gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફતિયાબાદના બે લાભાર્થીને એક જ એફટીઓ પરથી આવાસની 1.60 લાખ સહાય ચૂકવાઈ | Two beneficiaries from Fatiab…

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in GUJARAT
0 0
0
ફતિયાબાદના બે લાભાર્થીને એક જ એફટીઓ પરથી આવાસની 1.60 લાખ સહાય ચૂકવાઈ | Two beneficiaries from Fatiab…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કપડવંજ તાલુકા પંચાયતમાં પીએમ ગ્રામીણ આવાસ કૌભાંડનો મામલો

– જૂના મકાનનો ફોટો અપલોડ કરી ગરોડના લાભાર્થીને ૮૦ હજાર સહાય આપીઃ કૌભાંડ ફોટા પૂરતું સીમિત નહીં, નાણાંકીય ગેરરીતિ, બનાવટી લાભાર્થીના સ્તરે પણ વિસ્તર્યું હોવાની શંકા

નડિયાદ : ખેડા જિલ્લાના કપડવંજ તાલુકા પંચાયત હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણમાં કર્મચારીઓ દ્વારા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાના એક બાદ એક નવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એક જ એફટીઓ નંબરનો ઉપયોગ કરીને બે લાભાર્થીને સહાય ચૂકવવાનો અને જૂના મકાનોના ફોટા અપલોડ કરવાનો કિમિયો પ્રકાશમાં આવ્યા બાદ હવે ડુપ્લિકેટ લાભાર્થીઓને પણ સહાય ચૂકવી દેવાઈ હોવાની વિગતો સરકારી રેકર્ડ પરથી જ બહાર આવી છે. આ નવા કૌભાંડમાં ૩ જુદી-જુદી ગેરરીતિઓથી લાખો રૂપિયાની સહાય ચૂકવી દેવાઈ છે. આ આવાસ કૌભાંડ માત્ર ફોટા પૂરતું સીમિત નથી, પરંતુ નાણાંકીય ગેરરીતિ અને બનાવટી લાભાર્થીઓના સ્તરે પણ ફેલાયેલું છે.

કપડવંજ તાલુકાના ફતિયાબાદ ગામમાં બે લાભાર્થી ઈશ્વરભાઈ (જીજે૧૪૨૦૪૭૭૨૯) અને કૈલાશબેન મહેન્દ્રભાઈ પરમાર (જીજે૧૪૧૧૯૦૭૫૫)ને આવાસ યોજના અંતર્ગત પ્લીન્થ લેવલના કામ માટે ૮૦,૦૦૦-૮૦,૦૦૦ રૂપિયાનો બીજો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. સરકારી નિયમોનું ઉલ્લંઘન કરીને આ બંને લાભાર્થીઓને સહાય ચૂકવવા માટે એક જ એફટીઓ (ફંડ ટ્રાન્સફર ઓર્ડર) નંબર જીજે૧૧૧૩૦૦૮-૧૭૦૯૨૫એફટીઓ-૬૧૩૮૨૭નો ઉપયોગ કરાયો હતો. બંનેને ૧૭/૦૯/૨૦૨૫ના રોજ ઓર્ડર શીટ દ્વારા મંજૂરી આપીને ૨૦/૦૯/૨૦૨૫ના રોજ કુલ ૧,૬૦,૦૦૦ રૂપિયાની સહાય ચૂકવી દેવાઈ હતી. એક જ એફટીઓ પર બે જુદા-જુદા લાભાર્થીને સહાય ચૂકવવાનો આ બનાવટી નાણાંકીય વ્યવહાર ભ્રષ્ટાચાર તરફ ઈશારો કરે છે. 

આ સિવાય ફતિયાબાદના ઈશ્વરભાઈના રેકર્ડમાં જ મકાનનું કામ પૂર્ણ થયાના સ્થાને જૂના મકાનનો ફોટો અપલોડ કરાયો હોવાનું પણ જણાય છે, જે અગાઉના કૌભાંડની મોડેસ ઓપરેન્ડરીનું પુનરાવર્તન હોવાનું જણાયું છે.

કપડવંજ તાલુકાના ગરોડ ગામમાં પણ ડાભાયભાઈ પરમાર (જીજે૧૪૧૨૦૭૨૧૬)ના આવાસ માટે પ્લીન્થ લેવલની ૮૦,૦૦૦ રૂપિયાની સહાય ચૂકવવા માટે જૂના મકાનનો ફોટો પ્લીન્થ લેવલની સહાય ચુકવવા માટે અપલોડ કરાયો હતો. ડાભાયભાઈને આ સહાય ૧૩/૦૩/૨૦૨૫ના રોજ ટ્રાન્સફર કરાઈ હતી. માત્ર ફોટાની ગેરરીતિ જ નહીં, પરંતુ લાભાર્થીઓની પસંદગીમાં પણ ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે. 

કપડવંજ તાલુકા પંચાયતના આવાસ વિભાગના કર્મચારીઓએ નિયમોને નેવે મૂકીને લાખો રૂપિયાની સહાયનું ફુલેકું ફેરવ્યું હોવાની આશંકા છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા હાલમાં ચાલી રહેલી તપાસમાં આ નવા કિસ્સાઓની પણ ઉંડાણપૂર્વક તપાસ થાય તો કૌભાંડનો આંકડો કરોડો રૂપિયાને પાર પહોંચી શકે તેમ છે.

2019 ના લાભાર્થીને મકાન બન્યા વિના 1.10 લાખ ચૂકવાયા

ચિખલોડ ગામના લાભાર્થી પ્રભાતભાઈ રવજીભાઈ પરમાર (જીજે૧૫૦૨૫૦૪૪૯)ના ૨૦૧૯માં આવાસનું મકાન મંજૂર થતા ૨૦૨૪-૨૫માં પ્રથમ ૩૦ હજારનો હપ્તો ચુકવવામાં આવ્યો છે. અપલોડ કરેલા ફોટામાં નિયમ મુજબ મકાનના પાયા બહાર કાઢેલા દેખાતા નથી. પ્લીન્થ લેવલ માટે ૧૧/૦૮/૨૦૨૫ના રોજ ૮૦ હજારનો હપ્તો ચુકવાયો છે. સ્થળ સ્થિતિના અપલોડ કરેલા જીયોટેકિંગ ફોટામાં ખુલ્લી જગ્યાનો ફોટો છે. જેથી મકાન બનાવ્યું જ ન હોવા છતાં નાણાંકીય સહાય ચુકવવામાં આવી છે. જેથી ચોક્કસ લાભાર્થીઓ નક્કી કરી સહાય ચુકવી સરકારી બાબુઓએ મલાઈ તારવી લીધી હોવાની ચર્ચાઓ ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…
GUJARAT

મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…

March 27, 2026
ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak…
GUJARAT

ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak…

March 27, 2026
ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…
GUJARAT

ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…

March 27, 2026
Next Post
દિલ્હી ઠૂંઠવાયું, સોમવાર છેલ્લાં ત્રણ વર્ષનો સૌથી ઠંડો દિવસ રહ્યો | Delhi reels under cold Monday wa…

દિલ્હી ઠૂંઠવાયું, સોમવાર છેલ્લાં ત્રણ વર્ષનો સૌથી ઠંડો દિવસ રહ્યો | Delhi reels under cold Monday wa...

બોરિયાવી પાલિકામાં ધમકી આપનાર વિરૂદ્ધ કાર્યવાહી નહીં કરાય તો હડતાળની ચિમકી | Boriavi Municipality th…

બોરિયાવી પાલિકામાં ધમકી આપનાર વિરૂદ્ધ કાર્યવાહી નહીં કરાય તો હડતાળની ચિમકી | Boriavi Municipality th...

ભારતની જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ 31 ટકા ઘટીને 2.17 અબજ ડોલર | India’s gems and jewellery exports fa…

ભારતની જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ 31 ટકા ઘટીને 2.17 અબજ ડોલર | India's gems and jewellery exports fa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ જિલ્લામાં ટેકાના ભાવે 467 મેટ્રિક ટન ડાંગરની ખરીદી | 467 metric tons of paddy purchased at supp…

આણંદ જિલ્લામાં ટેકાના ભાવે 467 મેટ્રિક ટન ડાંગરની ખરીદી | 467 metric tons of paddy purchased at supp…

4 months ago
બરોડા ડેરીની ચૂંટણી પહેલા સાવલીના ધારાસભ્ય સામે ડિરેક્ટરનો મોરચો : ડેરી જ ટાર્ગેટ, ભ્રષ્ટાચાર માટે ક…

બરોડા ડેરીની ચૂંટણી પહેલા સાવલીના ધારાસભ્ય સામે ડિરેક્ટરનો મોરચો : ડેરી જ ટાર્ગેટ, ભ્રષ્ટાચાર માટે ક…

8 months ago
અમેરિકા – વેનેઝુએલાના ઓઈલ સોદાથી ભારતને ફાયદો થશે | India will benefit from US Venezuela oil deal

અમેરિકા – વેનેઝુએલાના ઓઈલ સોદાથી ભારતને ફાયદો થશે | India will benefit from US Venezuela oil deal

2 months ago
છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 7.08 લાખ કરોડની સીજીએસટી કરચોરી પકડાઈ

છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 7.08 લાખ કરોડની સીજીએસટી કરચોરી પકડાઈ

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News