![]()
મુંબઈ : વૈશ્વિક મોરચે જાપાનમાં વડાપ્રધાન તરીકે પ્રથમ વખત મહિલા નેતા સાનેઈ તાકાઈચીને લિબરલ ડેમોક્રેટ પાર્ટીએ ચૂંટતા ટોક્યો શેર બજારોમાં તોફાની તેજી સાથે વૈશ્વિક બજારોમાં અમેરિકા, યુરોપના બજારોમાં રિકવરી પાછળ ભારતીય શેર બજારોમાં પણ આજે ફંડોએ ઓલ રાઉન્ડ તોફાની તેજી કરી હતી. મોદી સરકાર દ્વારા જીએસટીમાં ફેરફાર, મેઈક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા કોર્પોરેટ ઈન્ડિયા માટે ધિરાણની વધુ સરળ ઉપલબ્ધિના પગલાં સાથે વૈશ્વિક સ્તરે ઈઝરાયેલ-ગાઝા યુદ્વ અટકવાના સંકેત સહિતના પોઝિટીવ પરિબળોએ આજે ફંડોએ શેરોમાં ફરી લાવલાવ કરી મૂકી હતી. આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો તેમ જ હેલ્થકેર-ફાર્મા, ફાઈનાન્સ-બેંકિંગ, ઓઈલ-ગેસ શેરોમાં મોટી ખરીદીએ નિફટીએ ફરી ૨૫૦૦૦ની સપાટી અને સેન્સેક્સ ૮૧૭૭૫ની સપાટી કુદાવી હતી. ઈન્ડેક્સ બેઝડ આરંભિક કલાકોમાં બે-તરફી વધઘટ બાદ ઝડપી રિકવરી જોવાઈ હતી. અલબત સ્મોલ, મિડ કેપ શેરોમાં ઉછાળે પ્રોફિટ બુકિંગ થયું હતું. સેન્સેક્સ ૫૮૨.૯૫ પોઈન્ટ ઉછળીને ૮૧૭૯૦.૧૨ અને નિફટી સ્પોટ ૨૫૦૦૦ની સપાટી કુદાવી અંતે ૧૮૩.૪૦ પોઈન્ટ ઉછળીને ૨૫૦૭૭.૬૫ બંધ રહ્યા હતા.
બેંકેક્સ ૬૯૦ પોઈન્ટ ઉછળ્યો : આઈડીએફસી ફર્સ્ટ બેંક, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંકમાં તેજી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગત સપ્તાહમાં બેંકોના ધિરાણની વૃદ્વિ માટે પગલાંની પોઝિટીવ અસરે ફાઈનાન્સ-બેંકિંગ શેરોમાં આજે ફંડોએ આક્રમક ખરીદી કરી હતી. આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૨.૧૦ વધીને રૂ.૭૧.૧૦, એક્સિસ બેંક રૂ.૩૦.૮૦ વધીને રૂ.૧૨૧૨.૫૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૪૪.૫૫ વધીને રૂ.૨૧૪૫.૪૫, બેંક ઓફ બરોડા રૂ.૨.૫૫ વધીને રૂ.૨૬૬.૫૦ રહ્યા હતા. ફાઈનાન્સ, અન્ય બેંકિંગ શેરોમાં પેટીએમ રૂ.૭૪.૩૦ વધીને રૂ.૧૬૪૪.૩૫, જેએમ ફાઈનાન્શિયલ રૂ.૭.૫૫ વધીને રૂ.૧૭૬,ગોડિજિટ રૂ.૧૨.૮૫ વધીને રૂ.૩૫૦.૭૫, ફેડફિના રૂ.૭.૭૫ વધીને રૂ.૧૬૨.૬૦, અલ્ગોક્વોન્ટ રૂ.૩.૪૧ વધીને રૂ.૭૦.૧૬, મોતીલાલ ઓસ્વાલ રૂ.૨૩.૯૦ વધીને રૂ.૯૩૪.૧૫, આઈઆઈએફએલ રૂ.૧૨.૬૫ વધીને રૂ.૪૬૯.૪૦, નુવામા રૂ.૧૬૫.૪૫ વધીને રૂ.૬૯૨૭.૩૦, બજાજ ફાઈનાન્સ રૂ.૧૯.૨૫ વધીને રૂ.૧૦૦૮.૯૦, કેનફિન હોમ રૂ.૧૨.૭૫ વધીને રૂ.૮૦૪.૬૦, આનંદ રાઠી રૂ.૪૫.૫૦ વધીને રૂ.૨૯૨૨.૫૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૬૯૦.૫૯ પોઈન્ટ ઉછળીને ૬૩૪૩૧.૭૦ બંધ રહ્યો હતો.
આઈટી ઈન્ડેક્સ ૬૫૯ ઉછળ્યો : ઓરિએન્ટ રૂ.૭૯ ઉછળી રૂ.૫૦૪ : ૬૩ મૂન્સ, ટેક મહિન્દ્રા ઉછળ્યા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં પણ ફંડોએ આજે ફરી મોટી ખરીદી કરી હતી. ઓરિએન્ટ ટેકનોલોજી રૂ.૭૮.૬૫ ઉછળીને રૂ.૫૦૩.૫૫, ઓનવર્ડ ટેકનો રૂ.૨૩.૬૫ વધીને રૂ.૩૨૦.૬૫, માઈન્ટેક રૂ.૧૪.૯૦ વધીને રૂ.૨૬૨.૦૫, બ્લેક બોક્સ રૂ.૨૭.૯૫ વધીને રૂ.૫૮૭.૧૦, ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૨૭ વધીને રૂ.૮૮૮.૪૫, કોફોર્જ રૂ.૪૯.૫૫ વધીને રૂ.૧૬૬૨.૫૦, ટીસીએસ રૂ.૮૫.૯૦ વધીને રૂ.૨૯૮૮.૦૫, ઝેગલ રૂ.૮.૫૫ વધીને રૂ.૩૫૫.૬૦, ઈન્ફોસીસ રૂ.૨૮.૬૦ વધીને રૂ.૧૪૭૫.૧૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૨૩.૪૦ વધીને રૂ.૧૪૧૬.૬૫, ઓરેકલ ફિનસર્વ રૂ.૧૨૯.૮૫ વધીને રૂ.૯૦૯૦.૨૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૬૫૮.૯૬ પોઈન્ટ ઉછળીને ૩૪૨૦૭.૩૯ બંધ રહ્યો હતો.
સીજીએચએસ રેટમાં ફેરફાર થતાં હોસ્પિટલ શેરોમાં કેએમસી સ્પેશ્યાલિટી, ફોર્ટિસ હેલ્થકેર, અપોલો ઉછળ્યા
કેન્દ્ર સરકારે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કિમ (સીજીએચએસ) રેટમાં ફેરફાર કરતાં ૨૦૦૦ જેટલી મેડિકલ પ્રોસિજર માટે ૧૩, ઓકટોબરથી નવા દરો અમલી બનતાં હોસ્પિટલોને ફાયદો થવાના પોઝિટીવ ડેવલપમેન્ટે આજે હોસ્પિટલ શેરોમાં તેજી આવી હતી. આ સાથે અમેરિકામાં બ્રાન્ડેડ દવાઓની આયાત પર ૧૦૦ ટકા ટેરિફને હાલ તુરત ટ્રમ્પ સરકારે મોટી કંપનીઓ માટે મોકૂફ રાખતાં પોઝિટીવ અસરે ફંડોની હેલ્થકેર-ફાર્મા શેરોમાં મોટી ખરીદી થઈ હતી. કેએમસી સ્પેશ્યાલિટી હોસ્પિટલ રૂ.૬.૫૪ ઉછળીને રૂ.૭૪.૦૧, ફોર્ટિસ હેલ્થકેર રૂ.૭૩.૮૦ વધીને રૂ.૧૦૫૩.૯૦, અપોલો હોસ્પિટલ રૂ.૨૨૧.૫૫ વધીને રૂ.૭૬૬૪.૬૫, એમક્યોર રૂ.૯૪.૨૦ વધીને રૂ.૧૪૩૪.૫૦, મેક્સ હેલ્થ રૂ.૬૯.૭૫ વધીને રૂ.૧૧૩૮.૮૦, એસ્ટર ડીએમ રૂ.૨૭.૧૦ વધીને રૂ.૬૭૨.૩૦, વનસોર્સ રૂ.૫૬.૦૫ વધીને રૂ.૧૮૬૨.૩૦, મેદાન્તા રૂ.૩૯.૨૫ વધીને રૂ.૧૩૬૭.૩૫, થાયરોકેર રૂ.૨૯.૩૦ વધીને રૂ.૧૨૦૮.૬૦, નારાયણ હ્યુદાલ્યા રૂ.૩૫.૮૦ વધીને રૂ.૧૭૮૮.૨૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૪૫૮.૬૯ પોઈન્ટ ઉછળીને ૪૩૯૮૨.૫૨ બંધ રહ્યો હતો.
ઓઈલ-ગેસ શેરોમાં પસંદગીની ખરીદી : આઈઓસી, એચપીસીએલ, ઓઈલ ઈન્ડિયા, રિલાયન્સમાં તેજી
ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. ભારત દ્વારા અમેરિકા પાસેથી ખરીદી કરી રહ્યાના અહેવાલ અને વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડાની પોઝિટીવ અસરે ફંડોની શેરોમાં ખરીદી રહી હતી. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન રૂ.૪.૪૫ વધીને રૂ.૧૫૪.૮૫, એચપીસીએલ રૂ.૯.૯૦ વધીને રૂ.૪૫૫.૯૦, ઓઈલ ઈન્ડિયા રૂ.૫.૨૫ વધીને રૂ.૪૧૯.૬૦, ઓએનજીસી રૂ.૨.૩૦ વધીને રૂ.૨૪૫.૯૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૧.૬૫ વધીને રૂ.૧૩૭૫.૧૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૨૬૬.૫૮ પોઈન્ટ વધીને ૨૭૩૬૦.૪૨ બંધ રહ્યો હતો.
મેટલ-માઈનીંગ શેરોમાં તેજીને બ્રેક : જિન્દાલ સ્ટેનલેસ, જિન્દાલ સ્ટીલ, ટાટા સ્ટીલ, નાલ્કો, સેઈલ ઘટયા
મેટલ-માઈનીંગ શેરોમાં ગત સપ્તાહમાં મોટી ખરીદી બાદ આજે તેજીને બ્રેક લાગી પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. જિન્દાલ સ્ટેનલેસ રૂ.૨૭.૨૦ ઘટીને રૂ.૭૬૧.૦૫, જિન્દાલ સ્ટીલ રૂ.૨૦.૯૦ ઘટીને રૂ.૧૦૫૫.૨૫, ટાટા સ્ટીલ રૂ.૩.૨૫ ઘટીને રૂ.૧૬૯.૯૫, નાલ્કો રૂ.૪ ઘટીને રૂ.૨૧૭.૧૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૩૧૨.૯૬ પોઈન્ટ ઘટીને ૩૩૭૩૫.૬૬ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં ફંડોની સતત ખરીદી : ટીવીએસ મોટર રૂ.૫૫ ઉછળી રૂ.૩૫૧૦ : ઉનો મિન્ડા, મારૂતી વધ્યા
ઓટોમોબાઈલ શેરોમાં પણ ફંડોની સતત ખરીદી રહી હતી. જીએસટીમાં ઘટડા અને તહેવારોની સીઝનની પાછલા દિવસોમાં ખરીદી વધ્યાના અહેવાલોએ ફંડોની ઓટો શેરોમાં ખરીદી રહી હતી. ટીવીએસ મોટર રૂ.૫૫.૨૦ વધીને રૂ.૩૫૧૦.૭૫, ઉનો મિન્ડા રૂ.૧૭.૩૦ વધીને રૂ.૧૩૩૩.૪૫, મારૂતી સુઝુકી રૂ.૧૯૮.૯૦ વધીને રૂ.૧૬૦૦૪.૩૫, બજાજ ઓટો રૂ.૧૦૮.૫૫ વધીને રૂ.૮૭૯૪.૩૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૮૮.૩૮ પોઈન્ટ વધીને ૫૯૮૯૯.૯૦ બંધ રહ્યો હતો.
કેઆઈઓસીએલ રૂ.૯૬, અવાલોન રૂ.૭૬, નાયકા રૂ.૧૬, ડેલહિવરી રૂ.૨૫, આઈનોક્સ રૂ.૧૦ વધ્યા
એ ગુ્રપના પ્રમુખ વધનાર અન્ય શેરોમાં કેઆઈઓસીએલ રૂ.૯૬.૩૫ વધીને રૂ.૬૨૫, અવાલોન રૂ.૭૬.૨૫ વધીને રૂ.૧૧૩૧.૪૦, નાયકા રૂ.૧૫.૭૦ વધીને રૂ.૨૫૫.૫૫, ડેલહિવરી રૂ.૨૫.૪૫ વધીને રૂ.૪૬૨.૭૫, આઈનોક્સ ગ્રીન રૂ.૧૦.૨૦ વધીને રૂ.૨૧૪.૭૦, સંઘવી મુવર્સ રૂ.૨૧.૩૫ વધીને રૂ.૪૦૫.૦૫, યથાર્થ રૂ.૩૬.૫૫ વધીને રૂ.૭૮૧.૫૫, અવાન્ટેલ રૂ.૯.૦૫ વધીને રૂ.૨૧૧.૩૫, ગ્લોબસ સ્પિરીટ રૂ.૪૩.૯૫ વધીને રૂ.૧૧૧૩.૧૦, શ્રીરામ ફાઈનાન્સ રૂ.૨૫.૮૦ વધીને રૂ.૬૭૧.૪૦, જીઆઈસી રી રૂ.૧૫.૧૫ વધીને રૂ.૩૮૦.૭૫ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ઉછાળે વ્યાપક પ્રોફિટ બુકિંગ : માર્કેટ બ્રેડથ નેગેટીવ : ૨૫૦૬ શેરો નેગેટીવ બંધ
સેન્સેક્સ, નિફટી બેઝડ તેજી સામે આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં ઉછાળે વ્યાપક પ્રોફિટ બુકિંગ થતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૪૫૩ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૬૩૬થી ઘટીને ૧૭૮૦ અને ઘટનારની સંખ્યા ૧૫૬૮થી વધીને ૨૫૦૬ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૦૩ લાખ કરોડ વધીને રૂ.૪૫૯.૮૪ લાખ કરોડ
સેન્સેક્સ, નિફટીમાં મોટી તેજી સાથે આજે એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીની ખરીદી થતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૦૩ લાખ કરોડ વધીને રૂ.૪૫૯.૮૪ લાખ કરોડ પહોંચ્યું હતું.










