
– ઓવૈસીના પક્ષનું રજિસ્ટ્રેશન રદ કરવાની માગ સુપ્રીમે ફગાવી
– ઓવૈસીનો પક્ષ ઇસ્લામિક શિક્ષણ, શરિયત કાયદાને પ્રોત્સાહન આપવાની વાત કરે છે, રજિસ્ટ્રેશન રદ થવું જોઇએ : અરજદાર
નવી દિલ્હી : દેશમાં જાતિના નામે થતા રાજકારણને લઇને સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી, સાથે જ કહ્યું હતું કે આ પ્રકારનું રાજકારણ દેશ માટે ખતરનાક સાબિત થઇ શકે છે. અસદુદ્દીન ઓવૈસીના પક્ષ એઆઇએમઆઇએમનું રાજકીય પક્ષ તરીકેનું રજિસ્ટ્રેશન રદ કરવાની માગ સાથે એક અરજી સુપ્રીમ કોર્ટમાં થઇ હતી, જોકે સુપ્રીમ કોર્ટે આ માગણી ફગાવી હતી સાથે જ જાતિના રાજકારણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. અને કહ્યું હતું કે કેટલાક એવા પક્ષો છે કે જે જાતિના નામે રાજકારણ કરે છે જે દેશ માટે ખતરનાક છે.










