Bhupendra Patel complains to Gadkari: ચોમાસામાં વરસાદી પાણીમાં માર્ગો ધોવાયાં છે. સમારકામ કરવા સરકારના આદેશ છૂટ્યાં છે પણ હજુ ઠેકાણાં નથી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યો કે, ગુજરાતની મુલાકાતે આવેલાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને મુખ્યમંત્રીએ કહેવું પડ્યું કે, જનતા કરોડો રૂપિયા ટોલટેક્સ ભરે છે છતાંય હાઇવે ઉખડખાબડ હોય. તે શરમજનક સ્થિતી છે.
ખેડૂતોને નજીવી સહાય
ખેડૂતોના પ્રશ્નોને લઇને કોંગ્રેસની આક્રોશ રેલી ઉત્તર ગુજરાતના જુદા જુદા શહેરોમાં ફરી રહી છે ત્યારે આજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ એવો આક્ષેપ કર્યો કે, રવિ સિઝનનો પ્રારંભ થયો છે તેમ છતાંય હજુ ખેડૂતોને સહાય મળી નથી. ચિંતન શિબીરમાં મંત્રી-અધિકારીઓ માટે રૂ.3 હજારની ડીશ પિરસાઇ રહી છે ત્યારે આર્થિક રીતે તબાહ ખેડૂતોને કૃષિ સહાય પેટે માત્ર રૂ.3500નું પડીકુ અપાઇ રહ્યુ છે.
માવઠાથી પાકને નુકસાન
મગફળી,સોયાબીન, કપાસ સહિત અન્ય પાકોને માવઠાથી ભારે નુકસાન પહોંચ્યુ છે ત્યારે ખેડૂતોને નજીવુ વળતર ચૂકવાઇ રહ્યુ છે. ગુજરાતના ખેડૂતો દેવાદાર બન્યા છે ત્યારે તેમના દેવા માફ થવા જોઇએ. એટલુ જ નહીં, ગુજરાતમાં પાક વિમા યોજના અસરકારક રીતે રીતે લાગુ થવી જોઇએ.
આ પણ વાંચો: અમદાવાદમાં ખાડિયા, દરિયાપુર, અસારવામાં પાણીનું પ્રદૂષણ દૂર કરવા 160 કરોડ ખર્ચાશે
મંત્રીઓ પર લૂંટનો આક્ષેપ
ખાતરની કૃત્રિમ તંગી ઉભી થઇ છે ત્યારે જથ્થાબંધ ખાતર અન્ય રાજ્યોમાં વેચાઇ રહ્યુ છે જ્યારે ગુજરાતના ખેડૂતો ખાતર માટે ભટકી રહ્યાં છે. ખેડૂતોને લૂંટવાના ધંધામાં ભાજપના મંત્રી અને તેમના મળતિયાઓ સંડોવાયેલાં છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, છેલ્લાં ત્રણ દશકથી ભાજપ ગુજરાતમાં સત્તાના સિંહાસને છે છતાં મઘ્યાહન ભોજનમાં બાળકોને યોગ્ય ભોજન નથી અપાતુ નથી.
આજે પણ ગુજરાતમાં લગભગ 50 ટકા બાળકો કુપોષિત છે. આ સંપૂર્ણપણે ફેલ સરકારનું સ્પષ્ટ ચિત્ર છે.











