![]()
– આણંદ સિંચાઇ હસ્તકની પેટલાદ
– નહેરમાં પાણી છોડવાને લઇ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા તાકિદ કરાઇ
આણંદ : આણંદ સિંચાઇ હસ્તકની પેટલાદ શાખા નહેરની શાખા સાંકળ પર સ્ટ્રકચર બનાવવાની કામગીરી ચાલતી હોવાથી ડાયવર્ઝન અપાયું છે. વાહન ચાલકો અને રાહદારીને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાનું જણાવાયું છે.
આણંદ સિંચાઇ હસ્તકની પેટલાદ શાખા નહેરની શાખા સાંકળ ૯૮૯૩૦ ફુટ પર નવીન બોક્સ ટાઈપ સ્ટ્રકચર બનાવવાની કામગીરી હાલ પ્રગતીમાં હોવાથી તથા આ માર્ગ આણંદથી સોજિત્રા તરફ આવવા તેમજ જવા માટેનો મુખ્ય માર્ગ હોવાના કારણે તથા હાલ ખરીફ સીઝન માટે સિંચાઈ પાણી તાત્કાલિક પુરૂ પાડવા માટે નહેરને તેની મહત્તમ સપાટીએ વહેવડાવાની જરૂર હોય જીલ્લ-૮૩ ઉપરથી પસાર થતો વાહન વ્યવહારના ડાયવર્ઝન માટે આણંદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
આ જાહેરનામા મુજબ આણંદ તરફથી બાંધણી ચોકડી, સોજિત્રા, તારાપુર તરફ જતા વાહનો, તારાપુર તરફથી સોજિત્રા, બાંધણી ચોકડી, આણંદ તરફ આવતા વાહનો માટે આ રૂટ ડાયવર્ટ કરાયા છે.
નાના વાહનો માટે ડાયવર્ટ રૂટ મુજબ આણંદ તરફથી બાંધણી ચોકડી, સોજિત્રા, તારાપુર તરફ જતા નાના વાહનો.કરમસદ સંદેશર ચોકડી થઈ ગામમાં થઈને કરમસદ પેટલાદ રોડ ઉપર થઈને રંગાઈપુરા ચોકડી થઈને બાંધણી ચોકડી થઈને જઈ શકશે.તારાપુર તરફથી સોજિત્રા, બાંધણી ચોકડી, આણંદ તરફ આવતા નાના વાહનો.બાંધણી ચોકડી થઈ રંગાઈપુરા થઈ કરમસદ પેટલાદ રોડ ઉપર થઈને સંદેસર ગામ થઈને કરમસદ, આણંદ તરફ આવી શકશે.
મોટા વાહનો માટે ડાયવર્ટેડ રૂટ આણંદ તરફથી બાંધણી ચોકડી, સોજિત્રા, તારાપુર તરફ જતા મોટા વાહનો.આણંદ બોરસદ ચોકડી થઈને બોરસદ, ધર્મજ ચોકડી થઈને તારાપુર તથા પેટલાદ કોલેજ ચોકડી થઈ બાંધણી ચોકડી થઈ સોજિત્રા, તરફ જઈ શકશે.
તારાપુર તરફથી સોજિત્રા, બાંધણી ચોકડી, આણંદ તરફ આવતા મોટા વાહનોને તારાપુર તરફથી સોજિત્રા, બાંધણી ચોકડી થઈ પેટલાદ કોલેજ ચોકડી થઈને ધર્મજ ચોકડી થઈને બોરસદ થઈને બોરસદ ચોકડી(આણંદ) તરફથી આણંદ આવી શકશે.









