gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પૂર્વ જનરલ નરવણેનું પુસ્તક લઈને સંસદ પહોંચ્યા રાહુલ ગાંધી, કહ્યું- ‘PM મોદી આવશે તો ગિફ્ટ કરીશ’ | lo…

G METRO NEWS by G METRO NEWS
February 4, 2026
in INDIA
0 0
0
પૂર્વ જનરલ નરવણેનું પુસ્તક લઈને સંસદ પહોંચ્યા રાહુલ ગાંધી, કહ્યું- ‘PM મોદી આવશે તો ગિફ્ટ કરીશ’ | lo…
1
VIEWS
Share on FacebookShare on Twitter

MM Naravane Book Controversy: લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી દેશના પૂર્વ સેના પ્રમુખ એમએમ નરવણેના પુસ્તકને સતત મુદ્દો બનાવી કેન્દ્ર સરકારને ઘેરી રહ્યા છે. પુસ્તકમાં ચીન સાથે સરહદ વિવાદથી જોડાયેલા પ્રકરણને રાહુલ ગાંધીએ જ્યારે સંસદમાં ઉઠાવ્યો તો તેમને બોલવાની મંજૂરી અપાઈ ન હતી. હવે સંસદ બહાર રાહુલ ગાંધીએ મોરચો માંડ્યો છે, પૂર્વ સેના પ્રમુખના પુસ્તક સાથે પ્રદર્શન કર્યું હતું તેને હવામાં લહેરાવીને કહ્યું હતું કે, ‘આ પુસ્તક વિદેશમાં ઉપલબ્ધ છે, આજે જ્યારે વડાપ્રધાન મોદી સંસદમાં આવશે ત્યારે તેમણે આ પુસ્તક ભેટ આપીશ.’

નરવણેનું  પુસ્તક બતાવી મોદી સરકાર પર પ્રહાર

રાહુલ ગાંધીએ પુસ્તક બતાવી દાવો કર્યો કે, મને લાગે છે કે નરવણેનું આ પુસ્તક વિદેશમાં મળે છે, તે વિદેશમાં પબ્લિશ થઈ ચૂક્યું છે, જ્યારે સરકાર અહીં તેને પબ્લિશ કરવા દેતી નથી. મને એવું લાગી રહ્યું છે..’ દેશની સુરક્ષાનો ઉલ્લેખ કરતાં મોદી સરકાર પર આકરા પ્રહાર કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશની સુરક્ષા જ્યારે ગંભીર સંકટ પર હતી ત્યારે મોદીજી રાજનૈતિક જવાબદારીથી હાથ અધ્ધર કરી દીધા હતા, જનરલ નરવણે ખુદ લખે છે કે તે સમયે તેમણે અહેસાસ થયો હતો કે રાજનૈતિક નેતૃત્વએ સેનાને એકલા મૂકી દીધી હતી..’

કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધીને કર્યું સૂચન

આ સાથે રાહુલ ગાંધીએ લોકસભામાં બોલવા દેવામાં આવતા નથી તેવો દાવો કરી જણાવ્યું હતું કે, ‘મને સંસદમાં બોલવાથી રોકવામાં આવે છે, દેશ સરકારને સવાલ પૂછી રહ્યો છે પણ સરકાર જવાબ દેવાથી ભાગી રહી છે.’ આ વચ્ચે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ પુસ્તક વિવાદ અંગે કહ્યું કે, ‘તેમણે જે કોપી આપવી હોય તે આપી શકે છે, આ પ્રકારની ભૂમિકા રાખવી યોગ્ય નથી, રાહુલ ગાંધીનું નિવેદન ઠીક નથી, વિપક્ષ નેતા છે તેમણે આ પ્રકારના નિવેદનથી બચવું જોઈએ, નરેન્દ્ર મોદી સંસદમાં આવશે પોતાનું ભાષણ આપશે’

રાહુલને ભાષણ કરતા અટકાવાતા ભડક્યા હતા

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે 3 ફેબ્રુઆરીએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સંસદમાં ભાષણ આપી શક્યા નહીં. તેઓ બીજા દિવસે પણ લોકસભામાં ડોકલામ તથા ચીનની ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવવા માંગતા હતા. રાહુલ બાદ સમાજવાદી પાર્ટી, તૃમણુલ કોંગ્રેસ પાર્ટી અને અન્ય વિપક્ષની પાર્ટીઓના સાંસદોએ બોલવાનો ઇન્કાર કરી દીધો હતો. સાંસદો રાહુલ ગાંધીના સમર્થનમાં આવી ગયા હતા અને પેપરો ઉછાળ્યા હતા. જે બાદ જેને લઈને વિપક્ષના આઠ સાંસદોને બજેટ સત્રમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે. 

આ પણ વાંચો: સુનેત્રા પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ હવે NCPનું અધ્યક્ષ પદ સંભાળે તેવી શક્યતા

કોંગ્રેસે સ્પીકરને નિયમો યાદ કરાવ્યા

કોંગ્રેસના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર રાહુલ ગાંધીનો પત્ર શેર કરવામાં આવ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, ‘સંસદમાં ચાલી રહેલી પરંપરા મુજબ સાંસદ દ્વારા ગૃહમાં દસ્તાવેજનો ઉલ્લેખ કરતી વખતે તેને પ્રમાણિત કરવું ફરજીયાત છે અને તેની જવાબદારી પણ લેવાની હોય છે. પ્રમાણિત થયા બાદ સ્પીકર તે દસ્તાવેજ સાથે ટાંકવાની મંજૂરી આપે છે અને પછી દસ્તાવેજનો જવાબ આપવાની જવાબદારી સરકારની હોય છે અને અધ્યક્ષની ભૂમિકા પુરી થઈ જાય છે.’ ‘મને લોકસભામાં બોલતા અટકાવવો એ સંસદની પરંપરાનું ઉલ્લંધન છે. આવું કરવાથી ગંભીર ચિંતા ઉભી થઈ છે કે, વિપક્ષના નેતા તરીકે મને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓ પર બોલતા અટકાવવાનો જાણીજોઈને પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હું ફરી કહેવા માંગું છું કે, રાષ્ટ્રપતિના અભિભાષણમાં રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દે એક મહત્ત્વનો ભાગ હતો અને તેના પર સંસદમાં ચર્ચા કરવી જરૂરી છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
બાળકોને ગેમ રમવા ન દેતા…’ ગાઝિયાબાદમાં 3 દીકરીની આત્મહત્યાથી ભાંગી પડેલા પિતાની વ્યથા | ghaziabad …

બાળકોને ગેમ રમવા ન દેતા...' ગાઝિયાબાદમાં 3 દીકરીની આત્મહત્યાથી ભાંગી પડેલા પિતાની વ્યથા | ghaziabad ...

‘ફડણવીસને NCPના વિલય પર બોલવાનો કોઈ અધિકાર નથી’, શરદ પવારનું સૂચક નિવેદન | sharad pawar reaction on …

'ફડણવીસને NCPના વિલય પર બોલવાનો કોઈ અધિકાર નથી', શરદ પવારનું સૂચક નિવેદન | sharad pawar reaction on ...

જમ્મુ કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા, ઉધમપુરમાં જૈશના ટોપ કમાન્ડર માવી સહિત 2 આતંકવાદી ઠાર | Jammu…

જમ્મુ કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા, ઉધમપુરમાં જૈશના ટોપ કમાન્ડર માવી સહિત 2 આતંકવાદી ઠાર | Jammu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શુરવીરોની ભૂમિ એવા હળવદનો આજે 539 મો સ્થાપના દિવસ | Today is the 539th foundation day of Halvad the …

શુરવીરોની ભૂમિ એવા હળવદનો આજે 539 મો સ્થાપના દિવસ | Today is the 539th foundation day of Halvad the …

5 months ago
‘હું તેમને 20 વર્ષથી મારવા માંગતો હતો…’ કોણ છે કમલ સિંહ? જેણે ફારૂક અબ્દુલ્લા પર તાણી બંદૂક | Atta…

‘હું તેમને 20 વર્ષથી મારવા માંગતો હતો…’ કોણ છે કમલ સિંહ? જેણે ફારૂક અબ્દુલ્લા પર તાણી બંદૂક | Atta…

4 months ago
વાપીમાં દુષ્કર્મના ગુનામાં વોન્ટેડ આરોપી બિહારમાં સાધુ બની ગયો: ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો | Vapi Wa…

વાપીમાં દુષ્કર્મના ગુનામાં વોન્ટેડ આરોપી બિહારમાં સાધુ બની ગયો: ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો | Vapi Wa…

7 months ago
માંગરોળના બારાબંદર દરિયા પટ્ટી પર ગઈકાલે બે બિનવારસી નાની હોડીઓ (હોળી)માંથી વિદેશી દારૂ ભરેલો મોટો જ…

માંગરોળના બારાબંદર દરિયા પટ્ટી પર ગઈકાલે બે બિનવારસી નાની હોડીઓ (હોળી)માંથી વિદેશી દારૂ ભરેલો મોટો જ…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News