક્ટ એપ અને વેબસાઇટનું સર્વર ડાઉન, ટિકિટ બુકિંગમાં મુસાફરોને મુશ્કેલી | irctc website s…

10 months ago
સિક્યુરિટીની દાદાગીરી, યુનિ.ના ડી એન હોલ તરફના મુખ્ય ગેટને તાળું મારી દીધું | security guard lock ga…

સિક્યુરિટીની દાદાગીરી, યુનિ.ના ડી એન હોલ તરફના મુખ્ય ગેટને તાળું મારી દીધું | security guard lock ga…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News