
– મૃતક પાયલટ સુમિતના 91 વર્ષીય પિતા ન્યાય માટે સુપ્રીમ પહોંચ્યા
– પાયલટ પુત્રને અપાઇ રહેલા દોષનો બોજ પિતાએ માથે લઇને ના ફરવું જોઇએ તેવી સુપ્રીમ કોર્ટની સલાહ
– પાયલટના પિતાની સ્વતંત્ર તપાસની માગ પર સુપ્રીમની નોટિસ
નવી દિલ્હી: અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું તે ઘટનાની સ્વતંત્ર તપાસની માગણી કરતી અરજી પાયલટના પિતા દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. જેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો હતો. સાથે જ આ અકસ્માતમાં મૃત્યુ પામેલા પાયલટ સુમિત સભરવાલના પિતા પુષ્કરરાજને કહ્યું હતું કે આ મામલામાં પાયલટને દોષ ના આપવો જોઇએ.










