gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાલડીમાં CCTV બંધ કરી દેરાસરમાંથી 1.64 કરોડના મુગટની ચોરી, પૂજારી અને સફાઈ કર્મચારી ફરાર | Paldi Jai…

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in GUJARAT
0 0
0
પાલડીમાં CCTV બંધ કરી દેરાસરમાંથી 1.64 કરોડના મુગટની ચોરી, પૂજારી અને સફાઈ કર્મચારી ફરાર | Paldi Jai…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime: અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ શ્રી લક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાંથી ભગવાનને ચઢાવવામાં આવેલા 117.336 કિલોના ચાંદીના મુગટ, કુંડળ અને ચાંદીના પૂંઠિયા સહિત કુલ 1.64 કરોડ રૂપિયાની કિંમતના દાગીનાની ચોરી થઈ છે. આ ચોરી કોઈ અજાણ્યા ચોરે નહીં, પરંતુ દેરાસરના પૂજારી અને બે સફાઈ કર્મચારીઓએ મળીને કરી છે. આ મામલે પાલડી પોલીસે ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ ગિરનારમાં ગોરખનાથ શિખર પર પૂજારીએ જ મૂર્તિ તોડીને ફેંકી હતી, લાઈમ-લાઈટમાં આવવા કૃત્ય કર્યાની કબૂલાત

શું હતી ઘટના?

મળતી માહિતી મુજબ, 8 ઓક્ટોબરે શિતલનાથ ભગવાન અને વાસુપૂજ્ય સ્વામીને ચઢાવવા માટે આવેલી આંગી (ચાંદીનું ખોળિયું) દેરાસરના ભોંયરામાં લોકર વાળા રૂમમાંથી ગાયબ હોવાની જાણ થઈ હતી. સેક્રેટરી રાજેશ શાહ અને અન્ય સભ્યોએ તપાસ કરતા ખબર પડી કે, ભગવાનના મુગટ, કુંડળ અને અગાઉ દીવાલ પરથી ઉતારીને લોકરમાં મૂકેલા ચાંદીના પૂંઠિયા સહિત 117.336  કિલો ચાંદી ગાયબ છે. આંગી અને દાગીના ગાયબ થતાં જ ટ્રસ્ટીઓએ દેરાસરના પૂજારી મેહુલ રાઠોડની શોધખોળ કરી, પરંતુ તે ગાયબ હતો અને તેનો ફોન પણ સ્વિચઓફ આવતો હતો. સફાઈ કામ કરતા કિરણ અને પુરી પણ પોતાના મહેસાણાના વિસનગર ખાતેના વતન (ભાલક ગામ) ભાગી ગયા હતા.

CCTVની મેઇન સ્વીચ બંધ કરી

ટ્રસ્ટીઓએ દેરાસરના સીસીટીવી કેમેરા ચેક કર્યા તો ચોંકાવનારી હકીકતો સામે આવી. ચોરીના માસ્ટર પ્લાન મુજબ, લોકરની ચાવી ધરાવતા મેહુલે પોણા ત્રણ વાગ્યાની આસપાસ સીસીટીવી કેમેરાની મેઇન સ્વીચ બંધ કરી દીધી હતી, જેથી ચોરીની હરકતો રેકોર્ડ ન થાય. આશરે અઢી કલાક સુધી ચોરીને અંજામ આપ્યા બાદ સવા પાંચ વાગ્યે તેણે ફરી સ્વીચ ચાલુ કરી હતી. જોકે, સ્વીચ બંધ કરવાની અને ચાલુ કરવાની બંને પ્રવૃત્તિઓ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વધુ તપાસમાં ખબર પડી કે, માત્ર દસ હજાર રૂપિયાના પગાર પર કામ કરતા કિરણ અને પુરીએ વિસનગરમાં મકાન અને કારની ખરીદી કરી હતી, જે તેમની શંકાસ્પદ પ્રવૃત્તિઓ તરફ ઈશારો કરે છે. 

આ પણ વાંચોઃ નવરાત્રિ બાદ હવે ગુજરાતમાં દિવાળીમાં પણ વરસાદની આગાહી! અમરેલી-નલિયામાં ઠંડીનો ચમકારો

પાલડીની ન્યૂ પીનલ પાર્ક સોસાયટીમાં રહેતા અને દેરાસરના સેક્રેટરી તરીકે ફરજ બજાવતા રાજેશ શાહે પાલડી પોલીસ સ્ટેશનમાં પૂજારી મેહુલ રાઠોડ સફાઈ કામ કરતા કિરણ અને તેની પત્ની હેતલ વિરુદ્ધ વિશ્વાસઘાત અને ચોરીની ફરિયાદ નોંધાવી છે. રાજેશ શાહ છેલ્લા 14 વર્ષથી દેરાસરમાં સેક્રેટરી તરીકે સેવા આપે છે. પોલીસે ત્રણેય ફરાર આરોપીઓ વિરુદ્ધ 1.64 કરોડની ચોરીનો ગુનો નોંધીને શોધખોળ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ
GUJARAT

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

August 11, 2026
ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન
GUJARAT

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન

August 10, 2026
Next Post
જામનગરના ઠેબા ગામના ખેડૂત પ્રૌઢ પર સામાન્ય બોલાચાલી બાદ હુમલો : શેઢા પાડોશી ખેડુત સામે પોલીસ ફરિયાદ …

જામનગરના ઠેબા ગામના ખેડૂત પ્રૌઢ પર સામાન્ય બોલાચાલી બાદ હુમલો : શેઢા પાડોશી ખેડુત સામે પોલીસ ફરિયાદ ...

ગિરનારમાં ગોરખનાથ શિખર પર પૂજારીએ જ મૂર્તિ તોડીને ફેંકી હતી, લાઈમ-લાઈટમાં આવવા કૃત્ય કર્યાની કબૂલાત …

ગિરનારમાં ગોરખનાથ શિખર પર પૂજારીએ જ મૂર્તિ તોડીને ફેંકી હતી, લાઈમ-લાઈટમાં આવવા કૃત્ય કર્યાની કબૂલાત ...

ભાવનગરમાં ગોઝારી દુર્ઘટના: ત્રણ માળનું જર્જરિત મકાન ધારાશાયી, એકનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત | bhavnagar …

ભાવનગરમાં ગોઝારી દુર્ઘટના: ત્રણ માળનું જર્જરિત મકાન ધારાશાયી, એકનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત | bhavnagar ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપના બળવાખોર મહિલા સભ્ય વનિતા શાહના પતિ વિપુલ શાહને પાલિકાના પ્રમુખ બનાવી દીધા | Vipul Shah husban…

ભાજપના બળવાખોર મહિલા સભ્ય વનિતા શાહના પતિ વિપુલ શાહને પાલિકાના પ્રમુખ બનાવી દીધા | Vipul Shah husban…

1 year ago
ઉતરાયણ પહેલા લાલબત્તી સમાન કિસ્સો, પતંગ વાયરમાં અડી જતા 10 વર્ષનાં બાળકનું મોત | a 10 year old boy d…

ઉતરાયણ પહેલા લાલબત્તી સમાન કિસ્સો, પતંગ વાયરમાં અડી જતા 10 વર્ષનાં બાળકનું મોત | a 10 year old boy d…

7 months ago
પીએફઆઇ પાડોશી દેશોમાંથી હથિયારો ખરીદવાનું હતું : એનઆઇએ

પીએફઆઇ પાડોશી દેશોમાંથી હથિયારો ખરીદવાનું હતું : એનઆઇએ

8 months ago
વાસદ રેલવે ઓવરબ્રિજ પર હિટ એન્ડ રનમાં મહિલાનું મોત | Woman dies in hit and run on Vasad railway over…

વાસદ રેલવે ઓવરબ્રિજ પર હિટ એન્ડ રનમાં મહિલાનું મોત | Woman dies in hit and run on Vasad railway over…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News