![]()
મુંબઈ : વિશ્વ હજુ અનિશ્ચિતતાના દોરમાંથી પસાર થઈ રહ્યું છે. અમેરિકા-રશીયા-ચાઈના વચ્ચે વિશ્વ મહાસત્તાની હોડમાં લાંબા સમયથી ચાલી રહેલા વૈશ્વિક વેપાર યુદ્વ અને જીઓપોલિટીકલ ટેન્શન યથાવત રહી વૈશ્વિક મોરચે રોજબરોજ બદલાતા સમીકરણોએ અનિશ્ચિતતા કાયમ રહી છે. વિશ્વ અત્યારે દરેક દેશોની નેશન ફર્સ્ટની નીતિ અને એના પરિણામે સ્વદેશીકરણ તરફના વધતાં ઝુકાવે દ્વીપક્ષી વેપાર નીતિમાં રક્ષણાત્મક નીતિને મહત્વ આપી રહ્યા છે. જેને પરિણામે વૈશ્વિક વેપાર ખાસ અમેરિકા સાથેનો ઘણા દેશોનો વેપાર ઠપ્પ થવા લાગ્યો છે. રક્ષણાત્મક નીતિને લઈ અમેરિકનોએ પણ જરૂરી આયાત મોંઘી બનતાં અમેરિકા પણ મોંઘવારીમાં વધારાનો સામનો કરવાનો વખત આવ્યો છે. અનિશ્ચિતતાના આ દોરમાં વૈશ્વિક બજારોનું સેન્ટીમેન્ટ એકંદર ડહોળાયેલું રહ્યું છે. જ્યારે ભારતને રશીયા પાસેથી ઓઈલની આયાત કરવાના નામે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભીંસમાં લેવાની બેવડી નીતિમાં ખુદ અમેરિકા અને ટ્રમ્પ અત્યારે ભીંસમાં આવી ગયા જેવી સ્થિતિ સર્જાઈ છે. વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતાથી વિપરીત ભારતીય બજારોમાં રોકાણનો પ્રવાહ વહેતો રહેતાં સેન્ટીમેન્ટ તેજીનું બન્યું છે.
ભારત સાથે ફરી વાટાઘાટ શરૂ કરવા તૈયાર થઈ ગયેલા અમેરિકાએ પોતાના પ્રતિનિધિને ભારત મોકલ્યા અને હવે ભારતના વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલ પણે ટ્રેડ ડિલ માટે અમેરિકા જઈ રહ્યાના અહેવાલો એ વાતનો સંકેત આપે છે કે પોઝિટીવ ડેવલપમેન્ટ નક્કી છે. આ પોઝિટીવ ડેવલપમેન્ટ વચ્ચે નવા સપ્તાહમાં નિફટી ૨૫૧૧૧ના સપોર્ટે ૨૫૭૭૭ ઉપર બંધ થતાં ૨૬૧૧૧ અને સેન્સેક્સ૮૧૭૭૭ ટેકાની સપાટીએ ૮૩૮૮૮ ઉપર બંધ થતાં ૮૫૧૧૧ જોવાશે.
અર્જુનની આંખે : PATELS AIRTEMP (INDIA) LTD.
માત્ર બીએસઈ(૫૧૭૪૧૭) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, વર્ષ ૧૯૭૩માં શરૂ થયેલી, એન્જિનિયરીંગ ક્ષેત્રે પ્રવૃત, ISO 9001:2015, ISO 45001 : 2018, ISO 14001 : 2015, ASME U, U2, S STAMP, NB STAMP Certified, પટેલ્સ એરટેમ્પ ઈન્ડિયા લિમિટેડ(PATELS AIRTEMP INDIA LTD.) વિસ્તૃત રેન્જના હીટ એક્સચેન્જર્સ જેવા કે શેલ અને ટયુબ ટાઈપ, ફિન્નડ ટયુબ ટાઈપ અને એર કુલ્ડ હીટ એક્સચેન્જર્સ, પ્રેશર વેસલ્સ, એરકન્ડિશનિંગ અને રેફ્રિજરેટર ઈક્વિપમેન્ટના મેન્યુફેકચરીંગ અને વેચાણ ભારત અને વિદેશોમાં કરતી કંપની છે.
કંપની તેના ઉત્પાદનો પાવર પ્રોજેક્ટસ, રીફાઈનરીઝ, ફર્ટિલાઈઝર્સ, સિમેન્ટ, પેટ્રોકેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઈલ અને કેમિકલ, ક્રોમ્પેસર ઓઈએમ ઉદ્યોગો જેવા ઔદ્યોગિક ક્ષેત્રોને સપ્લાય કરે છે. કંપની શરૂઆતથી અત્યાર સુધીમાં ૫૫૦થી વધુ સંતુષ્ટ ગ્રાહકોને ૧૦,૫૦૦થી વધુ ઈક્વિપમેન્ટ સપ્લાય કરી ચૂકી છે. કંપનીએ ગુજરાતમાં કડી તાલુકામાં દુધઈ ખાતે નવો ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ સ્થાપ્યો છે. જે ૧૧૦૧૬ ચોરસ મીટર વિસ્તારમાં એર કુલ્ડ હીટ એક્સચેન્જર/ એર ફિન કુલર અને અન્ય એન્જિનિયરીંગ પ્રોડક્ટસના ઉત્પાદન માટે છે.
ઉત્પાદનો : કંપનીના ઉત્પાદનોમાં એર કુલ્ડ હિટ એક્સચેન્જર-એર ફિન કુલર, શેલ અને ટયુબ હિટ એક્સચેન્જર, એલએનજી રીગેસિફિકેશન માટે એમ્બિએન્ટ એર હિટર, એર કુલ્ડ કન્ડેશનર, પ્રેસર વેસલ્સ, સેપરેટર્સ, ડ્રમ્સ, કોલમ્સ, ડિએરિએટર્સ, એર અને ગેસ કોમ્પ્રેશર માટે શેલ અને પ્લેટ ફિન ટયુબ હિટ એક્સચેન્જર, કોમ્પ્રેશર માટે ઈન્ટર કુલર્સ, આફટર કુલર્સ, ઓઈલ કુલર્સ, સીએનજી કુલર્સ, ફિન ટયુબ્સ- એકસ્ટ્રુડેડ, જી-ટાઈપ, એલએલ-ટાઈપ, કેએલ-ટાઈપ અને ક્રિમ્પ્ડ ફિન, એર કન્ડિશનિંગ અને રેફ્રિજરેશન ઈક્વિપમેન્ટ કન્ડેશનર્સ, ચિલર્સ કુલિંગ-હિટ કોઈલ્સ, ફેન કોઈલ યુનિટ્સ અને એર હેન્ડલિંગ યુનિટ્સનો સમાવેશ છે. કંપની તેની કુલ આવકના ૬૦ ટકા એર કુલ્ડ હીટ એક્સચેન્જર અને એસેસરીઝમાંથી મેળવે છે. જ્યારે ૩૨ ટકા આવક હીટ એક્સચેન્જર અને એસેસરીઝમાંથી અને ૮ ટકા અન્ય પ્રોડક્ટસમાંથી મેળવે છે.
પ્રમુખ ગ્રાહકો : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બીપીસીએલ, એચપીસીએલ, ઓએનજીસી, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ગેઈલ, સીપીસીએલ, ક્રિભકો, જીએચસીએલ, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર, જીએનએફસી, નિરમા, સેનોવસ, નેક્સેન, સનકોર, નેક્સલુબ, એમઈજી એનજીૅ, એનએફએલ, ઓમાન રીફાઈનરીઝ એન્ડ પેટ્રોકેમિકલ કંપની, કેનેડિયન નેચરલ, નોવા કેમિકલ્સ, ઈન્ડો રમા એલીમી પેટ્રોકેમિકલ્સ, કેમટેક ઈટાલિયા, ટ્રાન્સકેનેડા, કતાર સોલાર ટેકનોલોજીસ, ઈકોમાર, કોનકોલા કોપર માઈન્સ, નુમાગઢ રીફાઈનરીઝ, ઈફકો, અતાહબાસ્કા ઓઈલ સેન્ડ્સ કોર્પ. સહિતનો સમાવેશ છે. જ્યારે ઓઈએમમાં સિમેન્સ, કેમેરોન, ઈન્ગરસોલ રેન્ડ, બુકહાર્ટ કોમ્પ્રેશન, ડ્રેસર-રેન્ડ, એેર લિક્વિડ, એક્સચેન્જર ઈન્ડસ્ટ્રીઝ, એટલાસ કોપ્કો, કોર્લિન્ગ, ક્રોલ રેનોલ્ડ્સ, એર પ્રોડક્ટસ, જીઈએ, કોરટિંગ, કિર્લોસ્કર, લિન્ડે સહિત છે. આ સિવાય પીએમસી/ઇપીસી/એલએસટીકેમાં બેકટેલ, ઈઆઈએલ, વુડ, પીડીઆઈએલ, ટેકનિપએફએમસી, ટોયો એન્જિનિયરીંગ, ફલુઓર, એલ એન્ડ ટી હાઈડ્રોકાર્બન, પેટ્રોફેક, જેકોબ્સ, સેમસંગ એન્જિનિયરીંગ, સીટીસીઆઈ, બ્લેક એન્ડ વેચ, વૂડ, પીડીઆઈએલ, ઈઆઈએલ, થાયસીનક્રુપ સહિતનો સમાવેશ છે.
ઓર્ડર બુક : ૧, ઓગસ્ટ ૨૦૨૫ મુજબ કંપની રૂ.૨૧૧.૭૪ કરોડની ઓર્ડર બુક ધરાવે છે.
કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫ :
ચોખ્ખી આવક રૂ.૩૮૮ કરોડ મેળવી ૪.૨૬ ટકા નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ થકી ચોખ્ખો નફો રૂ.૧૬.૫૧ કરોડ મેળવીને શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૩૦.૧૮ હાંસલ કરી છે.
(૨) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૫ થી જૂન ૨૦૨૫ :
ચોખ્ખી આવક રૂ.૮૨.૫૭ કરોડ મેળવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૩.૩૯ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૨.૮૦ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૫.૧૨ હાંસલ કરી છે.
(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫ થી માર્ચ ૨૦૨૬ :
અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૩૨૫ કરોડ મેળવી ૪.૩૨ ટકા નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ થકી ચોખ્ખો નફો રૂ.૧૪.૦૫ કરોડ મેળવીને શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૫.૭૦ અપેક્ષિત છે.
બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૧માં રૂ.૧૯૬, માર્ચ ૨૦૨૨માં રૂ.૨૧૮, માર્ચ ૨૦૨૩માં રૂ.૨૩૭, માર્ચ ૨૦૨૪માં રૂ.૨૬૧, માર્ચ ૨૦૨૫માં રૂ.૨૮૮, અપેક્ષિત માર્ચ ૨૦૨૬માં રૂ.૩૧૪
કરવેરા પૂર્વે નફો : નાણા વર્ષ ૨૦૨૧માં રૂ.૧૫.૪૨ કરોડ, નાણા વર્ષ ૨૦૨૨માં રૂ.૧૬.૮૩ કરોડ, નાણા વર્ષ ૨૦૨૩માં રૂ.૧૫.૧૬ કરોડ, નાણા વર્ષ ૨૦૨૪માં રૂ.૨૦.૧૪ કરોડ, નાણા વર્ષ ૨૦૨૫માં રૂ.૨૧.૮૮ કરોડ
કરવેરા બાદનો નફો : નાણા વર્ષ ૨૦૨૧માં રૂ.૧૧.૩૭ કરોડ, નાણા વર્ષ ૨૦૨૨માં રૂ.૧૨.૪૦ કરોડ, નાણા વર્ષ ૨૦૨૩માં રૂ.૧૧.૧૯ કરોડ, નાણા વર્ષ ૨૦૨૪માં રૂ.૧૪.૭૦ કરોડ, નાણા વર્ષ ૨૦૨૫માં રૂ.૧૬.૫૧ કરોડ
શેર દીઠ આવક-ઈપીએસ : માર્ચ ૨૦૨૧ના રૂ.૨૨.૪૨, માર્ચ ૨૦૨૨ના રૂ.૨૪.૪૬. માર્ચ ૨૦૨૩ના રૂ.૨૧.૪૪, માર્ચ ૨૦૨૪ના રૂ.૨૬.૮૬, માર્ચ ૨૦૨૫ના રૂ.૩૦.૧૮
ડિવિડન્ડ : વર્ષ ૨૦૨૧માં ૨૫ ટકા, વર્ષ ૨૦૨૨માં ૨૮ ટકા, વર્ષ ૨૦૨૩માં ૩૦ ટકા, વર્ષ ૨૦૨૪માં ૩૦ ટકા, વર્ષ ૨૦૨૫માં ૩૦ ટકા
નેટવર્થ : વર્ષ ૨૦૨૧માં રૂ.૯૯.૫૧ કરોડ, વર્ષ ૨૦૨૨માં રૂ.૧૧૦.૬૪ કરોડ, વર્ષ ૨૦૨૩માં રૂ.૧૨૯.૬૨ કરોડ, વર્ષ ૨૦૨૪માં રૂ.૧૪૨.૭૩ કરોડ, વર્ષ ૨૦૨૫માં રૂ.૧૫૭.૪૨ કરોડ
આવક : વર્ષ ૨૦૨૧માં રૂ.૨૫૫ કરોડ, વર્ષ ૨૦૨૨માં રૂ.૩૦૩ કરોડ, વર્ષ ૨૦૨૩માં રૂ.૨૮૨ કરોડ, વર્ષ ૨૦૨૪માં રૂ.૩૭૦ કરોડ, વર્ષ ૨૦૨૫માં રૂ.૩૮૮ કરોડ
આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં.(૨) હિટ એક્સચેન્જર અને ટર્નકી એચવીએસઈ પ્રોજેક્ટ ક્ષેત્રે સક્રિય, પટેલ એરટેમ્પ ઈન્ડિયા લિમિટેડ, પૂર્ણ વર્ષ ૨૦૨૫-૨૬ની અપેક્ષિત ઈપીએસ રૂ.૨૫.૭૦ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૩૧૪ સામે શેર બીએસઈ પર રૂ.૩૩૬ ભાવે ઉદ્યોગના સરેરાશ ૪૨ના પી/ઈ સામે ૧૩ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.










