gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ફરી 5 ઓગસ્ટે જ જમ્મુ કાશ્મીર મુદ્દે મોટા નિર્ણયની જાહેરાતની શક્યતા, દિલ્હીમાં અટકળો તેજ | Jammu And …

G METRO NEWS by G METRO NEWS
August 4, 2025
in INDIA
0 0
0
ફરી 5 ઓગસ્ટે જ જમ્મુ કાશ્મીર મુદ્દે મોટા નિર્ણયની જાહેરાતની શક્યતા, દિલ્હીમાં અટકળો તેજ | Jammu And …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Statehood Status to Jammu and Kashmir : કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જમ્મુ-કાશ્મીર મામલે મોટો નિર્ણય લેવાની તૈયારીમાં હોવાની દિલ્હીમાં અટકળો તેજ થઈ ગઈ છે. ચર્ચા છે કે, જમ્મુ-કાશ્મીરમાં પાંચ ઓગસ્ટે કંઈ મોટું થઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (2 ઓગસ્ટે) રાજભવન પહોંચી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત મંગળવારે (5 ઓગસ્ટ) સવારે એનડીએની સંસદીય દળની બેઠક યોજાવાની છે. આ ઘટના ક્રમ વચ્ચે એવી ચર્ચાઓ શરૂ થઈ છે કે, શું મોદી સરકાર પાંચમી ઓગસ્ટે કંઈક મોટો નિર્ણય લેવાની છે?

અગાઉ પાંચમી ઓગસ્ટે લેવાયા હતા ત્રણ મોટા નિર્ણય

અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબુદ કરવાની અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજન કરવાનો નિર્ણય પાંચમી ઓગસ્ટે જ કરાયો હતો, જોકે ત્યારે વરઅષ 2019 હતું. ત્યારથી જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની માંગ ઉઠી રહી છે. આના જવાબમાં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી સતત કહી રહ્યા છે કે, યોગ્ય સમય આવશે ત્યારે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપી દેવાશે.

મોદી સરકારે ક્યારેય ઈન્કાર કર્યો નથી

મોદી સરકારે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાનો ક્યારે ઈન્કાર કર્યો નથી, પરંતુ તેમણે માત્ર યોગ્ય સમય આવવાની વાત કહી છે, ત્યારે એવો સવાલ થઈ રહ્યો છે કે, શું સમય આવી ગયો છે? કંઈક મોટું થવાની અટકળો શરૂ થઈ ગઈ છે અને સૌથી વધુ ચર્ચા જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની થઈ રહી છે.

ફારુક અબ્દુલ્લાના નિવેદન બાદ અટકળો વધી

ફારુક અબ્દુલ્લાના નિવેદન બાદ પણ આવી અટકળો તેજ થઈ ગઈ છે. તેમણે સોમવારે કહ્યું કે, સરકાર કહે કે, આખરે જમ્મુ-કાશ્મીરને ક્યારે પૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે? અબ્દુલ્લાએ કલમ-370 નાબુદ થવાની છઠ્ઠી વર્ષગાંઠના એક દિવસ પહેલા ફરી દરજ્જાની માંગ કરી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ-કાશ્મીરની રાજ્યસભાની બેઠકો પર ચૂંટણી કરાવવાની પણ માંગ કરી છે.

અબ્દુલ્લાએ કેન્દ્ર સરકાર પર સાધ્યું હતું નિશાન

અબ્દુલ્લાએ કહ્યું કે, ‘તેઓ રાજ્યને પૂર્ણ રાજ્યનો દરજ્જો ક્યારે પરત આપવાના છે? તેમણે કહ્યું હતું કે, ચૂંટણી બાદ અને સરકાર બન્યા બાદ દરજ્જો પરત આપી દેવાશે. હવે તે વચનનું શું થયું? હવે તેમનું કહેવું છે કે, વિધાનસભાની બે ખાલી બેઠકો પર ચૂંટણી કરાવશે, પરંતુ રાજ્યસભાની ચાર બેઠકો પર ચૂંટણી ક્યારે યોજાશે? આખરે તેઓ ગૃહમાં લોકોનો અવાજ ઉઠાવવાના અધિકારને કેમ અટકાવી રહ્યા છે?

આ પણ વાંચો : ‘કેન્દ્ર સરકારની DDLJ નીતિ’ સુપ્રીમ કોર્ટે ચીન સંબંધી કેસમાં રાહુલ ગાંધીની ઝાટકણી કાઢ્યા બાદ મોદી સરકાર પર ભડકી કોંગ્રેસ

સુપ્રીમ કોર્ટે પણ દરજ્જો આપવા આપ્યો હતો નિર્દેશ

ડિસેમ્બર 2023માં સુપ્રીમ કોર્ટે કલમ 370 નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને માન્ય રાખ્યો હતો. આ સાથે જ કોર્ટે કેન્દ્ર સરકારને “શક્ય તેટલી વહેલી તકે” જમ્મુ અને કાશ્મીરનો રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોંગ્રેસ પાર્ટી પણ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે આખા રાજ્યમાં અભિયાન ચલાવી રહી છે. આ તમામ ઘટનાક્રમોથી એવી અટકળો તેજ બની છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં આ દિશામાં કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. 

કેન્દ્ર શાસિત પ્રદેશને પૂર્ણ રાજ્યનો દરજ્જો કેવી રીતે મળશે?

આખરે સવાલ એ થાય છે કે, કેન્દ્ર શાસિત પ્રદેશને પૂર્ણ રાજ્યનો દરજ્જો કેવી રીતે મળશે? તેની પ્રક્રિયા શું છે? સૌથી મહત્ત્વની વાત એ છે કે, કેન્દ્ર શાસિત પ્રદેશને રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવા માટે સંસદમાં પ્રસ્તાવ લાવવો પડે છે. બંને ગૃહોમાં પ્રસ્તાવ પસાર થયા બાદ રાષ્ટ્રપતિની મહોર વાગ્યા પછી પૂર્વ રાજ્યનો દરજ્જો મળે છે. વર્ષ 2019માં પુનર્ગઠન કાયદો પસાર કરીને જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવાયો હતો. હવે તે જ બિલમાં સંશોધન કરવાનું રહેશે. આ માટે સંસદમાં નવું સંશોધન વિધેયક રજુ કરવામાં આવશે અને પછી જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે.

રાજ્યનો દરજ્જો શા માટે મહત્વનો છે?

  • લોકશાહી અધિકાર : રાજ્યનો દરજ્જો મળવાથી લોકોને સંપૂર્ણ લોકતાંત્રિક સરકાર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા શાસનનો અધિકાર પાછો મળશે.
  • વહીવટી સ્વાયત્તતા : રાજ્ય બનવાથી સ્થાનિક સરકારને કાયદો અને વ્યવસ્થા, વિકાસના કાર્યો અને અન્ય નિર્ણયો લેવાની વધુ સત્તા મળશે, જે કેન્દ્રશાસિત પ્રદેશમાં મર્યાદિત હોય છે.
  • લોકોની ઓળખ : રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત થવાથી જમ્મુ-કાશ્મીરના લોકોની ઓળખ અને આત્મગૌરવની ભાવના ફરી મજબૂત થશે.

આ પણ વાંચો : ….તો ભારતમાં ઈન્ટરનેટ ઠપ થઈ જશે? જાણો ગૂગલ, જિયો અને એરટેલને કઈ વાતનો ડર પેઠો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હિમાલયની ટોચથી આવશે સુનામી! તણાઇ જશે હજારો ગામ, IIT રુડકીએ આપ્યું ઍલર્ટ | 31000 glacial lakes himala…
INDIA

હિમાલયની ટોચથી આવશે સુનામી! તણાઇ જશે હજારો ગામ, IIT રુડકીએ આપ્યું ઍલર્ટ | 31000 glacial lakes himala…

February 6, 2026
ભારતની સરહદ નજીક નેપાળમાં ભયાનક અકસ્માત, જાનૈયાઓ ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 13 મોત, 34ને ઈજા | Nepa…
INDIA

ભારતની સરહદ નજીક નેપાળમાં ભયાનક અકસ્માત, જાનૈયાઓ ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 13 મોત, 34ને ઈજા | Nepa…

February 6, 2026
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા, ગુરુદ્વારાની બહાર અંધાધૂંધ ફાયરિંગ | aap leader luc…
INDIA

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા, ગુરુદ્વારાની બહાર અંધાધૂંધ ફાયરિંગ | aap leader luc…

February 6, 2026
Next Post
AAP નેતા સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ CBIને ચાર વર્ષની તપાસ બાદ ન મળ્યા પુરાવા, ક્લોઝર રિપોર્ટને કોર્ટની મ…

AAP નેતા સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ CBIને ચાર વર્ષની તપાસ બાદ ન મળ્યા પુરાવા, ક્લોઝર રિપોર્ટને કોર્ટની મ...

‘કેન્દ્ર સરકારની DDLJ નીતિ’ સુપ્રીમ કોર્ટે ચીન સંબંધી કેસમાં રાહુલ ગાંધીની ઝાટકણી કાઢ્યા બાદ મોદી સર…

‘કેન્દ્ર સરકારની DDLJ નીતિ’ સુપ્રીમ કોર્ટે ચીન સંબંધી કેસમાં રાહુલ ગાંધીની ઝાટકણી કાઢ્યા બાદ મોદી સર...

હવામાન વિભાગનું એલર્ટ : ગુજરાત સહિત આ રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગનું એલર્ટ : ગુજરાત સહિત આ રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની આગાહી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહિલાઓથી માંડી જાતિગત સમીકરણ સુધી…’ બિહારમાં NDA ની બમ્પર જીતના 5 કારણો | bihar election results 2…

મહિલાઓથી માંડી જાતિગત સમીકરણ સુધી…’ બિહારમાં NDA ની બમ્પર જીતના 5 કારણો | bihar election results 2…

3 months ago
રીબડામાં પેટ્રોલપંપ ઉપર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહ કેરાલાથી ઝબ્બે | Hardik Singh who opened fire on…

રીબડામાં પેટ્રોલપંપ ઉપર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહ કેરાલાથી ઝબ્બે | Hardik Singh who opened fire on…

6 months ago
વરસાદ-ભૂસ્ખલનના કારણે રસ્તા બંધ થતા રાજસ્થાનના 4 વિદ્યાર્થીઓ હેલિકોપ્ટરથી પરીક્ષા આપવા પહોંચ્યા | Ra…

વરસાદ-ભૂસ્ખલનના કારણે રસ્તા બંધ થતા રાજસ્થાનના 4 વિદ્યાર્થીઓ હેલિકોપ્ટરથી પરીક્ષા આપવા પહોંચ્યા | Ra…

5 months ago
જીવદયાની સુફીયાણી વાત કરનારા ભાજપના કોર્પોરેટરો તેમના વોર્ડમાં ડોગ શેલ્ટર બનાવવા તૈયાર નથી | Sufi ta…

જીવદયાની સુફીયાણી વાત કરનારા ભાજપના કોર્પોરેટરો તેમના વોર્ડમાં ડોગ શેલ્ટર બનાવવા તૈયાર નથી | Sufi ta…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News