![]()
છાણીના એકતાનગરમાં પાણીની સમસ્યાથી કંટાળી રહીશોએ આજે મ્યુ. કમિશનરની ઓફિસ બહાર માટલા ફોડી વિરોધ દર્શાવ્યો હતો.
વોર્ડ 2માં સમાવિષ્ટ છાણી વિસ્તારના એકતાનગર (સનતનગર)માં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી પાણીની સમસ્યા હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી છે. પાણી માટે તરસેલા રહીશો આપની આગેવાનીમાં મોટી સંખ્યામાં મ્યુ. કમિશનરની ઓફિસ ખંડેરાવ માર્કેટ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો. રહીશોએ “પાણી આપો”ના સૂત્રોચ્ચાર સાથે સત્તાધીશો વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી હતી. તેમની ફરિયાદ છે કે, છેલ્લા બે વર્ષથી પાણીની સમસ્યા ચાલી રહી છે, પરંતુ છેલ્લા 15 દિવસથી તો બિલકુલ પાણી મળતું નથી. કોર્પોરેશન તરફથી મળતું પાણી પણ ખૂબ ઓછું અને દૂષિત હોવાથી આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે, આ સમસ્યાને કારણે લગભગ 500 પરિવારો મુશ્કેલીમાં છે અને પાણી ખરીદવું પડે છે, અનેક વખત કોર્પોરેશનને રજૂઆતો કર્યા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, સોમવારે પણ રહીશોએ છાણી જકાતનાકા પાણીની ટાંકી ખાતે પહોંચીને પાણીની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો.









