gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નીતિશે રૂપિયા આપી વોટ ખરીદ્યા, જન સુરાજની હાર માટે હું જવાબદાર : પ્રશાંત | Nitish bought votes by gi…

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in INDIA
0 0
0
નીતિશે રૂપિયા આપી વોટ ખરીદ્યા, જન સુરાજની હાર માટે હું જવાબદાર : પ્રશાંત | Nitish bought votes by gi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ગાંધી મેદાનમાં 10 વર્ષ પછી કાલે નીતિશ સરકારના શપથ

– નીતિશ કુમારના જદયુની 25થી વધુ બેઠક આવશે તો રાજકારણ છોડી દઈશ કહેનારા પ્રશાંત કિશોરે યુ-ટર્ન લીધો

પટના : બિહારમાં એનડીએ સરકારની રચનાની તૈયારી અંતિમ તબક્કામાં છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર બુધવારે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને રાજીનામું આપશે. ગુરુવારે પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં ૧૦ વર્ષ પછી નીતિશ સરકારનો શપથ સમારંભ યોજાશે. બીજીબાજુ બિહારમાં પરિવર્તનનો દાવો કરતા ચૂંટણી મેદાનમાં ઝુકાવનારા પ્રશાંત કિશોરે એનડીએ પર રૂપિયા આપીને વોટ ખરીદવાનો આક્ષેપ મૂક્યો હતો. વધુમાં ચૂંટણીમાં પ્રશાંત કિશોરે જન સુરાજના પરાજયની જવાબદારી પોતાના માથે ઉઠાવી હતી.

બિહારમાં બુધવારે સવારે ભાજપના ધારાસભ્ય પક્ષની પ્રદેશ મુખ્યાલયમાં અને જદયુના ધારાસભ્ય પક્ષની મુખ્યમંત્રી આવાસ પર બેઠક યોજાશે. ત્યાર પછી વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં બપોરે એનડીએના ધારાસભ્ય પક્ષની બેઠક યોજાશે, જેમાં નીતિશ કુમારની એનડીએ ધારાસભ્ય પક્ષના નેતા તરીકે પસંદગી કરાશે. 

નીતિશ કુમાર રાજ ભવન જઈને રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને રાજીનામું આપશે. આ સાથે તેઓ એનડીએના સાથી પક્ષોનો સમર્થન પત્ર આપશે. નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારંભ પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં યોજાશે. આ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે. નીતિશ કુમાર ગુરુવારે ૧૦મી વખત મુખ્યમંત્રીપદના શપથ લેશે. નીતિશ કુમાર પહેલી વખત ૨૦૦૦માં  બિહારના મુખ્યમંત્રી બન્યા હતા.

દરમિયાન ચૂંટણી રણનીતિકારમાંથી નેતા બનેલા પ્રશાંત કિશોરે તેમના જન સુરાજ પક્ષના અપેક્ષા કરતાં વધુ ખરાબ પ્રદર્શન માટેની જવાબદારી પોતાના ખભા પર લીધી હતી. ચૂંટણી પરિણામ જાહેર થયાના પાંચ દિવસ પછી મીડિયા સામે આવેલા પ્રશાંત કિશોરે કહ્યું કે, અમે ખૂબ જ પ્રમાણિક્તાથી પ્રયત્નો કર્યા હતા, પરંતુ અમને સફળતા મળી નહીં. વ્યવસ્થા પરિવર્તનની વાત તો દૂર રહી અમે સત્તા પરિવર્તન પણ કરી શક્યા નહીં. જનતાનો વિશ્વાસ નહીં જીતી શકવા બદલ હું પ્રાયશ્ચિતરૂપે બે દિવસ પછી ભીતહરવા આશ્રમમાં એક દિવસનો મૌન ઉપવાસ કરીશ.

આ ચૂંટણીમાં જદયુની ૨૫થી વધુ બેઠકો આવશે તો રાજકારણમાંથી સન્યાસ લેવાના નિવેદનમાં પ્રશાંત કિશોરે યુ-ટર્ન લીધો હતો. પ્રશાંત કિશોરે અનેક ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે, જદયુને ૨૫થી વધુ બેઠકો આવશે તો તેઓ રાજકારણ છોડી દેશે. પરંતુ આ ચૂંટણીમાં જદયુને ૮૫ બેઠકો આવી છે. આ અંગે સવાલ કરાતા પ્રશાંત કિશોરે કહ્યું કે, મેં ક્યારેય એવું કહ્યું નહોતું કે હું બિહાર છોડી દઈશ. વધુમાં તેમણે નીતિશ કુમાર અને એનડીએ પર રૂપિયા આપીને વોટ ખરીદવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે ચૂંટણી પહેલાં મહિલાઓને અપાયેલા ૧૦ હજારના કારણે એનડીએને વોટ મળ્યાનો દાવો કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિશ્વમાં પેટ્રોલ-ડીઝલનું સંકટ, આપણે એક થઈને પડકારોનો સામનો કરીશું: ‘મન કી બાત’માં PM મોદીની અપીલ | p…
INDIA

વિશ્વમાં પેટ્રોલ-ડીઝલનું સંકટ, આપણે એક થઈને પડકારોનો સામનો કરીશું: ‘મન કી બાત’માં PM મોદીની અપીલ | p…

March 29, 2026
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…
INDIA

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…

March 29, 2026
ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ
INDIA

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

March 29, 2026
Next Post
શહેરના તરસમીયા ફિલ્ટર હેઠળના વિસ્તારમાં ચારમાંથી 3 દિવસ પાણી કાપ રહેતા દેકારો | Water supply cut off…

શહેરના તરસમીયા ફિલ્ટર હેઠળના વિસ્તારમાં ચારમાંથી 3 દિવસ પાણી કાપ રહેતા દેકારો | Water supply cut off...

વૈશ્વિક સોનામાં ફન્ડોની નીચા મથાળે લેવાલી: ઘરઆંગણે રેન્જ બાઉન્ડ સ્થિતિ | Global gold fund buying at …

વૈશ્વિક સોનામાં ફન્ડોની નીચા મથાળે લેવાલી: ઘરઆંગણે રેન્જ બાઉન્ડ સ્થિતિ | Global gold fund buying at ...

તમામ સંસ્થાઓનો દાટ વાળી દેવાયો, કંઈ જ સ્વતંત્ર બચ્યું નથી : સુપ્રીમ કોર્ટ કેમ અકળાઈ? | Investigative…

તમામ સંસ્થાઓનો દાટ વાળી દેવાયો, કંઈ જ સ્વતંત્ર બચ્યું નથી : સુપ્રીમ કોર્ટ કેમ અકળાઈ? | Investigative...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : ડોમિનિકન રિપબ્લિકમાં નાઈટક્લબની છત તૂટતાં મોટો અકસ્માત, 27 લોકોના મોત, 150થી વધુને ઈજા | 27 …

VIDEO : ડોમિનિકન રિપબ્લિકમાં નાઈટક્લબની છત તૂટતાં મોટો અકસ્માત, 27 લોકોના મોત, 150થી વધુને ઈજા | 27 …

12 months ago
ઇરાન યુદ્ધ બાદ વૈશ્વિક સોનામાં પીછેહઠ જ્યારે ક્રિપ્ટોમાં તેજી | Global gold retreats after Iran war …

ઇરાન યુદ્ધ બાદ વૈશ્વિક સોનામાં પીછેહઠ જ્યારે ક્રિપ્ટોમાં તેજી | Global gold retreats after Iran war …

2 weeks ago
એલ્વિશ યાદવના ઘરે ફાયરિંગ કરનારા શૂટરનું એન્કાઉન્ટર, ઈશાંત ઉર્ફે ઈશુના પગમાં ગોળી વાગી | Encounter w…

એલ્વિશ યાદવના ઘરે ફાયરિંગ કરનારા શૂટરનું એન્કાઉન્ટર, ઈશાંત ઉર્ફે ઈશુના પગમાં ગોળી વાગી | Encounter w…

7 months ago
ખેડા જિલ્લાના કપડવંજમાં ડમ્પરે જેસીબીને ટક્કર મારતા 3 શ્રમિકો કચડાયા, બેના દુઃખદ મોત | kheda kapadva…

ખેડા જિલ્લાના કપડવંજમાં ડમ્પરે જેસીબીને ટક્કર મારતા 3 શ્રમિકો કચડાયા, બેના દુઃખદ મોત | kheda kapadva…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News