
West Bengal ED Raids: પશ્ચિમ બંગાળમાં બહુચર્ચિત કોલસા તસ્કરી કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કોલકાતા હાઈકોર્ટમાં એક સનસનાટીભર્યો ઘટસ્ફોટ કર્યો છે. EDના દાવા મુજબ, કોલસાની ગેરકાયદે દાણચોરીમાંથી મેળવેલા 20 કરોડ રૂપિયા હવાલા નેટવર્ક દ્વારા રાજકીય સલાહકાર પેઢી I-PAC (Indian Political Action Committee)ની ગોવા ઓફિસ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. આ નાણાંનો ઉપયોગ 2021-22ની ગોવા વિધાનસભા ચૂંટણીના પ્રચાર અને ઈવેન્ટ મેનેજમેન્ટ માટે કરવામાં આવ્યો હોવાનો આરોપ છે.
છ સ્તરીય હવાલા નેટવર્કનો પર્દાફાશ
અહેવાલો અનુસાર, EDની તપાસમાં બહાર આવ્યું છે કે તપાસ એજન્સીની નજરથી બચવા માટે આ નાણાં છ અલગ-અલગ તબક્કાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.










