gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રેમ લગ્ન વિવાદમાં સિંગર કિંજલ રબારીનો નવો VIDEO: હું રાહ ભટકી ગઈ હતી, રાજીખુશીથી પરિવાર પાસે આવી |…

G METRO NEWS by G METRO NEWS
March 16, 2026
in GUJARAT
0 0
0
પ્રેમ લગ્ન વિવાદમાં સિંગર કિંજલ રબારીનો નવો VIDEO: હું રાહ ભટકી ગઈ હતી, રાજીખુશીથી પરિવાર પાસે આવી |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Kinjal Rabari 

insta

Kinjal Rabari Controversy : ગુજરાતની જાણીતી લોકગાયિકા કિંજલ રબારીના લગ્નને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા હાઈવોલ્ટેજ ડ્રામાનો આખરે અંત આવી ચુક્યો છે. સોશિયલ મીડિયા પર ધમકીઓ અને સુરક્ષાની માંગણીના વીડિયો વાઇરલ કર્યા બાદ, હવે કિંજલ રબારીએ અગાઉના તમામ નિવેદનોથી ‘યુ-ટર્ન’ લીધો છે અને પોતાના પરિવાર પાસે પરત ફરી છે.

સમાજની મધ્યસ્થી અને મોડી રાત્રે લેવાયેલો નિર્ણય

છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી કિંજલ રબારી અને અશોક ચૌધરીના પ્રેમલગ્નનો વિવાદ આખરે શાંત પડ્યો છે. રબારી અને ચૌધરી સમાજના આગેવાનોની મધ્યસ્થી બાદ કિંજલ રબારી 14 માર્ચે મોડી રાત્રે પોતાના પરિવાર પાસે પરત ફરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે કિંજલે અશોક ચૌધરી સાથે લગ્ન કર્યા હોવાની જાહેરાત કરી, ત્યારે રબારી સમાજમાં ભારે વિરોધ ફાટી નીકળ્યો હતો. આ મામલે બંને સમાજના આગેવાનો વચ્ચે બેઠકોનો દોર ચાલ્યો હતો. ચૌધરી સમાજના આગેવાનોએ પહેલાં કિંજલને તેના પરિવારને સોંપવાની બાહેંધરી આપી હતી. જે અંતર્ગત મોડી રાત્રે કિંજલ અને અશોકને અલગ કરી, કિંજલને તેના પિતા અને પરિવારજનોને સોંપવામાં આવી હતી.

આ પણ વાંચો : પ્રેમ લગ્ન વિવાદ: આગેવાનોની બેઠક બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી, સુરક્ષા માંગતી પોસ્ટ પણ ડિલીટ

કિંજલ રબારીનો યુ-ટર્ન હું રાહ ભટકી ગઈ હતી

પરિવાર સાથે મિલન બાદ કિંજલે સોશિયલ મીડિયા પરથી પોતાના જૂના વિરોધ પ્રદર્શનવાળા વીડિયો ડીલીટ કરી દીધા છે અને એક નવી સ્પષ્ટતા જાહેર કરી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું કે, “મેં મારી રાહ ભટકી જે પગલું ભરેલું તે ખોટું હતું. અત્યારે હું મારી રાજીખુશીથી પરિવાર પાસે આવી ગઈ છું અને કાયમ માટે પરિવાર સાથે હળીમળીને રહેવા માંગુ છું.” તેણે વધુમાં વિનંતી કરી છે કે, હવે તેના વિશે કોઈએ અફવા ફેલાવવી નહીં અને તેના નામે ચાલતા ફેક એકાઉન્ટ્સ પરથી અગાઉના વીડિયો કે AI દ્વારા બનાવેલા ફોટા ડીલીટ કરી દેવા.

શું હતો સમગ્ર વિવાદ?

આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે કિંજલે એક વીડિયો શેર કરી જણાવ્યું કે, તેણે ચૌધરી જ્ઞાતિના યુવક (અશોક ચૌધરી) સાથે મરજીથી લગ્ન કર્યા છે. ત્યાર બાદ તેણે વધુ એક વીડિયોમાં ગંભીર આક્ષેપો કર્યા હતા અને દાવો કર્યો હતો કે, તેને મારી નાખવાની અને અપહરણ કરવાની ધમકીઓ મળી રહી છે. તેણે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પાસે સુરક્ષાની માગ પણ કરી હતી.

આ પણ વાંચો : ગુજરાતમાં વધુ એક સિંગરના આંતરજ્ઞાતીય લગ્નથી વિવાદ, કિંજલ રબારીએ પોલીસ સુરક્ષા માંગી

કિંજલ રબારીના આંતરજ્ઞાતિ લગ્નનો મામલો જે કાયદાકીય અને સામાજિક લડાઈ તરફ જઈ રહ્યો હતો, તેનો અંત સામાજિક સમજાવટથી આવ્યો છે. કિંજલે હવે તમામ વિવાદો પર પૂર્ણવિરામ મૂકીને પરિવાર સાથે રહેવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે.

કિંજલ રબારીની ઇન્સ્ટા પોસ્ટ

“હું કિંજલ રબારી, મારા નામે હાલ જે વિવાદ ચાલી રહ્યો છે તે બાબતે કહેવા માગું છું કે, મેં મારી રાહ ભટકીને જે પગલું ભરેલું તે ખોટું હતું; માટે હું રાજીખુશીથી મારા પરિવારનો સંપર્ક કરી મારા પરિવાર પાસે આવી ગઈ છું. હું કાયમ માટે મારા પરિવાર સાથે હળીમળીને રહેવા માંગુ છું. મારા માલધારી સમાજના દરેક આગેવાન ભાઈઓ અને સર્વે અઢારે આલમના મારા ચાહક મિત્રોને વિનંતી કરવા માગું છું કે, કોઈએ મારા વિશે ખોટી વાતો કે અફવાઓ ફેલાવવી નહીં અને કોઈ ખોટી વાતો કે અફવાઓમાં આવવું નહીં. મારા નામે જે પણ અન્ય સોશિયલ મીડિયાના એકાઉન્ટ ચલાવી રહ્યા છે, તે તમામને મારા અગાઉના વીડિયો ડિલીટ કરવા સાથે અન્ય કોઈ ખોટા AI (એઆઈ) થી બનાવેલા ફોટો કે વીડિયો નહીં મૂકવા વિનંતી કરું છું. જય દ્વારકાધીશ.”

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એલપીજી ગેસ મુદ્દે કોંગ્રેસનો અનોખો વિરોધ, ગટરના પાણીમાંથી ગેસ ઉત્પન્ન કરવાનો પ્રયાસ | Congress’ uniq…
GUJARAT

એલપીજી ગેસ મુદ્દે કોંગ્રેસનો અનોખો વિરોધ, ગટરના પાણીમાંથી ગેસ ઉત્પન્ન કરવાનો પ્રયાસ | Congress’ uniq…

March 16, 2026
પંચમહાલ: શહેરામાં MGVCLનો સપાટો, 20 ટીમોના 30 ગામોમાં દરોડા, 79 કનેક્શનમાં લંગરિયા પકડાયા | MGVCL ra…
GUJARAT

પંચમહાલ: શહેરામાં MGVCLનો સપાટો, 20 ટીમોના 30 ગામોમાં દરોડા, 79 કનેક્શનમાં લંગરિયા પકડાયા | MGVCL ra…

March 16, 2026
પંચમહાલ: શહેરાના પાલીખંડા રોડ પર ખેતરમાં ભીષણ આગ, કાળઝાળ ગરમી વચ્ચે પાક બળીને ખાખ | Crop Destroyed a…
GUJARAT

પંચમહાલ: શહેરાના પાલીખંડા રોડ પર ખેતરમાં ભીષણ આગ, કાળઝાળ ગરમી વચ્ચે પાક બળીને ખાખ | Crop Destroyed a…

March 16, 2026
Next Post
‘વાયબ્રન્ટ ગુજરાત’નો ફૂગ્ગો ફૂટ્યો, 5 વર્ષમાં 8000 લઘુ ઉદ્યોગો બંધ, અમદાવાદમાં સૌથી વધુ અસર | MSME C…

'વાયબ્રન્ટ ગુજરાત'નો ફૂગ્ગો ફૂટ્યો, 5 વર્ષમાં 8000 લઘુ ઉદ્યોગો બંધ, અમદાવાદમાં સૌથી વધુ અસર | MSME C...

ગુજરાતમાં પણ ઈરાન યુદ્ધની અસર દેખાઈ, ગેસ ખતમ થતાં હોટલ-કેટરિંગ ઉદ્યોગ દાઝ્યો | gujarat hotel industr…

ગુજરાતમાં પણ ઈરાન યુદ્ધની અસર દેખાઈ, ગેસ ખતમ થતાં હોટલ-કેટરિંગ ઉદ્યોગ દાઝ્યો | gujarat hotel industr...

‘કિડની વેચીને પણ પૈસા આપવા પડશે…’, અમદાવાદમાં યુવાનનું અપહરણ, રેતી-કપચીના દલાલોની કરતૂત | Ahmedaba…

'કિડની વેચીને પણ પૈસા આપવા પડશે...', અમદાવાદમાં યુવાનનું અપહરણ, રેતી-કપચીના દલાલોની કરતૂત | Ahmedaba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચેક રિટર્ન કેસમાં પલાણાના આરોપીને 2 વર્ષની કેદ | Palana accused gets 2 years in prison in check retu…

ચેક રિટર્ન કેસમાં પલાણાના આરોપીને 2 વર્ષની કેદ | Palana accused gets 2 years in prison in check retu…

6 months ago
ડ્રગ્સ માફિયાનો ગાઈડ બનેલો એસઓજીનો એએસઆઇ લક્ષ્મી ચાર દિવસના રિમાન્ડ પર | SOG ASI Lakshmi who became …

ડ્રગ્સ માફિયાનો ગાઈડ બનેલો એસઓજીનો એએસઆઇ લક્ષ્મી ચાર દિવસના રિમાન્ડ પર | SOG ASI Lakshmi who became …

1 month ago
સ્કૂલો લાયક શિક્ષકોની માહિતી જાહેર કરે, 30 વિદ્યાર્થીએ એક શિક્ષકનો રેશિયો જાળવે : CBSE | cbse new ru…

સ્કૂલો લાયક શિક્ષકોની માહિતી જાહેર કરે, 30 વિદ્યાર્થીએ એક શિક્ષકનો રેશિયો જાળવે : CBSE | cbse new ru…

2 months ago
સુરેન્દ્રનગરના વોર્ડ નં.૨મા પાણીની લાઇમાં ભંગાણ થતાં પાણીનો વેડફાટ | Water wastage due to rupture in…

સુરેન્દ્રનગરના વોર્ડ નં.૨મા પાણીની લાઇમાં ભંગાણ થતાં પાણીનો વેડફાટ | Water wastage due to rupture in…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News