gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 82777 ઉપર બંધ થતાં 83555 જોવાય | Sensex closes at 82777 sees 83555 in new we…

G METRO NEWS by G METRO NEWS
September 14, 2025
in Business
0 0
0
નવા સપ્તાહમાં સેન્સેક્સ 82777 ઉપર બંધ થતાં 83555 જોવાય | Sensex closes at 82777 sees 83555 in new we…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વિશ્વ અત્યારે અનિશ્ચિતતાના દોરમાંથી પસાર થઈ રહ્યું છે. એક તરફ જીઓપોલિટીકલ ટેન્શન અને બીજી તરફ મહાસત્તાઓ અમેરિકા, ચાઈના, રશીયા વચ્ચે વિશ્વ પર પોતાનું આધિપત્ય જમાવવાની હોડમાં નાના અને વ્યુહાત્મક દેશોમાં સત્તાપલટા કરાવી પોતાની માનીતી સરકાર સ્થાપવાના થઈ રહેલા પ્રયાસોએ વૈશ્વિક ટેન્શન વધ્યું છે. ઈઝરાયેલ-હમાસ યુદ્વમાં હજુ ગાઝા પર કબજો મેળવવા હુમલા કાયમ છે, ત્યારે બીજી તરફ રશીયા પણ યુક્રેન પર કબજો મેળવવા હુમલાઓ  ચાલુ રાખીને અને નાટો દેશોને પણ નિશાન બનાવી યુદ્વનો અંત ઈચ્છતા નથી. અમેરિકા ટેરિફ મામલે વિશ્વને ઝુકાવવા સફળ નહીં રહેતાં હવે રશીયાને યુદ્વનો અંત લાવવા ફરજ પાડવા ભારત, ચાઈના પર ૧૦૦ ટકા ટેરિફ લાદવા યુરોપના દેશોને ફરજ પાડવાની કોશીષ કરી રહ્યા છે. જી-૭ દેશોને આ પ્રકારના ફરમાન સામે અત્યારે આ દેશો ચાઈના અને ભારત સાથે દુશ્મની વહોરી લેવા તૈયાર નથી. ટ્રમ્પ પણ પોતાની જ બિછાવેલી જાળમાં ફસાઈ રહ્યાનું જાણી ચાઈના અને રશીયાની નજીક જઈ રહેલા ભારત માટે આક્રમક વલણ છોડવા તૈયાર થયા છે. ભારત સાથે અમેરિકાની ટ્રેડ વાટાઘાટ ફરી સક્રિય બન્યાનું જણાવી ટ્રેડ ડિલ કરવા તૈયારી બતાવી છે. જે પોઝિટીવ સંકેત છે, ટ્રમ્પની નીતિ પર યુરોપ સહિત કોઈનો ભરોસો નથી. આ ડેવલપમેન્ટ વચ્ચે ભારત આગામી વર્ષોમાં મોટી સત્તા તરીકે ઊભરી આવવાની દૂરંદેશી જોઈને ભારતીય શેરબજારોમાં ફરી સુરક્ષિત અને ઉંચા વળતરની અપેક્ષાએ ફોરેન ફંડોનો રોકાણ પ્રવાહ વહેતો થવાની અપેક્ષા છે. પ્રવર્તમાન અનિશ્ચિતતા અને થઈ રહેલા રોજબરોજ નવા ડેવલપમેન્ટને જોતાં લોકલ ફંડોના સથવારે ભારતીય બજારોમાં તેજીનું સેન્ટીમેન્ટ જળવાઈ રહેવાની હાલ તુરત અપેક્ષા છે. સ્થાનિક અને વૈશ્વિક પરિબળો વચ્ચે આગામી સપ્તાહમાં સેન્સેક્સ ૮૧૧૧૧ની ટેકાની સપાટીએ ૮૨૭૭૭ ઉપર બંધ થતાં ૮૩૫૫૫ અને નિફટી ૨૪૮૮૮ની ટેકાની સપાટીએ ૨૫૩૩૩ ઉપર બંધ થતાં ૨૫૬૬૬ જોવાઈ શકે છે.

અર્જુનની આંખે : NITTA GELATIN INDIA LTD.

માત્ર બીએસઈ(૫૦૬૫૩૨) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, કેરલા સ્ટેટ ઈન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન (૩૨ ટકા શેરહોલ્ડિંગ) અને ઓસાકા સ્થિત એનજીઆઈ (૪૩ ટકા હોલ્ડિંગ)ના સંયુક્ત સાહસ , નીતા જીલેટીન ઈન્ડિયા લિમિટેડ (NITTA GELATIN INDIA LTD.), પ્રોસ્સેડ પ્રાણીઓના બોન્સમાંથી જિલેટીન, ઓસીન, લાઈમ્ડ ઓસીન અને ડીસીપીનું ઉત્પાદન કરે છે. જેનો ફાર્માસ્યુટિકલ અને હેલ્થકેર ઉદ્યોગો માટે કોલેજન પેપ્ટાઈડ આધારિત કન્ઝયુમર પ્રોડક્ટસનું પણ ઉત્પાદન કરે છે. વર્ષ ૧૯૭૫માં કેરળ સ્ટેટ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (કેએસઆઈડીસી) સાથે સંયુક્ત રીતે, જાપાનની નીતા જિલેટીન ભારતમાં તેની કામગીરી શરૂ કરી હતી. આ સફળ ભારત-જાપાનીઝ સાહસે અત્યાધુનિક ટેકનોલોજી, તકનીકી જાણકાર લોકો અને સર્વિસ તેમ જ કેન્દ્રિત અભિગમના સ્માર્ટ સંયોજન દ્વારા નવા ઔદ્યોગિક ધોરણો સ્થાપિત કર્યા હતા. જાપાનના સહ-પ્રમોટર નીતા જિલેટીન, જાપાન, જાપાનમાં ત્રણ પ્લાન્ટ, ચાઈનામાં બે પ્લાન્ટ, વિયેતનામ, કેનેડામાં એક-એક અને ભારતમાં એક-એક પ્લાન્ટ ધરાવે છે.

ભારતમાં કોચીનમાં કોર્પોરેટ ઓફિસ ધરાવતી, કોચીનમાં ચાર પ્લાન્ટ ધરાવે છે. જિલેટીન વિભાગ, રેવા-ઝગડિયા ગુજરાત જિલેટીન વિભાગ, ત્રિચુરમાં ઓસેન વિભાગ અને મહારાષ્ટ્રમાં સહાયક કંપની બામની પ્રોટીન્સ લિમિટેડ છે. નીતા જિલેટીન ઈન્ડિયા લિમિટેડ (એનજીઆઈએલ)ની વ્યાપક ઉત્પાદન શ્રેણીમાં ફાર્માસ્યુટિકલ્સ અને ફૂડ એપ્લિકેશન માટે જિલેટીન, પોલ્ટ્રી ફીડ ઈન્ડીગ્રેડિયન્ટ તરીકે ડાય-કેલ્શિયમ ફોસ્ફેટ, કૃષિ અને ઔદ્યોગિક એપ્લિકેશન માટે ઓસેન અને ચિટોસનનો સમાવેશ થાય છે. કંપનીના ૬૦ ટકાથી વધુ ઉત્પાદનો જાપાન, યુ.એસ.એ., કેનેડા અને યુરોપિયન યુનિયન દેશો સહિત ૩૫થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવે છે.

જીવનને સંપૂર્ણ રીતે જીવો, ઉત્પાદનો બાળપણથી પુખ્તાવસ્થા સુધી જીવનના તમામ ક્ષેત્રોમાં માનવજાત સાથે છે. જિલેટીન આજે માનવજાતના જીવનમાં એક અનિવાર્ય તત્ત્વ છે. જિલેટીન એ વિશ્વની સૌથી લોકપ્રિય દવા વિતરણ પ્રણાલીઓમાં એક મહત્વપૂર્ણ ઘટક છે. જેમ કે ટુ-પીસ-હાર્ડ કેપ્સ્યુલ્સ, સોફ્ટ કેપ્સ્યુલ્સ, ટેબ્લેટ્સ, કોટેડ ટેબ્લેટ્સ, મીની, માઈક્રોકેપ્સ્યુલ્સ વગેરે. જિલેટીનની વૈવિધ્યતા તેને અંતિમ ખાદ્ય ઘટક બનાવે છે, જે કન્ફેકશનરી, મીઠાઈઓ, પીણાં, ડેરી સહિતના ઉત્પાદનોમાં ઉપયોગમાં લેવાય છે.

વર્ષ ૨૦૦૯માં કંપનીએ કોલેજન પેપ્ટાઈડ (જેને હાઈડ્રોલાઈઝ્ડ કોલેજન, જિલેટીન હાઈડ્રોલાઈઝેટ વગેરે તરીકે પણ ઓળખવામાં આવે છે)નું ઉત્પાદન શરૂ કર્યું હતું. નીતા જિલેટીન વેલેન્સ બ્રાન્ડ હેઠળ કોલેજન પેપ્ટાઈડ ઓફર કરે છે. વેલેન્સ કોલેજન પેપ્ટાઈડ અંદરથી સુખાકારી માટે વૈશ્વિક સ્તરે સ્વીકૃત કાર્યાત્મક ખોરાક છે. વેલેન્સ કોલેજન પેપ્ટાઈડ બોન્સ અને સાંધાના સ્વાસ્થ્ય, ત્વચાના સ્વાસ્થ્ય, ઘા પ્રેશર અલ્સરમાં ઉપચાર માટે અસરકારક સાબીત થયું છે. તાજેતરમાં નીતા જિલેટીને તેના વ્યાપક સંશોધન દ્વારા કોલેજન પ્રોટીનમાંથી બાયોએક્ટિવ પેપ્ટાઈડ્સ વિક્સાવ્યા છે. આ બાયોએક્ટિવ પેપ્ટાઈડસ ડીપીપી-ફોર અવરોધક ગુણધર્મો ધરાવે છે એવું સાબીત થયું છે. આમ એડ-ઓન થેરાપી તરીકે ડાયાબિટીસ મેનેજમેન્ટ માટે હેલ્થી ઈન્ટરવેશન ઓફર કરે છે.

ઉત્પાદનો : (૧) વેલનેક્સ કોલેજન પેપ્ટાઈડ્સ-કોલેજન પેપ્ટાઈડ્સ, કોલેજન. (૨) જિલેટીન- એડીબલ અને ફાર્માસ્યુટીકલ્સ (૩) ડી કેલ્શિયમ ફોસ્ફેટ (૪) ચિટોસન

કન્ઝયુમર ઉત્પાદનો : (૧) ગેલિક્સર જાપાનીઝ (૨) એડીબલ જિલેટીન

નાણાકીય પરિણામો :

(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫ :

ચોખ્ખી આવક  રૂ.૫૨૭ કરોડ મેળવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૬.૦૯ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૮૪.૭૭  કરોડ હાંસલ કરી શેર દીઠ કમાણી-ઈપીએસ રૂ.૯૩.૩૭ હાંસલ કરી હતી.

(૨) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૫ થી જૂન ૨૦૨૫ :

પ્રથમ ત્રિમાસિકમાં ચોખ્ખી આવક  રૂ.૧૩૯  કરોડ નોંધાવી એનપીએમ ૧૩.૭૭ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૯.૧૩  કરોડ હાંસલ કરી શેર દીઠ ત્રિમાસિક આવક રૂ.૨૧.૩૫ નોંધાવી છે.

(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫ થી માર્ચ ૨૦૨૬ :

અપેક્ષિત ચોખ્ખી આવક  ૬.૩૯ ટકા વધીને રૂ.૫૮૦ કરોડ મેળવી ૧૬.૦૩ ટકા નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ થકી અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૯૩  કરોડ મેળવીને પૂર્ણ વર્ષની શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૦૨.૪૩ અપેક્ષિત છે.

વેચાણ (આવક)-સ્ટેન્ડએલોન : માર્ચ ૨૦૨૧ના રૂ.૩૫૯ કરોડ, માર્ચ ૨૦૨૨ના રૂ.૪૩૪ કરોડ, માર્ચ ૨૦૨૩ના રૂ.૪૯૨ કરોડ, માર્ચ ૨૦૨૪ના રૂ.૪૯૦ કરોડ, માર્ચ ૨૦૨૫ના રૂ.૫૩૭ કરોડ, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૫૮૦ કરોડ

નિકાસ (એફઓબી) સ્ટેન્ડએલોન : માર્ચ ૨૦૨૧ના રૂ.૧૮૮ કરોડ, માર્ચ ૨૦૨૨ના રૂ.૨૦૨ કરોડ, માર્ચ ૨૦૨૩ના રૂ.૨૦૪ કરોડ, માર્ચ ૨૦૨૪ના રૂ.૧૮૦ કરોડ, માર્ચ ૨૦૨૫ના રૂ.૨૨૯ કરોડ

કરવેરા પૂર્વે નફો-સ્ટેન્ડએલોન : માર્ચ ૨૦૨૧ના રૂ.૨૪.૩૪ કરોડ, માર્ચ ૨૦૨૨ના રૂ.૩૭.૬૧ કરોડ, માર્ચ ૨૦૨૩ના રૂ.૭૮.૦૮ કરોડ, માર્ચ ૨૦૨૪ના રૂ.૧૧૦ કરોડ, માર્ચ ૨૦૨૫ના રૂ.૧૧૦ કરોડ, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૧૧૬ કરોડ

કરવેરા બાદનો નફો- સ્ટેન્ડએલોન : માર્ચ ૨૦૨૧ના રૂ.૧૭.૯૦ કરોડ, માર્ચ ૨૦૨૨ના રૂ.૨૬.૬૦ કરોડ, માર્ચ ૨૦૨૩ના રૂ.૫૮.૭૬ કરોડ, માર્ચ ૨૦૨૪ના રૂ.૮૨.૪૮ કરોડ, માર્ચ ૨૦૨૫ના રૂ.૮૨.૧૯ કરોડ, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૯૩ કરોડ

શેર દીઠ કમાણી- સ્ટેન્ડએલોન : માર્ચ ૨૦૨૧ના રૂ.૧૯.૧૫, માર્ચ ૨૦૨૨ના રૂ.૩૬.૨૬, માર્ચ ૨૦૨૩ના રૂ.૭૭.૪૪, માર્ચ ૨૦૨૪ના રૂ.૯૧.૦૨, માર્ચ ૨૦૨૫ના રૂ.૯૨.૪૬, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૧૦૨.૪૩

ડિવિડન્ડ : વર્ષ ૨૦૨૧માં ૩૦ ટકા, વર્ષ ૨૦૨૨માં ૪૦ ટકા, વર્ષ ૨૦૨૩માં ૭૫ ટકા, વર્ષ ૨૦૨૪માં ૬૦ ટકા, વર્ષ ૨૦૨૫માં ૮૦ ટકા

ઈક્વિટી પર વળતર (આરઓઈ) : વર્ષ ૨૦૨૧માં ૧૦.૯૮ ટકા, વર્ષ ૨૦૨૨માં ૧૪.૪૦ ટકા, વર્ષ ૨૦૨૩માં ૨૪.૪૯ ટકા, વર્ષ ૨૦૨૪માં ૨૬.૧૩ ટકા, વર્ષ ૨૦૨૫માં ૨૦.૯૫ ટકા

બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૧ના રૂ.૧૮૦, માર્ચ ૨૦૨૨ના રૂ.૨૦૪, માર્ચ ૨૦૨૩ના રૂ.૨૬૪, માર્ચ ૨૦૨૪ના રૂ.૩૪૮, માર્ચ ૨૦૨૫ના રૂ.૪૩૪, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૫૩૪

બોનસ ઈતિહાસ : વર્ષ ૧૯૯૨માં ૧:૨ શેર, વર્ષ ૧૯૯૭માં ૧:૧ શેર, વર્ષ ૨૦૧૩માં ૧:૩ શેર બોનસ. કુલ ઈક્વિટીમાં ૩૭.૨૧ ટકા બોનસ ઈક્વિટી ધરાવે છે.

શેર હોલ્ડિંગ પેટર્ન : નીતા જિલેટીન જાપાન પાસે ૪૨.૯૬ ટકા, કેરળ સ્ટેટ ઈન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન પાસે ૩૧.૩૩ ટકા, એચએનઆઈ, કોર્પોરેટ બોડીઝ અને અન્યો પાસે ૫.૮૧ ટકા તેમ જ રિટેલ વ્યક્તિગત રોકાણકારો પાસે ૧૯.૭૦ ટકા છે.

આમ (૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં.(૨) જાપાનની નીતા જિલેટીનના ૪૩ ટકા હોલ્ડિંગ અને કેએસઆઈડીસી પાસે ૩૨ ટકા મળી કુલ ૭૫ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગની નીતા જિલેટીન ઈન્ડિયા લિમિટેડ નાણા વર્ષ ૨૦૨૫-૨૬માં અપેક્ષિત શેર દીઠ કમાણી (ઈપીએસ) રૂ.૧૦૨.૪૩ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૫૩૪ થકી મજબૂત બોનસ ઉમેદવાર, ત્રણ વર્ષમાં સરેરાશ આરઓઈ ૨૩.૮૬ ટકા ધરાવતી કંપનીનો શેર માત્ર બીએસઈ પર રૂ.૯૦૦ ભાવે ૮.૭૮ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ક્રૂડના વાયદાએ રૂ.10 હજારની સપાટી કુદાવી
Business

ક્રૂડના વાયદાએ રૂ.10 હજારની સપાટી કુદાવી

April 5, 2026
કસ્ટમ એક્સચેન્જના દર ઘટતા સોના-ચાંદીમાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો | Effective import duty on g…
Business

કસ્ટમ એક્સચેન્જના દર ઘટતા સોના-ચાંદીમાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો | Effective import duty on g…

April 5, 2026
રૂ પરની આયાત ડયૂટી નાબુદ કરવા ગારમેન્ટ ઉદ્યોગ દ્વારા કરાયેલી રજૂઆત | Garment industry’s proposal to …
Business

રૂ પરની આયાત ડયૂટી નાબુદ કરવા ગારમેન્ટ ઉદ્યોગ દ્વારા કરાયેલી રજૂઆત | Garment industry’s proposal to …

April 5, 2026
Next Post
બાકી મિલકતવેરાની ભરપાઈ નહીં કરાતા અમદાવાદની ૫૦ કરોડથી વધુની કિંમતની મિલકત મ્યુનિસિપલ કોર્પોરેશનના ના…

બાકી મિલકતવેરાની ભરપાઈ નહીં કરાતા અમદાવાદની ૫૦ કરોડથી વધુની કિંમતની મિલકત મ્યુનિસિપલ કોર્પોરેશનના ના...

લીંબડીના વ્યક્તિએ સસ્તામાં કાર લેવાની લાલચમાં 9 લાખ ગુમાવ્યા | Limbdi man loses Rs 9 lakh in the tem…

લીંબડીના વ્યક્તિએ સસ્તામાં કાર લેવાની લાલચમાં 9 લાખ ગુમાવ્યા | Limbdi man loses Rs 9 lakh in the tem...

વિમાનની ક્રેશ લેન્ડિંગ સમયે જ સુરક્ષા કવચ ખુલી જશે, બે એન્જિનિયરે ડિઝાઈન તૈયાર કરી

વિમાનની ક્રેશ લેન્ડિંગ સમયે જ સુરક્ષા કવચ ખુલી જશે, બે એન્જિનિયરે ડિઝાઈન તૈયાર કરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેર-જિલ્લામાં જુગારના આઠ દરોડામાં 6 મહિલા સહિત 33 જુગારીઓ ઝડપાયા | 33 gamblers including 6 w…

જામનગર શહેર-જિલ્લામાં જુગારના આઠ દરોડામાં 6 મહિલા સહિત 33 જુગારીઓ ઝડપાયા | 33 gamblers including 6 w…

8 months ago
નવાયાર્ડમાં અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ હેતુ સીસીટીવી માટે ડીઆરએમને રજૂઆત | Submission to DRM to co…

નવાયાર્ડમાં અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ હેતુ સીસીટીવી માટે ડીઆરએમને રજૂઆત | Submission to DRM to co…

6 months ago
વિશાલા-નારોલને જોડતો શાસ્ત્રીબ્રીજ બેરીંગ જર્જરીત થતા સાત મહિના સુધી સમારકામ માટે બંધ રહેશે | ahmeda…

વિશાલા-નારોલને જોડતો શાસ્ત્રીબ્રીજ બેરીંગ જર્જરીત થતા સાત મહિના સુધી સમારકામ માટે બંધ રહેશે | ahmeda…

8 months ago
ઝાયડસ હૉસ્પિટલમાં વડોદરા શહેરની પહેલી ‘યુરોલિફ્ટ’ પ્રોસીજર સફળતાપૂર્વક કરવામાં આવી

ઝાયડસ હૉસ્પિટલમાં વડોદરા શહેરની પહેલી ‘યુરોલિફ્ટ’ પ્રોસીજર સફળતાપૂર્વક કરવામાં આવી

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News