gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બંગાળમાં ચૂંટણી બાદની હિંસા મુદ્દે પોલીસ નિષ્ક્રિય, આ બુલડોઝર રાજ્ય નથી : મમતા | Police inactive on …

G METRO NEWS by G METRO NEWS
May 15, 2026
in INDIA
0 0
0
બંગાળમાં ચૂંટણી બાદની હિંસા મુદ્દે પોલીસ નિષ્ક્રિય, આ બુલડોઝર રાજ્ય નથી : મમતા | Police inactive on …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મમતા વકીલનો કાળો કોટ પહેરી પહેલી વખત હાઈકોર્ટ પહોંચ્યા

મમતા બેનરજી કલકત્તા હાઈકોર્ટમાંથી બહાર નીકળતા વકીલોના જૂથે ‘ચોર-ચોર’નો સૂત્રોચ્ચાર કરી અરાજક્તા સર્જી

કોલકાતા: તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજી ગુરુવારે વકીલનો કાળો કોટ પહેરી કલકત્તા હાઈકોર્ટ પહોંચ્યા હતા. તેમણે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછીની હિંસા મુદ્દે પોલીસની નિષ્ક્રિયતા સામે સવાલ ઉઠાવ્યો હતો અને કહ્યું કે, આ બુલડોઝર રાજ્ય નથી. બીજીબાજુ આ કેસની સુનાવણી પછી ભૂતપૂર્વ મુખ્યમંત્રી હાઈકોર્ટ પરીસરમાંથી બહાર નીકળતાં હતાં ત્યારે વકીલોના એક વર્ગે ‘ચોર-ચોર’નો સૂત્રોચ્ચાર કરતા અરાજક્તા સર્જાઈ હતી.

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પરિણામો પછી તૃણમૂલ કોંગ્રેસ પક્ષની ઓફિસો પર થયેલા કથિત હુમલાના એક કેસમાં દલીલો કરવા માટે ભૂતપૂર્વ સીએમ મમતા બેનરજી પોતે ગુરુવારે કલકત્તા હાઈકોર્ટ પહોંચ્યા હતા. તેમણે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુજોય પાલની વિભાગીય ખંડપીઠ સમક્ષ અરજી કરતા ચૂંટણી પછી લોકોનું હુમલાખોરોથી રક્ષણ કરવા ન્યાયિક દખલની માગ કરવા આ કેસની તાત્કાલિક સુનાવણીની માગ કરી હતી.

કાયદાની ડિગ્રી ધરાવતા મમતા બેનરજી ગુરુવારે પક્ષના વરિષ્ઠ નેતાઓ અને વકીલો ચંદ્રીમા બેનરજી અને કલ્યાણ બેનરજી સાથે વકીલના કાળા કોટમાં પહેલી વખત કલકત્તા હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. તેઓ તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ઉત્તરપારા વિધાનસભા બેઠક પરથી તૃણમૂલના ઉમેદવાર અને કલ્યાણ બેનરજીના પુત્ર સિરસાન્યા બંદોપાધ્યાયે દાખલ કરેલી અરજી માટે દલીલો કરવા હાઈકોર્ટ પહોંચ્યા હતા.

તૃણમૂલ સુપ્રીમો મમતાએ અરજીમાં જણાવ્યું કે, ચૂંટણી પરિણામો જાહેર થયા પછી પશ્ચિમ બંગાળમાં લગભગ છ હિન્દુ સહિત ૧૦ લોકોની હત્યા થઈ છે, હિંસાની ૨૦૦૦ ઘટનાઓ નોંધાઈ છે, તૃણમૂલ કોંગ્રેસની ૧૫૦થી ૧૬૦ ઓફિસોમાં તોડફોડ કરાઈ છે. ચૂંટણી હિંસામાં મહિલાઓ, બાળકો અને લઘુમતી સમાજના સભ્યોને નિશાન બનાવાઈ રહ્યા છે. તેમણે માગ કરી કે પોલીસને ચૂંટણી બાદની હિંસા રોકવા નિર્દેશ આપવામાં આવે.

આ કેસની સુનાવણી પછી મમતા બેનરજી હાઈકોર્ટ પરિસરમાંથી જઈ રહ્યા હતા ત્યારે વકીલોના કેટલાક જૂથે ‘ચોર ચોર’નો સૂત્રોચ્ચાર કરતા પરિસરમાં અરાજક્તા જેવી સ્થિતિ સર્જાઈ હતી. કલ્યાણ બેનરજીએ આક્ષેપ કર્યો કે ભાજપના પ્રભાવ હેઠળ વકીલોએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને તેમના પક્ષની કાયદાકીય ટીમને ધક્કે ચઢાવ્યા હતા.

બીજીબાજુ મમતા બેનરજી વકીલ તરીકે કાળો કોટ પહેરી હાઈકોર્ટ પહોંચતા બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ પશ્ચિમ બંગાળ બાર કાઉન્સિલ પાસેથી વકીલ તરીકે મમતાની નોંધણી અને વ્યાવસાયિક પ્રેક્ટિસ અંગેના દરજ્જા મુદ્દે ૪૮ કલાકમાં જવાબ માગ્યો છે. વર્તમાન પ્રક્રિયા મુજબ બંધારણીય પદ ધરાવતી અથવા લાભનું પદ ધરાવતી વ્યક્તિનું બાર લાઈસન્સ તેમના સર્વિસ કાળ સમયમાં સસ્પેન્ડ થઈ જાય છે અને વકીલ તરીકે પ્રેક્ટિસ કરવા તેમણે ફરીથી લાઈસન્સ રીન્યુ કરવું પડે છે. બીસીઆઈએ પશ્ચિમ બંગાળ બાર કાઉન્સિલ પાસે ૨૦૧૧થી ૨૦૨૬ સુધી મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ સમયે અને ત્યાર પછી વકીલ તરીકે મમતા બેનરજીની નોંધણી અને તેમના પ્રેક્ટિસ દરજ્જા અંગેની વિગતો માગી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉ.પ્રદેશમાં આંધી વ્યાધિ ઉપાધી : 120નાં મોત | Thunderstorm outbreak in Uttar Pradesh: 120 deaths
INDIA

ઉ.પ્રદેશમાં આંધી વ્યાધિ ઉપાધી : 120નાં મોત | Thunderstorm outbreak in Uttar Pradesh: 120 deaths

May 15, 2026
દિલ્હીમાં બ્રિક્સની બેઠકમાં ઇરાને અમેરિકા માટે કહ્યું : ‘એક સામ્રાજ્ય પતનના આરે’ | At the BRICS meet…
INDIA

દિલ્હીમાં બ્રિક્સની બેઠકમાં ઇરાને અમેરિકા માટે કહ્યું : ‘એક સામ્રાજ્ય પતનના આરે’ | At the BRICS meet…

May 15, 2026
જે.ડી.વાન્સને પ્રમુખ ટ્રમ્પ ચીન શા માટે ન લઇ ગયા ? વાન્સે કહ્યું : ‘હું વ્હાઇટ હાઉસમાં એકલતા અનુભવું…
INDIA

જે.ડી.વાન્સને પ્રમુખ ટ્રમ્પ ચીન શા માટે ન લઇ ગયા ? વાન્સે કહ્યું : ‘હું વ્હાઇટ હાઉસમાં એકલતા અનુભવું…

May 15, 2026
Next Post
મહુવાના બિલડી ગામે ધમકી આપ્યાની સામસામી ફરિયાદ | Face to face complaint of threats from Bildi villag…

મહુવાના બિલડી ગામે ધમકી આપ્યાની સામસામી ફરિયાદ | Face to face complaint of threats from Bildi villag...

મિશન મિલિયન ફાઈવની તૈયારી વચ્ચે અમદાવાદમાં એક વર્ષમાં૨૨૭ વૃક્ષ ગેરકાયદે કાપી નંખાયા | Amid preparati…

મિશન મિલિયન ફાઈવની તૈયારી વચ્ચે અમદાવાદમાં એક વર્ષમાં૨૨૭ વૃક્ષ ગેરકાયદે કાપી નંખાયા | Amid preparati...

દિલ્હીમાં સરકારી, ખાનગી કંપનીઓને વર્ક ફ્રોમ હોમ, સમય બદલવા આદેશ | Government private companies in De…

દિલ્હીમાં સરકારી, ખાનગી કંપનીઓને વર્ક ફ્રોમ હોમ, સમય બદલવા આદેશ | Government private companies in De...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મશીનો પાછા માંગનારને ઓફિસમાં ગોંધી રિવોલ્વર બતાવીને ખંડણી વસૂલનાર ગિરીશ સોલંકીની ધરપકડ | Bhavani Ene…

મશીનો પાછા માંગનારને ઓફિસમાં ગોંધી રિવોલ્વર બતાવીને ખંડણી વસૂલનાર ગિરીશ સોલંકીની ધરપકડ | Bhavani Ene…

6 months ago
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર રીક્ષા અને ખાનગી લક્ઝરી બસ વચ્ચેના અકસ્માતમાં બે મહિલા અને બે બાળકો સહિ…

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર રીક્ષા અને ખાનગી લક્ઝરી બસ વચ્ચેના અકસ્માતમાં બે મહિલા અને બે બાળકો સહિ…

7 months ago
ભોજવા ગામમાં રૃા. 1.60 લાખની રોકડ સાથે ૧૫ જુગારીઓ ઝડપાયા | 15 gamblers caught with Rs 1 60 lakh cash…

ભોજવા ગામમાં રૃા. 1.60 લાખની રોકડ સાથે ૧૫ જુગારીઓ ઝડપાયા | 15 gamblers caught with Rs 1 60 lakh cash…

8 months ago
શું મુસ્લિમ RSSમાં સામેલ થઈ શકે છે? મોહન ભાગવતે શરત સાથે આપ્યો જવાબ!

શું મુસ્લિમ RSSમાં સામેલ થઈ શકે છે? મોહન ભાગવતે શરત સાથે આપ્યો જવાબ!

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News