gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બાઈક ટેક્સી ડ્રાઈવરના ખાતામાં 331 કરોડ રૂપિયા મળતા ઈડી ચોંકી, ઉદયપુરથી ગુજરાત સુધી તપાસનો ધમધમાટ | E…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in INDIA
0 0
0
બાઈક ટેક્સી ડ્રાઈવરના ખાતામાં 331 કરોડ રૂપિયા મળતા ઈડી ચોંકી, ઉદયપુરથી ગુજરાત સુધી તપાસનો ધમધમાટ | E…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ED Raid: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગેરકાયદે ઓનલાઈન સટ્ટાબાજી એપ્લિકેશન ‘OneXbet’ સંબંધિત એક મોટા મની લોન્ડરિંગ કેસનો પર્દાફાશ કર્યો છે. દિલ્હીમાં એક સામાન્ય બાઇક ટેક્સી ડ્રાઇવરના બેન્ક ખાતામાં માત્ર આઠ મહિનાના ગાળામાં 331.36 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા હોવાનું બહાર આવતાં ED ચોંકી ઉઠી છે, અને આ કેસના તાર ઉદયપુર અને ગુજરાતના એક યુવા નેતાના વૈભવી લગ્ન સુધી પહોંચ્યા છે.

ઝૂંપડપટ્ટીમાં રહેતા ડ્રાઇવરના ખાતામાં કરોડો રૂપિયા

ED ગેરકાયદે ઓનલાઈન સટ્ટાબાજીના મની લોન્ડરિંગની તપાસ કરી રહી હતી. કરોડો રૂપિયાના ‘મની ટ્રેલ’ની તપાસ કરતાં અધિકારીઓ દિલ્હીની એક ઝૂંપડપટ્ટીમાં રહેતા એક સામાન્ય બાઇક ટેક્સી ડ્રાઇવરના ઘરે પહોંચ્યા હતા.19મી ઓગસ્ટ 2024 થી 16મી એપ્રિલ 2025 વચ્ચેના સમયગાળામાં ડ્રાઇવરના બેન્ક ખાતામાં 331.36 કરોડ રૂપિયા જમા થયા હતા.

પૂછપરછમાં ડ્રાઇવરે જણાવ્યું કે તે આ બેન્ક વ્યવહારોથી સંપૂર્ણપણે અજાણ છે અને તે પોતાનો મોટાભાગનો સમય જીવનનિર્વાહ માટે બાઈક ટેક્સી ચલાવવામાં વિતાવે છે. ઈડીએ તુરંત નિષ્કર્ષ કાઢ્યો કે આ ગેરકાયદે ભંડોળ છુપાવવા માટે ‘મ્યૂલ’ ખાતાનો ઉપયોગ કરવાનો ક્લાસિક કેસ છે.

આ પણ વાંચો: હજારો વિમાનોના સોફ્ટવેરમાં સર્જાઇ ખામી, ભારત સહિત દુનિયાભરમાં હવાઈ સેવા પર માઠી અસર

ઉદયપુરના ગ્રાન્ડ વેડિંગમાં એક કરોડનો ખર્ચ

ઈડીની તપાસમાં આ મની લોન્ડરિંગના તાર ગુજરાતના એક યુવા નેતાના ભવ્ય લગ્ન સાથે જોડાયા છે, જેના કારણે તપાસનો ધમધમાટ હવે ગુજરાત સુધી લંબાયો છે. 331 કરોડ રૂપિયાથી વધુની ડિપોઝિટમાંથી ઉદયપુરની એક વૈભવી હોટલમાં યોજાયેલા ‘ગ્રાન્ડ ડેસ્ટિનેશન વેડિંગ’માં 1 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

આ લગ્ન ગુજરાતના એક યુવા નેતા સાથે જોડાયેલા છે, જેને ટૂંક સમયમાં ઈડી દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવે તેવી શક્યતા છે. ડ્રાઇવરે પૂછપરછમાં સ્પષ્ટતા કરી કે તે વર કે કન્યા અથવા તેમના પરિવારોને ઓળખતો નહોતો, જેમના લગ્ન માટે આ ભંડોળનો ઉપયોગ થયો હતો.

તપાસનો ધમધમાટ અને મ્યૂલ એકાઉન્ટ

ઈડીને શંકા છે કે ડ્રાઈવરનું બેન્ક ખાતું ગેરકાયદે ભંડોળ લોન્ડર કરવા માટેનું મ્યૂલ પ્લેટફોર્મ હતું. આ ખાતામાં અનેક અજાણ્યા સોર્સમાંથી મોટી રકમ જમા થઈ હતી અને ઝડપથી અન્ય શંકાસ્પદ ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ ભંડોળનો એક મુખ્ય સોર્સ ગેરકાયદે જુગાર સાથે જોડાયેલો હતો.

મ્યૂલ એકાઉન્ટ શું છે?

મ્યૂલ એકાઉન્ટ્સનો ઉપયોગ ફાઇનાન્શિયલ ક્રાઇમ દ્વારા મેળવેલા ગેરકાયદે ભંડોળને લોન્ડર કરવા માટે થાય છે. આ એકાઉન્ટ્સ નકલી અથવા ભાડે રાખેલા KYC ઓળખપત્રોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, જ્યાં કોઈ વ્યક્તિ કમિશનના બદલામાં તેનું બેન્ક એકાઉન્ટ ગુનેગારોને વાપરવા માટે આપે છે, અને વાસ્તવિક માલિકને વ્યવહારોની જાણ હોતી નથી.

ઉલ્લેખનીય છે કે, EDએ તાજેતરમાં 1xbet તપાસના ભાગ રૂપે પૂર્વ ક્રિકેટરો શિખર ધવન અને સુરેશ રૈના સહિત ઘણાં અન્ય ક્રિકેટરો અને સેલિબ્રિટીઓની પૂછપરછ કરી હતી અને કરોડો રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઊર્જા સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: હવે પેટ્રોલ પંપ પરથી પણ મળશે કેરોસીન, નિયમોમાં વિશેષ છ…
INDIA

ઊર્જા સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: હવે પેટ્રોલ પંપ પરથી પણ મળશે કેરોસીન, નિયમોમાં વિશેષ છ…

March 29, 2026
VIDEO : હેલમેટ વગર પતિને પકડ્યા, તો પોલીસ સ્ટેશનમાં ધુણવા લાગી પત્ની, જુઓ પછી શું થયું | Viral Video…
INDIA

VIDEO : હેલમેટ વગર પતિને પકડ્યા, તો પોલીસ સ્ટેશનમાં ધુણવા લાગી પત્ની, જુઓ પછી શું થયું | Viral Video…

March 29, 2026
‘દેશના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક’, અફવાઓ પર વિશ્વાસ ન કરવા કેન્દ્રની અપીલ |…
INDIA

‘દેશના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક’, અફવાઓ પર વિશ્વાસ ન કરવા કેન્દ્રની અપીલ |…

March 29, 2026
Next Post
નિયમનકારી સંસ્થાને સરકારી માન્યતા માટે ડિજિટલ ગોલ્ડ કંપનીઓની રજૂઆત | Submission of digital gold comp…

નિયમનકારી સંસ્થાને સરકારી માન્યતા માટે ડિજિટલ ગોલ્ડ કંપનીઓની રજૂઆત | Submission of digital gold comp...

ધિરાણમાં વૃદ્ધિ, એસેટ કવોલિટીમાં સુધારાથી બેન્કોની કામગીરી મજબૂત રહેશે | Banks’ performance will rem…

ધિરાણમાં વૃદ્ધિ, એસેટ કવોલિટીમાં સુધારાથી બેન્કોની કામગીરી મજબૂત રહેશે | Banks' performance will rem...

કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલનું નિધન, 3 વખત સાંસદ રહ્યા | Thr…

કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલનું નિધન, 3 વખત સાંસદ રહ્યા | Thr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિશ્વનો સૌથી મોટો એડવાન્સ્ડ ડ્રિંકિંગ વોટર ટ્રીટમેન્ટ સુરત ખાતે શરૂ કરવા આયોજન | World’s largest adv…

વિશ્વનો સૌથી મોટો એડવાન્સ્ડ ડ્રિંકિંગ વોટર ટ્રીટમેન્ટ સુરત ખાતે શરૂ કરવા આયોજન | World’s largest adv…

3 weeks ago
ધૂપના ધુમાડાની બબાલમાં જામનગરમાં બે પાડોશીઓ વચ્ચે ધીંગાણું, ધોકા-લાકડીના હુમલામાં આઠ લોકો ઘાયલ | eig…

ધૂપના ધુમાડાની બબાલમાં જામનગરમાં બે પાડોશીઓ વચ્ચે ધીંગાણું, ધોકા-લાકડીના હુમલામાં આઠ લોકો ઘાયલ | eig…

12 months ago
બોમ્બની ધમકી મળતાં કુવૈત જતું વિમાન અડધેથી પાછું ફર્યું, મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ

બોમ્બની ધમકી મળતાં કુવૈત જતું વિમાન અડધેથી પાછું ફર્યું, મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ

4 months ago
કારમાં વિદેશી દારૃ લઇને આવતો કેરિયર ઝડપાયો | Carrier caught carrying foreign liquor in car

કારમાં વિદેશી દારૃ લઇને આવતો કેરિયર ઝડપાયો | Carrier caught carrying foreign liquor in car

1 day ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News