![]()
Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં આજે એક અત્યંત કરુણ અને ચકચારી ઘટના સામે આવી છે. ગોદા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં કૂદકો લગાવી એક જ પરિવારના ચાર સભ્યોએ સામૂહિક આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં મહિલા-પુરૂષ અને બે બાળકોના મોત નીપજ્યા છે. સામૂહિક હત્યાના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
પ્રાથમિક માહિતી અનુસાર, મૃતકોમાં એક પુરુષ, એક મહિલા અને બે બાળકોનો સમાવેશ થાય છે. આ પરિવારે કયા કારણોસર આટલું મોટું પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તરવૈયાઓ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક શોધખોળ કરી ચારેયની લાશ બહાર કાઢી હતી. ત્યારબાદ પોલીસે તેને પોસ્ટમોર્ટમ મામલે હોસ્પિટલ ખસેડી હતી.
આ સામૂહિક આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ પ્રેમ સંબંધ હોવાનું માનવામાં આવ્યું છે. યુવક મસાલી ગામનો વતની છે, જ્યારે મહિલા સાંતલપુરના બૂરેઠા ગામની વતની છે. પોલીસ દ્વારા આત્મહત્યાનું ચોક્ક્સ કારણ જાણવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે અને લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.










