![]()
સુરેન્દ્રનગરમાં
બહુચર હોટલ પાસેની ઘટના
સુરેન્દ્રનગર
– સુરેન્દ્રનગર શહેરમાં બહુચર હોટલ પાસે પ્રેમ
લગ્નનું મનદુઃખ રાખી યુવક પર સાળા સહિતના બે સખ્સોએ ધોકા અને લોખંડની પાઇપ વડે હુમલો
કરી ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે બે શખ્સો સામે એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
છે.
વઢવાણના
અધેલી ગામે રહેતા વિશાલભાઈ ધનજીભાઈ સોલગામાએ ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા. તેનું
મનદુઃખ રાખી ફરીયાદી પોતાના બાઇક પર સુરેન્દ્રનગરથી અઘેલી જઈ રહ્યા હતા ત્યારે
બહુચર હોટલ પાસે આવેલ જે.પી.શેરી નંબર ૦૧ નજીક બે શખ્સોએ રિક્ષા આડી ઊભી રાખી
ફરિયાદીને ગાળો આપી લાકડાના ધોકા અને લોખંડના પાઈપ વડે મારમારી હાથે તેમજ માથાના
ભાગે ઇજાઓ પહોંચાડી હતી. જે અંગે વિશાલભાઈએ એ-ડિવિઝન પોલીસ મથકે (૧) રવિ કિશોરભાઈ
દેત્રોજા (સાળો) અને (૨) અજય ભૂપતભાઈ દેત્રોજા, (બંને રહે.ખમીસાણા) સામે મારમારી ઈજાઓ
પહોંચાડી મારી નાંખવાની ધમકી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.










