
1997ની સાલમાં કર્ણાટકમાં આરોપી સામે એક સાથે 42 જેટલા આ જ પ્રકારના છેતરપિંડીના ગુન્હા નોંધાયા હતા : પોલીસે અમદાવાદ ડ્રાઇવ ઇન પાસે ફલેટમાંથી દબોચી લીધો : યુવાવસ્થામાં ગુન્હો નોંધાયો હતો જેને વૃદ્ધાવસ્થામાં 75 વર્ષની ઉંમરે પોરબંદર LCBએ અમદાવાદથી પકડી પાડયો
પોરબંદર, : પોરબંદરની સિમેન્ટ ફેક્ટરી ના કર્મચારીઓના પગારમાંથી પ્રોવિડન્ટ ફંડ અને ફેમિલી પેન્શનના 6,50,070 રૂપિયાની કપાત કરી કાયદા પ્રમાણે બેન્ક એકાઉન્ટમાં જમા નહીં કરાવવાના ગુનામાં 1997ની સાલથી વોન્ટેડ ડાયરેક્ટર સામે યુવાવસ્થામાં ગુન્હો નોંધાયો હતો જેને વૃદ્ધાવસ્થામાં 75વર્ષની ઉંમરે પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદથી પકડી પાડયો છે.
કમલાબાગ પો.સ્ટે. માં સને 1997 માં નોંધાયેલ ગુન્હામાં કલકત્તા પશ્ચિમ બંગાળ ના ડાયરેક્ટર વિનોદકુમાર ઓનકારમલ હીરાલાલજી કલાનીએ પોરબંદર એચ.










