gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નેતાઓના કાર્યક્રમમાં ભરપેટ ભોજનના મોંઘા થાળ, બાળકોને નાસ્તો રૂ. 5નો, મુખ્યમંત્રી પૌષ્ટિક આહાર યોજનાન…

G METRO NEWS by G METRO NEWS
March 27, 2026
in GUJARAT
0 0
0
નેતાઓના કાર્યક્રમમાં ભરપેટ ભોજનના મોંઘા થાળ, બાળકોને નાસ્તો રૂ. 5નો, મુખ્યમંત્રી પૌષ્ટિક આહાર યોજનાન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Mid-Day Meal Crisis: રાજ્ય સરકાર એક તરફ ‘કુપોષણ મુક્ત ગુજરાત’ના દાવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, છતાં વાસ્તવિકતા એ છે કે આજે પણ રાજ્યમાં 2 લાખ બાળકો કુપોષિત છે. આવી ગંભીર સ્થિતિ હોવા છતાં, રાજ્યની 32 હજારથી વધુ શાળાઓમાં બાળકોને આપવામાં આવતા અલ્પહારના પ્રમાણમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એક બાજુ મંત્રીઓ અને અધિકારીઓના સરકારી કાર્યક્રમોમાં 400થી 500 રૂપિયાની મોંઘી ડિશોની જ્યાફતો ઉડે છે, જ્યારે બીજી બાજુ ધોરણ 8 સુધીના બાળકોને માત્ર 5 રૂપિયાની મર્યાદામાં એક-એક ગ્રામ જોખી-તોળીને નાસ્તો આપવામાં આવે છે, જે સરકારની બેવડી નીતિ સામે ગંભીર સવાલો ઉભા કરે છે.

એનજીઓને ચૂકવણી વધારે અને ભોજન ઠંડું

વર્ષ 2024માં રાજ્યની 32,277 શાળાઓના આશરે 38 લાખ વિદ્યાર્થીઓને બપોરના ભોજન ઉપરાંત વધારાનો અલ્પહાર આપવા માટે ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પહાર યોજના’ શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને કુપોષણથી બચાવવાનો છે, જે અંતર્ગત બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય શરૂ થાય તે પહેલાં પ્રાર્થના સમયે પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે. આ અલ્પહાર માટે વિદ્યાર્થીદીઠ દૈનિક 5 રૂપિયાની રકમ નક્કી કરવામાં આવી હતી, પરંતુ સતત વધતી જતી મોંઘવારી છતાં સરકાર દ્વારા આ બજેટમાં હજુ સુધી કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

ભોજનની ગુણવત્તા પર સવાલ

પીએમ પોષણ યોજના અંતર્ગત 5000 જેટલા કેન્દ્રો પર ભોજન પહોંચાડવા માટે એનજીઓને જવાબદારી સોંપવામાં આવી છે, પરંતુ આ બાબતે સરકારની બેવડી નીતિ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. જે શાળાઓમાં સ્થાનિક સ્તરે જ રસોઈ તૈયાર થાય છે, ત્યાંના સંચાલકોને એનજીઓની સરખામણીએ ઓછી રકમ ચૂકવવામાં આવે છે. વળી, સેન્ટ્રલાઈઝ્ડ કિચનમાંથી તૈયાર થઈને આવતું ભોજન બાળકો સુધી પહોંચે ત્યાં સુધીમાં સાવ ઠંડું પડી ગયું હોય છે. આ ઉપરાંત, શાળાઓમાં ભોજન બનાવતા કૂક અને હેલ્પરને આપવામાં આવતું વેતન પણ લઘુતમ વેતન ધારાના નિર્ધારિત દર કરતા ઓછું હોવાનું સામે આવ્યું છે.

નેતાઓના કાર્યક્રમમાં ભરપેટ ભોજનના મોંઘા થાળ, બાળકોને નાસ્તો રૂ. 5નો, મુખ્યમંત્રી પૌષ્ટિક આહાર યોજનાની પોલ ખુલી 2 - image

દર ગુરુવારે અપાતી સુખડીની યોજના બંધ

વર્ષ 2013-14માં પીએમ પોષણ યોજના હેઠળ અઠવાડિયામાં એક દિવસ સુખડી આપવાની યોજના શરૂ કરવામાં આવી હતી, જેના માટે 16 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2024માં આ રકમમાં 14 કરોડનો વધારો કરવામાં આવતા, અંદાજે કુલ 30 કરોડના ખર્ચે દર ગુરુવારે બાળકોને પૌષ્ટિક સુખડી પીરસવામાં આવતી હતી. જોકે, આ મહત્ત્વની યોજનાને હાલમાં સદંતર બંધ કરી દેવામાં આવી છે.

મોટાં બાળકોને ભૂખ્યા રહેવાનો વારો

શાળાની શરૂઆત સમયે આપવામાં આવતા પૌષ્ટિક નાસ્તાના પ્રમાણમાં મોટો કાપ મૂકવામાં આવ્યો છે. રોજના 50 ગ્રામ નાસ્તાના બદલે હવે માત્ર 38 ગ્રામ નાસ્તો આપવાનો આદેશ થતાં બાળકોને ભાગે માંડ એક ચમચો ચાટ અથવા સુખડીના બે બટકા જ આવશે. નાસ્તાનું આ ઓછું પ્રમાણ ધોરણ 5થી 7ના મોટા બાળકો માટે સાવ અપૂરતું માનવામાં આવે છે.

આ પણ વાંચો: અમરેલી: વડિયાના કુકાવાવમાં હિટ એન્ડ રનની ઘટના, અજાણ્યા વાહનની અડફેટે યુવકનું મોત

અલ્પહાર માટે નિર્ધારિત 5 રૂપિયાની મર્યાદામાં અગાઉ 50 ગ્રામ નાસ્તો આપવામાં આવતો હતો, જે હવે વિવિધ બહાના હેઠળ ઘટાડીને 6 દિવસના સરેરાશ 46.83 ગ્રામ કરી દેવામાં આવતા ભારે આશ્ચર્ય ફેલાયું છે. આ સ્થિતિમાં, ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહ્ન ભોજન કર્મચારી મંડળ દ્વારા અલ્પહારની રકમ વિદ્યાર્થીદીઠ 5 રૂપિયાથી વધારીને 7 રૂપિયા કરવાની પ્રબળ માંગણી કરવામાં આવી છે.

નેતાઓના કાર્યક્રમમાં ભરપેટ ભોજનના મોંઘા થાળ, બાળકોને નાસ્તો રૂ. 5નો, મુખ્યમંત્રી પૌષ્ટિક આહાર યોજનાની પોલ ખુલી 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન
GUJARAT

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન

August 10, 2026
કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી
GUJARAT

કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી

August 10, 2026
અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન
GUJARAT

અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન

August 10, 2026
Next Post
અમરેલી: વડિયાના કુકાવાવમાં હિટ એન્ડ રનની ઘટના, અજાણ્યા વાહનની અડફેટે યુવકનું મોત | youth Dies in Hit…

અમરેલી: વડિયાના કુકાવાવમાં હિટ એન્ડ રનની ઘટના, અજાણ્યા વાહનની અડફેટે યુવકનું મોત | youth Dies in Hit...

અમરેલી: ધારીના શેમરડી પાસે નિર્માણાધીન બ્રિજમાં બાઈક ખાબકતા યુવકનું કરૂણ મોત | Tragic Death in Amrel…

અમરેલી: ધારીના શેમરડી પાસે નિર્માણાધીન બ્રિજમાં બાઈક ખાબકતા યુવકનું કરૂણ મોત | Tragic Death in Amrel...

ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 2724 ઝોલાછાપ ડૉક્ટર ઝડપાયા, 169 પાસે તો ડિગ્રી જ નકલી | Fake Doctors in G…

ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 2724 ઝોલાછાપ ડૉક્ટર ઝડપાયા, 169 પાસે તો ડિગ્રી જ નકલી | Fake Doctors in G...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે : રાહુલ | PM’s appeal to people is proof of…

વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે : રાહુલ | PM’s appeal to people is proof of…

3 months ago
જેમ્સ-જવેલરીની નિકાસ મે મહિનામાં 2.49 ટકા ઘટીને 205 કરોડ ડોલર | Gems and jewellery exports fall 2 49…

જેમ્સ-જવેલરીની નિકાસ મે મહિનામાં 2.49 ટકા ઘટીને 205 કરોડ ડોલર | Gems and jewellery exports fall 2 49…

2 months ago
ઔરંગઝેબની કબરનો વિવાદ આરએસએસના વરિષ્ઠ નેતાએ બીન જરુરી ગણાવ્યો | Senior RSS leader calls Aurangzeb’s …

ઔરંગઝેબની કબરનો વિવાદ આરએસએસના વરિષ્ઠ નેતાએ બીન જરુરી ગણાવ્યો | Senior RSS leader calls Aurangzeb’s …

1 year ago
સોના-ચાંદીમાં તોફાની તેજી, ચાંદીમાં એકઝાટકે ₹15,000 તો સોનામાં ₹3,100થી વધુનો ઉછાળો | Gold Silver Pr…

સોના-ચાંદીમાં તોફાની તેજી, ચાંદીમાં એકઝાટકે ₹15,000 તો સોનામાં ₹3,100થી વધુનો ઉછાળો | Gold Silver Pr…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News