
૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ પહલગામમાં લશ્કર-એ-તૈબાના પ્રોક્સી TRFએ ૨૬ પ્રવાસીઓ પર હુમલો કર્યો. તમામ પુરુષોને જ નિશાન બનાવી તેઓનું મોત નીપજાવ્યું હતું. NIAએ ષડયંત્રમાં સામેલ ૧૫ સ્થાનિકોને પકડી પાડયા. તે પછી જુલાઈમાં ઓપરેશન મહાદેવમાં આ ઘટનાને અંજામ આપનાર ૩ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતાં.હવે નિયા દ્વારા LeT, TRF અને ૬ વ્યક્તિઓ વિરુદ્ધ ૧૫૯૭ પાનાની આ હુમલા અંગેની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ હુમલાએ ઓપરેશન સિંદૂરને જન્મ આપ્યો હતો.










