gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પુતિન કે ટ્રમ્પ નહીં… પ્રજાસત્તાક દિવસે આ શક્તિશાળી લીડર્સ બની શકે છે ભારતના ચીફ ગેસ્ટ | European …

G METRO NEWS by G METRO NEWS
October 29, 2025
in INDIA
0 0
0
પુતિન કે ટ્રમ્પ નહીં… પ્રજાસત્તાક દિવસે આ શક્તિશાળી લીડર્સ બની શકે છે ભારતના ચીફ ગેસ્ટ | European …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Republic Day Chief Guests: આગામી વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભારત વિશ્વની એક શક્તિશાળી હસ્તીને આમંત્રિત કરશે. તેમાં ન તો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ છે કે ન તો રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન. તેમાં ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ કે જર્મની જેવા સુપરપાવર હેડનું પણ નામ નથી. સ્વાભાવિક છે કે, તેમાં ચીનના પ્રમુખનું નામ પણ નથી. તો પછી આ શક્તિશાળી હસ્તીઓ કોણ છે? તો તેમના નામ છે ઉર્સુલા વોન ડેર લેયેન અને એન્ટોનિયો કોસ્ટા છે. લેયેન યુરોપિયન કમિશનના અધ્યક્ષ છે, જ્યારે કોસ્ટા યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ છે.

નવી દિલ્હી અને બ્રસેલ્સ દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે

એક અહેવાલ પ્રમાણે ઔપચારિક આમંત્રણ અને સ્વીકૃતિ પ્રક્રિયા ચાલી રહી છે, અને પૂર્ણ થયા પછી નવી દિલ્હી અને બ્રસેલ્સ દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ભારતના દૃષ્ટિકોણથી પ્રજાસત્તાક દિવસના ચીફ ગેસ્ટ આમંત્રણ ખૂબ જ પ્રતીકાત્મક મહત્વ ધરાવે છે. નવી દિલ્હી વ્યૂહરચના અને આતિથ્યને સંતુલિત બનાવતા ચીફ ગેસ્ટની પસંદગી કરે છે, જેમાં વ્યૂહાત્મક-રાજદ્વારી કારણ, વ્યાપારી હિતો અને આંતરરાષ્ટ્રીય ભૂરાજનીતિ નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

EUનો ભારત સાથે દ્વિપક્ષીય સંબંધોને ઉચ્ચ સ્તરે લઈ જવાનો સંકલ્પ

આ વખતે EU નેતૃત્વને આમંત્રણ આપવું એ ભારત-EU વચ્ચેના સંબંધોમાં ઝડપી વૃદ્ધિનો સ્પષ્ટ સંકેત છે, ખાસ કરીને ફેબ્રુઆરી 2025થી જ્યારે EU કૉલેજ ઑફ કમિશનર્સે ભારતનો પ્રવાસ કર્યો હતો. તાજેતરના મહિનાઓમાં 27-સભ્ય EU સાથે ભારતના સંબંધો નોંધપાત્ર રીતે મજબૂત થયા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળના વહીવટની અનિશ્ચિત નીતિઓ વચ્ચે EUએ 20 ઑક્ટોબરના રોજ એક નવો વ્યૂહાત્મક એજન્ડા અપનાવ્યો, જેમાં ભારત સાથે દ્વિપક્ષીય સંબંધોને ઉચ્ચ સ્તરે લઈ જવાનો સંકલ્પ છે. 

આમાં ભારત-EU મુક્ત વેપાર કરાર(FTA)ની ચાલી રહેલી વાટાઘાટોને અંતિમ સ્વરૂપ આપવા અને ટૅક્નોલૉજી, સંરક્ષણ-સુરક્ષા અને જન-સંપર્ક સહયોગને વધુ ગાઢ બનાવવાનો સમાવેશ થાય છે. જાન્યુઆરીમાં EU નેતાઓની ભારત મુલાકાત દરમિયાન દિલ્હીમાં જ ભારત-EU નેતાઓની સમિટનું આયોજન થશે, જે મૂળ 2026ની શરુઆતમાં યોજાવાની હતી. આનાથી બંને પક્ષોના વાટાઘાટકારો પર ડિસેમ્બર સુધીમાં FTA પૂર્ણ કરવા માટે દબાણ વધ્યું છે – આ પ્રતિબદ્ધતા ફેબ્રુઆરીમાં આર્થિક ભાગીદારી બેઠકોમાં કરવામાં આવી હતી.

આ આમંત્રણ ભારતની ‘મલ્ટી-અલાઇનમેન્ટ’ નીતિનો એક ભાગ

પ્રજાસત્તાક દિવસ પર મુખ્ય અતિથિ તરીકે EU નેતૃત્વની હાજરી માત્ર રાજદ્વારી જીત જ નહીં પરંતુ વૈશ્વિક મંચ પર ભારતની વધતી જતી ભૂમિકાને પણ રેખાંકિત કરશે. આ આમંત્રણ ભારતની ‘મલ્ટી-અલાઇનમેન્ટ’ નીતિનો એક ભાગ છે, જેમાં તે અમેરિકા, રશિયા અને યુરોપ સહિત તમામ મુખ્ય શક્તિ કેન્દ્રો સાથે સંતુલિત સંબંધો જાળવી રાખે છે. ટ્રમ્પ વહીવટીતંત્રની અનિશ્ચિતતા વચ્ચે EU સાથે જોડાણ ભારત માટે વેપાર, રોકાણ અને સંરક્ષણ ટૅક્નોલૉજીમાં નવી તકો આપશે.

આ પણ વાંચો: ફરી યુદ્ધના મેદાનમાં ઇઝરાયલ અને હમાસ! ટ્રમ્પે કરાવેલું સીઝફાયર તૂટવાના 5 મુખ્ય કારણ

FTA પૂર્ણ થવાથી ભારતને EU બજારમાં વધુ પ્રવેશ મળશે, જેનાથી તેની નિકાસમાં વધારો થશે. વધુમાં, સંરક્ષણ અને ડિજિટલ ટૅક્નોલૉજીમાં સહયોગ ભારતની ‘આત્મનિર્ભર ભારત’ પહેલને શક્તિ મળશે. જાન્યુઆરી સમિટમાં બંને પક્ષો આબોહવા પરિવર્તન, ડિજિટલ શાસન અને ઈન્ડો-પેસિફિક વ્યૂહરચના પર પણ ચર્ચા કરશે.

ભારત-EU ભાગીદારીના એક નવા યુગની શરુઆત

આ ઐતિહાસિક આમંત્રણ ભારત-EU ભાગીદારીના એક નવા યુગની શરુઆત છે. 26 જાન્યુઆરી 2026ના રોજ રાજપથ પર EU ધ્વજ લહેરાશે, ત્યારે તે માત્ર એક રાજદ્વારી સફળતા જ નહીં પરંતુ વૈશ્વિક સહયોગનું એક નવું ઉદાહરણ પણ સ્થાપિત કરશે. બંને પક્ષો વચ્ચે વિશ્વાસ અને સહકારની આ યાત્રા હવે નિર્ણાયક વળાંક પર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
હાલારમાં કમોસમી વરસાદનો કહેર : ખેડૂતોનો ખરીફ પાક નિષ્ફળ જતાં સાંસદે મુખ્યમંત્રી પાસે તાત્કાલિક રાહત …

હાલારમાં કમોસમી વરસાદનો કહેર : ખેડૂતોનો ખરીફ પાક નિષ્ફળ જતાં સાંસદે મુખ્યમંત્રી પાસે તાત્કાલિક રાહત ...

ટ્રમ્પે જાપાનમાં પણ ભારત-પાકિસ્તાન સીઝફાયરનો શ્રેય લીધો, PM મોદી અને શાહબાઝ શરીફ બંનેના વખાણ કર્યા |…

ટ્રમ્પે જાપાનમાં પણ ભારત-પાકિસ્તાન સીઝફાયરનો શ્રેય લીધો, PM મોદી અને શાહબાઝ શરીફ બંનેના વખાણ કર્યા |...

ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ બાદ આ નેતાઓને સોંપાઈ પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી | After Gujarat Cabi…

ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ બાદ આ નેતાઓને સોંપાઈ પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી | After Gujarat Cabi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 118 અબજ ડોલરની નેટવર્થ સાથે વિશ્વની ટોચની 25 કંપનીઓમાં સામેલ | /reliance indust…

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 118 અબજ ડોલરની નેટવર્થ સાથે વિશ્વની ટોચની 25 કંપનીઓમાં સામેલ | /reliance indust…

1 year ago
મહારાષ્ટ્રના આનંદ ગુ્રપના ઉદ્યોગપતિના પુત્રનું કારમાં અપહરણ કરનાર બે અપહરણકાર વડોદરામાં પકડાયા | two…

મહારાષ્ટ્રના આનંદ ગુ્રપના ઉદ્યોગપતિના પુત્રનું કારમાં અપહરણ કરનાર બે અપહરણકાર વડોદરામાં પકડાયા | two…

4 months ago
‘AC ગાડી છોડી લોકોની જેમ રસ્તા પર ફરો તો ખબર પડે…’ AMC કમિશનરે અધિકારીઓને તતડાવ્યાં | AMC Commissi…

‘AC ગાડી છોડી લોકોની જેમ રસ્તા પર ફરો તો ખબર પડે…’ AMC કમિશનરે અધિકારીઓને તતડાવ્યાં | AMC Commissi…

7 months ago
સેન્સેક્સમાં 3000 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 25000 નજીક, રોકાણકારોને 16.11 લાખ કરોડની ધૂમ કમાણી | sensex…

સેન્સેક્સમાં 3000 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 25000 નજીક, રોકાણકારોને 16.11 લાખ કરોડની ધૂમ કમાણી | sensex…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News