![]()
50થી વધુ લોકો ભેગા થતા હોય તેવી જગ્યાએ દુર્ઘટના રોકવા માટે સુરત પાલિકાએ 9 જુલાઈ 2025 ના રોજ મિલ્ક મતદાર પાલિકાના અધિકારીઓ સહિત ની જવાબદારી નક્કી થાય તેવા પ્રકારની SOP બનાવી હતી. સરકારની સુચના બાદ પાલિકાએ SOP તો તીવ્ર ગતિથી બનાવી દીધી પરંતુ તેનો અમલ કરવામાં ઢીલાસ જોવા મળી રહી છે. પાલિકાએ આ SOP બાદ લિંબાયત ઝોનમાં આવેલી 116 ટેક્સટાઇલ માર્કેટ ને SOPના અમલ તથા એફિડેવિટ મુદ્દે નોટીસ આપી હતી. પરંતુ આ SOP જાહેર થયાના ચાર મહિના બાદ માત્ર ચાર જ માર્કેટે એફિડેવિટ આપી છે. જે માર્કેટ એફિડેવિટ આપી નથી તેવી માર્કેટ સામે ઝોન દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી ન હોવાથી ફરી દુર્ઘટના બની છે.
સુરતના તક્ષશિલા અને શિવ શક્તિ માર્કેટ અને રાજકોટના ગેમ ઝોન દુર્ગટના બાદ ગુજરાત સરકારે 50 કે તેથી વધુ લોકો ભેગા થતા હોય તેવી મિલ્કતોને ઓળખી અને તેના માટે SOP તૈયાર કરવા માટે તાકીદ કરી હતી. પાલિકાએ SOP માટે ફાસ્ટ કામગીરી કરી અને 9 જુલાઈ 2025 ના રોજ 50 થી વધુ લોકો ભેગા થતા હોય ત્યાં દુર્ઘટના રોકવા માટે SOP જાહેર કરી હતી.
સુરત પાલિકાએ ટેક્સટાઇલ માર્કેટ અને ડાયમંડ યુનિટ સહિત જુદી જુદી નવ કેટેગરી નક્કી કરી SOP બનાવી અને હવે તેના અમલ માટે ઝોનને કામગીરી સોંપવામાં આવી હતી. આ નવી નીતિ પ્રમાણે ઝોન દ્વારા 50 થી વધુ લોકો ભેગા થતા હોય તેવી સંસ્થા અને જગ્યાની માહિતી ભેગી કરી હતી અને નોટિસ આપવાની કામગીરી પણ શરૂ કરી હતી. લિંબાયત ઝોનમાં અત્યાર પાલિકાની SOP અંતર્ગત 116 ટેક્સટાઇલ માર્કેટ ને નોટિસ આપી દીધી છે. નોટીસ આપ્યાને ચાર મહિનાનો સમય થઈ ગયો હોવા છતાં માત્ર ચાર ટેક્સટાઇલ માર્કેટ દ્વારા બીયુ પરમીશન પછી કોઈ ગેરકાયદે બાંધકામ થયું નથી અને મિલ્કત કાયદેસરની છે સહિતના અન્ય મુદ્દાઓ માટે એફિડેવિટ કરવામાં આવ્યું નથી.
જોકે, ચાર મહિના બાદ પણ 116 માંથી 112 માર્કેટ દ્વારા SOP મુદ્દે એફિડેવિટ કરવામાં આવી ન હોવા છતાં લિંબાયત ઝોન દ્વારા ગંભીર બેદરકારી દાખવી કોઈ માર્કેટ સામે કામગીરી કરી નથી. પાલિકાની નબળી કામગીરીને કારણે ઝડપભેર બનાવેલી SOP નો અમલ ઝીરો જોવા મળી રહ્યો છે.
શોપિંગ મોલ- હીરા- કાપડ ઉદ્યોગ કેટેગરીમાં 400 મિલકત હોવાનો સર્વે થયો હતો
સુરત પાલિકાએ SOP બનાવી તે પહેલાં દરેક ઝોનમાં એક સર્વે કર્યો હતો આ સર્વેમાં 7642 જેટલી મિલકત શોધી કાઢી હતી જેમાં 50 કે તેથી વધુ લોકો ભેગા થતા હોય. પ્રારંભિક સર્વેમાં 50 થી વધુ લોકો ભેગા થતા હોય તેવી આટલી મિલ્કત મળી આવી હતી.
પાલિકાએ જે સર્વે કર્યો હતો જેમાં શહેરમાં શૈક્ષણિક ઇન્સ્ટી.ની કેટેગરીમાં આવતી અંદાજે 2950, નાની-મોટી 1300થી વધુ હોસ્પિટલો, 290થી વધુ બેન્કવેટ હોલ, કોમ્યુનિટી હોલ, 1150 જેટલા ફુડ કોર્ટ, પબ્લિક રેસ્ટોરેન્ટ, 69 ગેમઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક, 400 શોપિંગ મોલ, મેગા સ્ટોર, સુપર માર્કેટ, 150થી વધુ સિનેમાગૃહ, મલ્ટીપ્લેકસ, ઓડિટોરીયમ મળી અંદાજે 1300 જેટલા નાની-મોટી ધાર્મિક મિલકતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શોપિંગ મોલ કેટેગરીમાં એટલે કે હીરા એકમો, કાપડ માર્કેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો તે કેટેગરીમાં 400 મિલકત હોવાનું નોંધાયું હતું.
પાલિકાએ 50 થી વધુ લોકો ભેગા થતા હોય તેવી જગ્યાએ આગ અકસ્માત ના ગુના રોકવા માટે જે SOP બનાવી હતી તેમાં મિલકતદારો પાસે પ્લાન પ્રમાણે બાંધકામ થયું હોવા સાથે બીયુ પરમિશન બાદ કોઈ નવું બાંધકામ કર્યું નથી તેની પણ બાંહેધરી આપવાનો ઉલ્લેખ છે સાથે સાથે કર્મચારી અધિકારીઓની જવાબાદરીનો પણ ઉલ્લેખ કરાયો છે.
પાલિકાએ જે સર્વે કર્યો હતો તેમાં SOPમાં મિલકતદારો સાથે સાથે સ્થળ તપાસ કરનાર અધિકારીઓ, કર્મચારીઓની પણ સીધી જવાબદારી નક્કી કરવાનો ઉલ્લેખ કરાયો છે. રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ બાદ ઝોનના કર્મચારીઓએ એસ.ઓ.પી.ના અમલ માટે બેદરકારી દાખવી છે તો એસ.ઓ.પી.ની ગાઈડ લાઈન પ્રમાણે પાલિકાના અધિકારીઓ- કર્મચારીઓની જવાબદારી નક્કી થશે કે નહીં તે પણ ચર્ચાનો વિષય છે.










