gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાડલીયાકાંડ મામલે 500 સામે ફરિયાદ, 1000 જવાનો તૈનાત; પહેલા પોલીસે લાઠીચાર્જ કર્યાનો ગામલોકોનો આરોપ |…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
પાડલીયાકાંડ મામલે 500 સામે ફરિયાદ, 1000 જવાનો તૈનાત; પહેલા પોલીસે લાઠીચાર્જ કર્યાનો ગામલોકોનો આરોપ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Danta Padaliya Stone Pelting Case: બનાસકાંઠાના દાંતા તાલુકાના પાડલીયા ગામમાં 13 ડિસેમ્બરે વન વિભાગ, પોલીસ અને રેવન્યુ વિભાગના અધિકારીઓ પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક PI સહિત 47 જવાનો ઘાયલ થયા હતા. ત્યારે આજે આ મામલે પોલીસે 27 નામજોગ સહિત 500 લોકો સામે FIR દાખલ કરી છે. ગુનેગારોને પકડી લેવા 3 DySP, 10 PI, 12 PSI તેમજ 400 જેટલા પોલીસ કર્મીઓ પંચનામાની કાર્યવાહીમાં જોતરાયા છે. તો બીજી તરફ હજારથી પણ વધુ પોલીસ કર્મચારીઓનો કાફલો અંબાજી આસપાસમાં ખડકી દેવામાં આવ્યો છે. 

અંબાજીમાં પોલીસના ધાડેધાડા ઉતર્યા

અંબાજીમાં પાડલીયા ગામમાં બનેલા બનાવ બાદ અંબાજી અને આસપાસમાં વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે.  કોઈપણ સમયે પાડલીયા ગામમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરી હુમલાખોરની ધરપકડ થઈ શકે છે. તે માટે મોટી સંખ્યામાં પોલીસ જવાનો બનાવ આસપાસના વિસ્તારમાં ઉતારવા આવ્યા છે. FSLની ટીમ સહિત પંચાનામું કરવાની તૈયારી પણ કરી લેવામાં આવી છે. 

પાડલીયાકાંડ મામલે 500 સામે ફરિયાદ, 1000 જવાનો તૈનાત; પહેલા પોલીસે લાઠીચાર્જ કર્યાનો ગામલોકોનો આરોપ 2 - image

ગઇકાલે શું બન્યું હતું?

13 ડિસેમ્બરના રોજ અંબાજી નજીક આવેલા પાડલીયા ગામે ફોરેસ્ટની જમીન વિવાદ બાદ બબાલ થઈ હતી. આ દરમિયાન સ્થાનિક લોકોના ટોળાએ પહેલા ફોરેસ્ટ ટીમ અને બાદમાં પોલીસ ટીમ પર હુમલો થયો હતો. જેમાં PI આર.બી. ગોહિલ સહિત 45થી વધુ પોલીસ અને ફોરેસ્ટના કર્મીઓ અને અધિકારીઓ ઘાયલ થયા હતા. પથ્થરો, તલવાર અને તીર-કામઠાથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં PI આર બી. ગોહિલને PIને કાનના ભાગે તીર વાગતા બેભાન થયા હતા. PI સહિતના ઘાયલ કર્મીઓને અંબાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

સ્થાનિકોનું શું કહેવું છે?

પાડલીયા ગામના સ્થાનિકો અને અસરગ્રસ્તોએ મીડિયા સામે હૈયા વરાળ ઠાલવતાં તંત્ર પર દોષનો ટોપલો ઢોળ્યો છે. કહ્યું હતું કે ‘અધિકારીઓએ તેમના પર લાઠીચાર્જ કર્યો હતો જે બાદ  પરિસ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ હતી. 2006ના કાયદા મુજબ ગામના લોકો જમીન માટે પોતાની સનદ (માલિકી હક્કના દસ્તાવેજ)ની માંગ કરી હતી. આ અંગે વનવિભાગ સાથે બેઠક કરવાની હતી. પણ કોઈ જાણ કર્યા વગર કાર્યવાહી કરવામાં આવી જેથી લોકોમાં રોષ હતો.  કોઈપણ પૂર્વ સૂચના કે નોટિસ આપ્યા વગર જ JCB મશીન વડે એક્શન લેવાની શરૂઆત કરવામાં આવી હતી. જેના કારણે સંઘર્ષ ઊભો થયો હતો.’

આ પણ વાંચો: અમદાવાદના મેમકોમાં અસામાજિક તત્ત્વોનો આતંક, બર્થ ડે ઉજવીને રોડ બાનમાં લીધો, ટ્રાવેલ્સની ઓફિસમાં કરી તોડફોડ

‘હુમલાખોર કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં’

ઘટના બાદ DySPએ કહ્યું છે કે હુમલાખોરો સામે કાયદેસરની કાર્યવાહીને આગળ વધારવા માટે ટીમ પાડલીયા ગામ જવા રવાના થઈ છે. પંચનામું અને કોમ્બિંગની કાર્યવાહી દ્વારા હુમલામાં સંડોવાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. સરકારી કામકાજમાં રૂકાવટ અને હુમલો કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં તેવી સ્પષ્ટ ચેતવણી પણ પોલીસ દ્વારા આપવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…
GUJARAT

‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…

March 31, 2026
ભાવનગરના 22 વર્ષીય બ્રેઇનડેડ યુવાનના એક લીવર અને બે કિડનીનું દાન, સિવિલ હોસ્પિટલમાં 233મું અંગદાન | …
GUJARAT

ભાવનગરના 22 વર્ષીય બ્રેઇનડેડ યુવાનના એક લીવર અને બે કિડનીનું દાન, સિવિલ હોસ્પિટલમાં 233મું અંગદાન | …

March 31, 2026
મહુવા લાંચ કેસ: તત્કાલીન મામલતદાર જે.સી. મહેતા વિરુદ્ધ ACBનો ગુનો દાખલ, 50 હજારની લાંચની કરી હતી માં…
GUJARAT

મહુવા લાંચ કેસ: તત્કાલીન મામલતદાર જે.સી. મહેતા વિરુદ્ધ ACBનો ગુનો દાખલ, 50 હજારની લાંચની કરી હતી માં…

March 31, 2026
Next Post
અમદાવાદના મેમકોમાં અસામાજિક તત્ત્વોનો આતંક, બર્થ ડે ઉજવીને રોડ બાનમાં લીધો, ટ્રાવેલ્સની ઓફિસમાં કરી …

અમદાવાદના મેમકોમાં અસામાજિક તત્ત્વોનો આતંક, બર્થ ડે ઉજવીને રોડ બાનમાં લીધો, ટ્રાવેલ્સની ઓફિસમાં કરી ...

પરિવાર ધાર્મિક પ્રસંગમાં ગયો અને તસ્કરો મકાનમાંથી ૮.૮૫ લાખ ચોરી ગયા | The family went to a religious…

પરિવાર ધાર્મિક પ્રસંગમાં ગયો અને તસ્કરો મકાનમાંથી ૮.૮૫ લાખ ચોરી ગયા | The family went to a religious...

દહેગામના રામનગરમાં બંધ મકાનનું તાળું તોડી ૭.૬૨ લાખની ચોરી | 7 62 lakhs stolen after breaking the loc…

દહેગામના રામનગરમાં બંધ મકાનનું તાળું તોડી ૭.૬૨ લાખની ચોરી | 7 62 lakhs stolen after breaking the loc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઝૂલતા પુલની દુર્ઘટનાને યાદ કરતા આંખમાં અશ્રુઓનો દરિયો છલકાય છે

ઝૂલતા પુલની દુર્ઘટનાને યાદ કરતા આંખમાં અશ્રુઓનો દરિયો છલકાય છે

5 months ago
દોલારાણા વાસણામાં ચાર શખ્સોનો યુવક પર પાઇપ અને ધોકાથી હુમલો | Four men attack a youth with a pipe an…

દોલારાણા વાસણામાં ચાર શખ્સોનો યુવક પર પાઇપ અને ધોકાથી હુમલો | Four men attack a youth with a pipe an…

2 weeks ago
‘કૌશિક તારી છાપ બગડતી જાય છે… પછી તકલીફ પડશે’, પાટીલનું ધારાસભ્ય સાથે તોછડું વર્તન | c r patil aud…

‘કૌશિક તારી છાપ બગડતી જાય છે… પછી તકલીફ પડશે’, પાટીલનું ધારાસભ્ય સાથે તોછડું વર્તન | c r patil aud…

6 months ago
ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, નવો આઈટી કાયદો 1 એપ્રિલથી અમલમાં | No change in tax slabs new IT law…

ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, નવો આઈટી કાયદો 1 એપ્રિલથી અમલમાં | No change in tax slabs new IT law…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News