![]()
વડોદરા,૨૩ વર્ષ અગાઉ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે દેહદાનનો સંકલ્પ કરનાર નિવૃત્ત શિક્ષિકાનું અવસાન થતા તેમના પાર્થિવ દેહનું બરોડા મેડિકલ કોલેજમાં દાન કરવામાં આવ્યું છે.
છેલ્લા ૧૫ વર્ષથી બહેન બનેવી નીતા ષિકેશ ભટ્ટ ની સાથે સમા સાવલી રોડ શ્રીનાથ હાઇટ્સમાં રહેતા જ્યોતિબેન કિશનલાલ ત્રિવેદી (ઉં.વ.૮૫) મૂળ નડિયાદના રહેવાસી હતા. તેમણે સી. એન. વિદ્યાલય આંબાવાડી અમદાવાદ માં કન્યા છાત્રાલયમાં રેક્ટર તરીકે ૧૧ વર્ષ સેવા આપી હતી. સ્કૂલમાં તેઓએ ગણિત અને હિન્દી વિષયો ભણાવવાની માનદ સેવા પણ આપી હતી. તેઓનું ગત ૩૧ મી તારીખે અવસાન થયું હતું. ૨૩ વર્ષ પહેલા તેમણે વ્યક્ત કરેલી ઇચ્છા અનુસાર તેમના પાર્થિવ દેહનું મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે દાન કરવામાં આવ્યું છે. તેઓ હિન્દી વિષયના વિશારદ હતા. પહેલેથી સ્કૂલમાં ભણતા છોકરાઓ માટે એમને ઘણી જ લાગણી હતી.










