![]()
પશ્ચિમ રેલ્વે દ્વારા દશેરા ,દિવાળી અને છઠ પૂજા તહેવાર નિમિત્તે મુસાફરોના ઘસારાને પહોંચી વળવા બાંદ્રા ટર્મિનસ અને બરૌની તથા ઉધના અને બલિયા વચ્ચે સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે.
બાંદ્રા ટર્મિનસ – બરૌની સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેન (6 ફેરા ) દર સોમવારે બાંદ્રાથી રાત્રે 9: 20 કલાકે ઉપડશે. અને બુધવારે સાંજે 7:15 કલાકે બરૌની પહોંચશે. આ ટ્રેન 22 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર સુધી કાર્યરત રહેશે. તેવી જ રીતે બરૌની -બાંદ્રા ટર્મિનસ ટ્રેન દર ગુરુવારે બરૌનીથી બપોરે 12 :15 કલાકે ઉપડશે. અને શનિવારે સવારે 6: 30 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 25 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર સુધી કાર્યરત રહેશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત ,વડોદરા, રતલામ, મથુરા સહિતના સ્ટેશનો પર રોકાણ કરશે. તેમજ ઉધના – બલિયા સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેન (6 ફેરા ) દર ગુરુવારે ઉધનાથી સવારે 6:40 કલાકે ઉપડશે. અને બીજા દિવસે રાત્રે 8:15 કલાકે બલિયા પહોંચશે. આ ટ્રેન 25 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર સુધી કાર્યરત રહેશે. તેવી જ રીતે બલિયા- ઉધના ટ્રેન દર શુક્રવારે બલિયાથી રાત્રે 11:30 કલાકે ઉપડશે. અને રવિવારે બપોરે 12:45 કલાકે ઉધના પહોંચશે. આ ટ્રેન 26 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી કાર્યરત રહેશે. આ ટ્રેન બંને દિશામાં સુરત ,ભરૂચ, વિશ્વામિત્રી, વડોદરા, ગોધરા ,દાહોદ, ઉજ્જૈન, લલિતપુર, ગાઝીપુર સીટી સહિતના સ્ટેશનો પર રોકાણ કરશે.










