![]()
વડોદરા,હરણી રોડની સોસાયટીમાં પરિવાર ઘરમાં સૂતો હતો. તે દરમિયાન ત્રાટકેલી ચોર ટોળકી ઘરમાંથી સોનાના દાગીના અને રોકડા મળીને કુલ ૧.૫૫ લાખની મતા લઇને ફરાર થઇ ગઇ હતી.
હરણી રોડ શ્રીરામ મંદિર સોસાયટીમાં રહેતા અને ટ્રાવેલિંગનો ધંધો કરતા ચિરાગ નવીનચંદ્ર સોલંકીએ કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે રાતે હું તથા મારી પત્ની મારી બીમાર બહેનની ખબર જોવા માટે તેના ઘરે શાંતનુ સોસાયટી, એરપોર્ટ સર્કલની પાછળ ગયા હતા. મારા માતા, પિતાા તથા પુત્ર ઘરે સૂઇ ગયા હતા. રાતે સવા બાર વાગ્યે હું તથા મારી પત્ની ઘરે પરત આવ્યા હતા. ઘરમાં જઇને જોયું તો ઉપરના માળનો દરવાજો ખુલ્લો હતો અને સામાન વેરવિખેર હતો. તિજોરીનો દરવાજો તૂટેલી હાલતમાં હતો. ચોર ટોળકી ઘરમાંથી સોનાના દાગીના તથા રોકડા ૩૪ હજાર મળીને કુલ રૃપિયા ૧.૫૫ લાખની મતા લઇ ગઇ હતી.










