
– જીએસટીના રેટ ઘટયા બાદ દિલ્હી હાઈકોર્ટનો મહત્વનો ચૂકાદો
– જીએસટીના રેટ કટ પછી ભાવ ન ઘટાડનાર સામે એન્ટી-પ્રોફિટિયરિંગ ઓથોરિટી કેસ ફાઈલ કરી શકશે
અમદાવાદ : ગુડ્સ એન્ડ સવસ ટેક્સ કાઉન્સિલની ૫૬મી બેઠકમાં ૩૯૧ જેટલી ચીજવસ્તુઓ પર વસૂલવામાં આવતા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના દરમાં ઘટાડો કર્યા પછી ભાવ નીચા ન લઈ જવા પડે તે માટે ઉત્પાદકોએ પ્રોડક્ટેની ક્વોન્ટિટીમાં થોડો વધારો કરી દઈને ભાવ ન ઘટાડવાની ઉત્પાદકો અને મેન્યુફેક્ચરર્સે હાથ ધરેલી યુક્તિને દિલ્હી હાઈકોર્ટે ગેરકાયદે ઠેરવી છે. દિલ્હી હાઈકોર્ટે મેન્યુફેક્ચરર્સ-ઉત્પાદકોની આ યુક્તિને ગ્રાહકો સાથેની છેતરપિંડી તરીકે ઓળખાવી છે. આ રીતે ગ્રાહકોના હિતની અવગણના કરનારી કંપનીઓ અને મેન્યુફેક્ચરર્સ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.










