gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રેમમાં પાગલ પત્નીએ જ કરાવી પતિની હત્યા : જામનગર નજીક બુલેટ પર નીકળેલા યુવાનની કારની ઠોકરે હત્યાની …

G METRO NEWS by G METRO NEWS
April 7, 2025
in GUJARAT
0 0
0
પ્રેમમાં પાગલ પત્નીએ જ કરાવી પતિની હત્યા : જામનગર નજીક બુલેટ પર નીકળેલા યુવાનની કારની ઠોકરે હત્યાની …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Murder Case : જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર વિજરખી ગામ પાસે ગઈકાલે એક કાર અને બુલેટ મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, અને બુલેટ ચાલક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં કાર ચાલકે ઈરાદાપૂર્વક બુલેટ ચાલકને કચડી નાખ્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું તેમજ, પ્રેમમાં અંધ બનેલી પત્નીએ પોતાના પ્રેમી મારફતે પતિનું કાસળ કઢાવી નાખ્યાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે પતિની હત્યા અંગે પત્ની અને પ્રેમી સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

ચોંકવનારી આ ઘટનાની વિગતો એવી છે, કે મૂળ કાલાવડ તાલુકાના પીઠડીયા ગામના વતની અને હાલ જામનગરમાં રણજીત સાગર રોડ પર રહેતા રવિ ધીરજલાલ મારકણા નામનો 30 વર્ષનો યુવાન ગઈકાલે સાંજે છ વાગ્યાના અરસામાં પોતાનું જીજે 27 ડી.જે 9310 નંબરનું બુલેટ મોટર સાયકલ લઈને કાલાવડથી જામનગર તરફ આવી રહ્યો હતો. જે દરમિયાન આશરે છ વાગ્યાના અરસામાં તેની પાછળ આવી રહેલી જી.જે.20 એ.ક્યુ. 8262 નંબરની થાર જીપના ચાલકે તેઓને ઠોકર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો, અને તેમાં બુલેટ ચાલક રવિ મારકણાનું ગંભીર ઇજા થયા બાદ મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.

સૌપ્રથમ પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને ઘટના સ્થળનું નિરીક્ષણ કરતાં આ અકસ્માતના બનાવમાં શંકા લાગતી હતી, અને બુલેટ ચાલક યુવાનને ઢસડ્યો હોવાના નિશાનો પણ જોવા મળ્યા હતા.

તેથી સમગ્ર બનાવમાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી, અને કારના ચાલક અક્ષય છગનભાઇ ડાંગરિયાને શોધી લેવાયો હતો, અને તેની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવાઇ રહી હતી. મોડેથી પોલીસને સમગ્ર પ્રકરણમાં આ બનાવ અકસ્માતનો નહીં, પરંતુ હત્યાનો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. અને કારચાલક અક્ષય ડાંગરિયાએ આ હત્યા કરી હોવાની કબુલાત આપી હતી.

પોતે મૃતક રવિની પત્ની રીંકલ સાથે છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધ ચલાવી રહ્યો હોવાનું કબૂલી લીધું હતું, તેમાં પત્ની રીંકલે જ પતિ રવિ મારકણા બુલેટ લઈને નીકળે છે, તે પ્રકારનું લોકેશન આપ્યું હતું, અને જેના લોકેશન અને પૂર્વયોજિત કાવતરાના આધારે ગઈકાલે સાંજે તેની હત્યા કરી નાખી હોવાનું બહાર આવ્યું હતું. અને આરોપી અક્ષય ગઈકાલે સાંજે કાલાવડથી જામનગર તરફના માર્ગે બુલેટનો પીછો કરીને વિજરખી પાસે મોકો ગોતી હત્યા કરી નાખ્યાનું ષડયંત્ર બહાર આવ્યું છે. જેની આરોપી દ્વારા કબુલાત પણ કરી લેવાઇ છે, અને મૃતકની પત્ની રીંકલ તેમાં સામેલ હોવાનું પણ જણાવી દીધું હતું.

જેથી આ સમગ્ર બનાવમાં પોલીસે કાર કબ્જે કરી લીધી છે, તેમજ મૃતક રવિના પિતા ધીરજલાલ મારકણાની ફરિયાદના આધારે આરોપી અક્ષય ડાંગરિયા અને મૃતક રવિની પત્ની રીંકલ સામે હવત્યા અંગેનો ગુનો નોંધી લીધો છે, અને સમગ્ર પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવાઈ રહી છે. પોલીસ તપાસ દરમિયાન આરોપી કે જેણે પ્રેમમાં અંધ બની ગયા બાદ પોતાની પત્નીને છૂટાછેડા પણ આપી દીધા હોવાનું સામે આવ્યું છે. રીંકલના પ્રેમ સંબંધના કારણે પત્ની સાથે અવારનવાર ઝઘડા બાદ છુટાછેડા અપાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
વડોદરામાં લક્ષ્મીપુરા શાકમાર્કેટની પાછળ જુગાર રમતા ચાર ઝડપાયા | Four arrested for gambling behind La…

વડોદરામાં લક્ષ્મીપુરા શાકમાર્કેટની પાછળ જુગાર રમતા ચાર ઝડપાયા | Four arrested for gambling behind La...

રક્ષિત ચોરસિયા અકસ્માત કેસ : પ્રાંશુની ધરપકડને આરોપીના એડવોકેટએ પડકારતા કોર્ટે ધરપકડ ગેરકાયદેસર ગણી …

રક્ષિત ચોરસિયા અકસ્માત કેસ : પ્રાંશુની ધરપકડને આરોપીના એડવોકેટએ પડકારતા કોર્ટે ધરપકડ ગેરકાયદેસર ગણી ...

ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાશે: જાણો નવા ભાવ | LPG Cylinder Prices…

ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાશે: જાણો નવા ભાવ | LPG Cylinder Prices...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ હજુ રહેવું પડશે જેલમાં, હાઇકોર્ટમાં જામીન અરજી પર સુનાવણી ન થઈ | chaitar …

AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ હજુ રહેવું પડશે જેલમાં, હાઇકોર્ટમાં જામીન અરજી પર સુનાવણી ન થઈ | chaitar …

1 year ago
હરણીમાં જ્વેલર્સની નજર ચૂકવી મહિલા સોનાની ત્રણ વીંટી પહેરી રવાના | lady theft gold from jeweler show…

હરણીમાં જ્વેલર્સની નજર ચૂકવી મહિલા સોનાની ત્રણ વીંટી પહેરી રવાના | lady theft gold from jeweler show…

10 months ago
સુરતની હૃદય ધ્રૂજાવતી ઘટના: નજર સામે પત્નીએ આત્મવિલોપન કર્યું, પતિ વીડિયો ઉતારતો રહ્યો | Husband Sho…

સુરતની હૃદય ધ્રૂજાવતી ઘટના: નજર સામે પત્નીએ આત્મવિલોપન કર્યું, પતિ વીડિયો ઉતારતો રહ્યો | Husband Sho…

9 months ago
ગુજરાતમાં કુદરતી આફતને કારણે 5 વર્ષમાં 758 લોકોના મોત, 1.90 લાખથી વધુ ઘરને નુકસાન | 758 people died …

ગુજરાતમાં કુદરતી આફતને કારણે 5 વર્ષમાં 758 લોકોના મોત, 1.90 લાખથી વધુ ઘરને નુકસાન | 758 people died …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News