gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઊર્જા સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: હવે પેટ્રોલ પંપ પરથી પણ મળશે કેરોસીન, નિયમોમાં વિશેષ છ…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2026
in INDIA
0 0
0
ઊર્જા સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: હવે પેટ્રોલ પંપ પરથી પણ મળશે કેરોસીન, નિયમોમાં વિશેષ છ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

kerosene Rule in India : વૈશ્વિક સ્તરે ઈરાન-યુદ્ધને કારણે ઈંધણ સંકટ સર્જાયું છે, જેને ધ્યાનમાં રાખીને ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. સામાન્ય રીતે કેરોસીનનું વેચાણ માત્ર રેશનિંગની દુકાનો (PDS) દ્વારા જ કરવામાં આવતું હોય છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિને જોતા સરકારે તેના નિયમોમાં કામચલાઉ ફેરફાર કર્યો છે.

આજે (રવિવારે, 29 માર્ચ 2026)ના રોજ કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જાહેરાત કરી છે કે, દેશમાં કેરોસીનની અછતને પહોંચી વળવા માટે પેટ્રોલિયમ સુરક્ષા અને લાયસન્સિંગના નિયમોમાં તાત્કાલિક અસરથી છૂટછાટ આપવામાં આવી છે. જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે દેશમાં વૈકલ્પિક ઈંધણ તરીકે 48,000 કિલોલીટર વધારાનું કેરોસીન વહેંચ્યું છે. ત્યારે કેરોસીનને લઈને કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કરી છે.

મુખ્ય વિગતો અને મહત્ત્વના ફેરફારો:

પેટ્રોલ પંપ પર વેચાણની મંજૂરી: સરકારે હવે ખાનગી અને સરકારી પેટ્રોલ પંપ (રિટેલ આઉટલેટ્સ) પરથી પણ કેરોસીનના વેચાણને મંજૂરી આપી દીધી છે.

60 દિવસની વિશેષ છૂટ: આ નવી વ્યવસ્થા હાલ પૂરતી આગામી 60 દિવસ માટે લાગુ કરવામાં આવી છે. સ્થિતિની સમીક્ષા કર્યા બાદ તેને લંબાવવી કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે.

નિયમોમાં છૂટછાટ: અત્યાર સુધી કેરોસીનના સંગ્રહ અને વેચાણ માટે જે કડક લાયસન્સિંગ પ્રક્રિયા અને નિયમો હતા, તેમાં સરકારે આ ઉર્જા સંકટ દરમિયાન થોડી ઢીલ આપી છે જેથી સામાન્ય જનતાને સરળતાથી ઇંધણ મળી રહે.

21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો : સરકારના સત્તાવાર નોટિફિકેશન મુજબ, આ રાહત દેશના 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ કરવામાં આવશે.

ઉપયોગ : આ વ્યવસ્થા અંતર્ગત ઘરોમાં રસોઈ અને લાઇટિંગ (પ્રકાશ) માટે જરૂરી કેરોસીનનો પુરવઠો તાત્કાલિક ધોરણે (ad-hoc) ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ પણ વાંચો : ‘7 એરપોર્ટના ઉદ્ઘાટન થયા અને તેમાંથી 6 બંધ થઈ ગયા’, નોઈડા-દાદરીમાં અખિલેશે સરકારને આડેહાથ લીધી

સામાન્ય જનતા પર શું અસર થશે?

હવે લોકોએ માત્ર રેશનકાર્ડ કે સરકારી દુકાનો પર નિર્ભર રહેવું નહીં પડે. નજીકના પેટ્રોલ પંપ પરથી પણ કેરોસીન મેળવી શકાશે. પેટ્રોલ પંપ પર મળતા કેરોસીનની કિંમત બજાર ભાવ (Non-Subsidized) મુજબ હોઈ શકે છે, જે રેશનિંગ કરતા અલગ હોવાની શક્યતા છે. નાના વેપારીઓ કે જેઓ કેરોસીનનો ઉપયોગ મશીનરી કે અન્ય કામોમાં કરે છે, તેમને કામ અટકાવવું પડશે નહીં.

સરકારે આવું કેમ કર્યું?

વર્તમાન સમયમાં ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક એનર્જી સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે, જેની સીધી અસર ભારત જેવા દેશોના પેટ્રોલિયમ ઉત્પાદનોના પુરવઠા પર પડી રહી છે. નાગરિકોને રાંધણગેસ કે અન્ય ઈંધણની અછત ન વર્તાય અને સામાન્ય લોકોની દૈનિક જરૂરિયાતો જળવાઈ રહે તે માટે સરકારે લાયસન્સિંગની જટિલ પ્રક્રિયાઓને હળવી કરીને કેરોસીનના વિતરણને વેગ આપવાનો આ વ્યૂહાત્મક નિર્ણય લીધો છે.

પેટ્રોલિયમ મંત્રાલયે તમામ રાજ્યોને કહ્યું કે તેઓ જિલ્લામાં વિતરણ માટે જગ્યાઓની ઓળખ કરે અને તેના મુખ્ય રૂપે રાશનની દુકાનો કે નિર્દિષ્ટ સ્થળો પર વહેંચે. પરંતુ રાજ્યો તરફથી આ યોજનાને લઈને ખાસ ઉત્સાહ નથી દેખાઈ રહ્યો.

સત્તાવાર માહિતી અનુસાર, અત્યાર સુધી માત્ર 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના એસકેઓ (સુપીરિયર કેરોસિન ઓઈલ) વહેંચણીના આદેશ જાહેર કર્યા છે. ત્યારે, હિમાચલ પ્રદેશ અને લદાખે સ્પષ્ટ કહી દીધું છે કે, ત્યાં કેરોસિનની કોઈ જરૂર નથી. કોઈ બીજા રાજ્ય હજુ આદેશ જાહેર કરવામાં ખચકાટ અનુભવી રહ્યા છે.

આ પણ વાંચો : ‘મારી હત્યાનું ષડયંત્ર રચાયું…’, બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટૂંક સમયમાં થઈ શકે જાહેર, આખરી મતદાર યાદીની તારીખ આવી સામે | Gujarat Local…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટૂંક સમયમાં થઈ શકે જાહેર, આખરી મતદાર યાદીની તારીખ આવી સામે | Gujarat Local...

સુરત: ઓલપાડમાં સ્વિમિંગ પૂલમાં ન્હાવા પડેલા યુવકનું ડૂબવાથી મોત, ઘટનાના લાઈવ દ્રશ્યો ચોંકાવનારા | 22…

સુરત: ઓલપાડમાં સ્વિમિંગ પૂલમાં ન્હાવા પડેલા યુવકનું ડૂબવાથી મોત, ઘટનાના લાઈવ દ્રશ્યો ચોંકાવનારા | 22...

પગારની બાબતમાં પૂર્વ કર્મચારીઓએ યુવકનું અપહરણ કરી માર માર્યો | vadaj police caught five accused in k…

પગારની બાબતમાં પૂર્વ કર્મચારીઓએ યુવકનું અપહરણ કરી માર માર્યો | vadaj police caught five accused in k...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

400 પેટ્રોલ પંપ બંધ, CMએ ઈમરજન્સી બેઠક બોલાવી, અફવાના કારણે આ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ માટે પડાપડી | an…

400 પેટ્રોલ પંપ બંધ, CMએ ઈમરજન્સી બેઠક બોલાવી, અફવાના કારણે આ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ માટે પડાપડી | an…

2 months ago
પક્ષી સાથે અથડાયા બાદ ઈન્ડિગોનું વિમાન નુકસાનગ્રસ્ત, ઋષિકેશમાં સર્જાઈ દુર્ઘટના | IndiGo Flight Damag…

પક્ષી સાથે અથડાયા બાદ ઈન્ડિગોનું વિમાન નુકસાનગ્રસ્ત, ઋષિકેશમાં સર્જાઈ દુર્ઘટના | IndiGo Flight Damag…

7 months ago
દ્વારકામાં તા.૧૦ એપ્રિલ,૨૦૨૫ના રોજ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીનું ભવ્ય સ્વાગત તથા શોભાયાત્રા યોજાશ…

દ્વારકામાં તા.૧૦ એપ્રિલ,૨૦૨૫ના રોજ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીનું ભવ્ય સ્વાગત તથા શોભાયાત્રા યોજાશ…

1 year ago
વ્હોટ્સએપમાં MLA વિરોધી ટિપ્પણી કરનાર ભાજપના જ કાર્યકરો પર હુમલો | BJP workers attacked for making a…

વ્હોટ્સએપમાં MLA વિરોધી ટિપ્પણી કરનાર ભાજપના જ કાર્યકરો પર હુમલો | BJP workers attacked for making a…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News