
– રવિવારે વહેલી સવારે 4.20 વાગ્યે મંદિર નજીક ઘટના બની
– ઘટનામાં 50થી વધુ શ્રદ્ધાળુ ઘાયલ, મૃતકોના પરિવારને 25 લાખની સહાયની રાજ્ય સરકારની જાહેરાત
– મુખ્યમંત્રીએ વ્યવસ્થામાં ખામી બદલ માફી માગી, એક ડીએસપી સહિત બે અધિકારીઓને સસ્પેન્ડ કરાયા
પુરી: ઓડિશાના પુરીમાં રવિવારે સવારે ભગવાન જગન્નાથની રથયાત્રામાં ફરી ધક્કામુક્કી થઇ હતી, શનિવારની ઘટનામાં ૬૦૦થી વધુ લોકો ઘવાયા હતા જ્યારે રવિવારની ઘટનામાં બે મહિલાઓ સહિત ત્રણ લોકો માર્યા ગયા હતા. જેને પગલે રથયાત્રામાં સુરક્ષા વ્યવસ્થાને લઇને રાજ્ય સરકાર ઘેરાઇ છે.










