gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાકી નાણાંની વસુલાત માટે ધમકી આપનાર વ્યાજખોર સામે વેપારીની ફરિયાદ | Trader files complaint against u…

G METRO NEWS by G METRO NEWS
July 23, 2025
in GUJARAT
0 0
0
બાકી નાણાંની વસુલાત માટે ધમકી આપનાર વ્યાજખોર સામે વેપારીની ફરિયાદ | Trader files complaint against u…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરામાં વેપારીએ વર્ષ 2022થી 2025 સુધીમાં 6 થી 10 ટકા વ્યાજથી રૂ. 23. 89 લાખ લીધા હોય તેની સામે રૂ. 39,86 લાખ ચૂકવવા છતા વધુ રૂ.14.50 લાખની ઉઘરાણી કરી ધમકી આપનાર શખ્સ સામે કપુરાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. 

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના આજવા નિમેટા રોડ ખાતે રહેતા 33 વર્ષીય વિવેક પટેલ સીસીટીવી કેમેરા સર્વિસનો વ્યવસાય કરે છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, મે વર્ષ 2019 – 20માં એક સંસ્થામાં કામ કરતો હતો તે સમયે મારા મિત્ર વિજય નાગજીભાઈ ભરવાડ મારફતે તેમના ભાઈ શૈલેષભાઈ નાગજીભાઈ ભરવાડ (રહે- ભક્તિનગર ,ભરવાડવાસ ,આમોદર) સાથે મિત્રતા થઈ હતી. શૈલેષ ભરવાડ નેશનલ હાઇવે નં. 48 વાઘોડિયા ચોકડી ઉપર પાન પાર્લરનો વ્યવસાય કરે છે. તે વ્યાજથી નાણાં આપતો હોય વર્ષ 2022 માં મને નાણાની જરૂરિયાત ઉદ્ભવતા 10 ટકાના વ્યાજથી રૂ.5 હજાર લીધા હતા. જે બે- ત્રણ મહિનામાં પરત આપી દીધા હતા. ત્યારબાદ ટુકડે ટુકડે લીધેલ રકમ વ્યાજ સહિત રૂ. 6,11,900 ચૂકવી દીધા હતા. વર્ષ 2023માં ઓનલાઇન તથા રોકડા મળી કુલ રૂ. 7,69,900 લીધા હોય વ્યાજ સાથે રૂ. 14,30,210 ચૂકવ્યા હતા. વર્ષ 2024માં શૈલેષ ભરવાડે હજુ રૂ. ત્રણ લાખ મૂડી બાકી છે તેમ કહી ઉઘરાણી શરૂ કરી હતી. 

ફરિયાદી દેવું ચૂકતે કરવા સિંગાપુર જવા નીકળ્યા પણ તેમાં પણ તેમની સાથે ચીટીંગ 

મને સિંગાપુર જવાનું હોવાથી નાણાંની જરૂરિયાત ઉદ્ભવતા મારી કાર તેની પાસે ગીરવે રાખી 6 ટકાના વ્યાજે રૂ .10 લાખની રકમ રોકડેથી લીધી હતી. સિંગાપુર જવામાં મારી સાથે છેતરપિંડી થતા પરત આવ્યો હતો. જેથી મારી ઉપર મોટું દેવું થઈ જતા આવકનું હાલ કોઈ સાધન ન હોય જેથી વ્યાજ આપી શકાય તેમ ન હોવ ટુકડે ટુકડે મૂડી આપવા જણાવતા શૈલેષે હા પાડી હતી. 

મારી પાસે ઘણા માથાભારે માણસો છે ગમે ત્યારે ઉઠાવી લઈશ તેવી ધમકીથી ફરિયાદી ભયભીત

વર્ષ 2024ના ઓક્ટોબર મહિનામાં શૈલેષ ભરવાડે મને તેના ગલ્લે બોલાવી બાકી રૂપિયા માટે ધમકી આપી હતી કે, હું જ્યારે ફોન કરું ત્યારે રિસીવ કરવાનો નહીં તો મારી પાસે ઘણા માથાભારે માણસો છે ગમે ત્યારે ઉઠાવી લઈશ. જેથી મેં કહ્યું હતું કે, મારું લુણાવાડા ખાતે મકાન આવેલ હોય તેની ઉપર લોન લઈ તમારા રૂપિયા ચૂકવી આપીશ. પરંતુ હાલમાં તે મકાન ઉપર લોન બાકી પડતી હોય રૂ. 3.50 લાખ આપો તો તે ચૂકવી નવી લોન કરી તમારું દેવું ચૂકતે કરી દઉં. આ માટે શૈલેષ ભરવાડ સહમત થયા બાદ  રકમ આપી ન હતી. 

રૂ. 23.89 લાખની રકમ સામે રૂ. 39.86 લાખ ચૂકવવા છતાં વધુ રૂ.14.50 લાખની ઉઘરાણી

ગત તા. 17 /03/ 2025ના રોજ મને વૃંદાવન ચાર રસ્તા પાસે આવેલ એડવોકેટની ઓફિસે બોલાવી પાછલો હિસાબ ચૂકતે થઈ ગયો છે કાર પરત આપી દઈશું તેમ જણાવી રૂ.300ના સ્ટેમ્પ પેપર ઉપર રૂ.14 લાખ લીધા છે અને છ મહિનાની અંદર ચૂકવી આપવાની શરતે સિક્યુરિટી પેટે બે કોરા ચેક લઈ કરારનામું કર્યું હતું. 

નાણાની ઉઘરાણી માટે ફરિયાદીની ગીરવે મૂકેલ કાર બુટલેગરને વેચી દેવાની ચીમકી

શૈલેષ ભરવાડ કહે છે કે, રૂપિયા નહીં મળે તો તારી કાર બુટલેગરને વેચી દઈશ. હાલ બાકી નાણાની ઉઘરાણી માટે તે વારંવાર ફોન કરે છે પરંતુ હું રિસીવ કરી રહ્યો નથી. મારી સાથે કોઈપણ પ્રકારની ઘટના ઘટી શકે છે. શૈલેષ ભરવાડ પાસેથી અત્યાર સુધી કુલ રૂ. 23, 89,400 લીધા હોય તેની સામે ઓનલાઇન રૂ. 32,86,110 તથા રોકડા રૂ. 7 લાખ ચૂકવ્યા છે. તેમજ મારી રૂ. 9,15,000ની કિંમતની કાર તેની પાસે છે. છતાં મારી પાસે વધુ રૂ.14.50 લાખની ઉઘરાણી કરી ધમકી આપે છે. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે શૈલેષ ભરવાડ વિરુદ્ધ બીએનએસ 308 (2), 318 (3), 351 (2) તથા નાણાં ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કૌન બનેગા કરોડપતિના મંચ પર ચમકશે ગુરુ-શિષ્યની જોડી : વિશ્વના સૌથી વામનકદના ડૉ.ગણેશ બારૈયા અને તેમના …
GUJARAT

કૌન બનેગા કરોડપતિના મંચ પર ચમકશે ગુરુ-શિષ્યની જોડી : વિશ્વના સૌથી વામનકદના ડૉ.ગણેશ બારૈયા અને તેમના …

July 23, 2026
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જનરલ નર્સિંગ સ્કૂલ, હિંમતનગરના વિદ્યાર્થીઓ માટે કોર્ટ મુલાકાત તથા કાન…
GUJARAT

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જનરલ નર્સિંગ સ્કૂલ, હિંમતનગરના વિદ્યાર્થીઓ માટે કોર્ટ મુલાકાત તથા કાન…

July 23, 2026
હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ
GUJARAT

હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ

July 23, 2026
Next Post
આ ગુડ્સ ટ્રેન નથી: વડોદરા હાઈવે પર વાહનોની લાંબી કતારો, જામ્બુવા બ્રિજ પાસે 15 કિલોમીટર લાંબો ટ્રાફિ…

આ ગુડ્સ ટ્રેન નથી: વડોદરા હાઈવે પર વાહનોની લાંબી કતારો, જામ્બુવા બ્રિજ પાસે 15 કિલોમીટર લાંબો ટ્રાફિ...

મકરપુરા વિસ્તારમાં 12 લારી ગલ્લામાં તોડફોડ અને ચોરી: કોર્પોરેશન દ્વારા હેરાનગતિ અંગે મોરચો | Vandali…

મકરપુરા વિસ્તારમાં 12 લારી ગલ્લામાં તોડફોડ અને ચોરી: કોર્પોરેશન દ્વારા હેરાનગતિ અંગે મોરચો | Vandali...

41 પડતર પ્રશ્ન મુદ્દે ભારતીય પોસ્ટલ ફેડરેશન અને ગ્રામીણ ડાક સેવા દ્વારા ધરણા | Indian Postal Federat…

41 પડતર પ્રશ્ન મુદ્દે ભારતીય પોસ્ટલ ફેડરેશન અને ગ્રામીણ ડાક સેવા દ્વારા ધરણા | Indian Postal Federat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા માંડવીના નુકસાનગ્રસ્ત પિલર ફરતે સ્ટીલની પ્લેટ ફિટ કરી કામચલાઉ રિપેરિંગ | Vadodara : Temporary…

વડોદરા માંડવીના નુકસાનગ્રસ્ત પિલર ફરતે સ્ટીલની પ્લેટ ફિટ કરી કામચલાઉ રિપેરિંગ | Vadodara : Temporary…

10 months ago
ટેકાના ભાવે ઘઉં ખરીદીનો ટાર્ગેટ 15 ટકા વધારીને 3.45 કરોડ ટન કરાયો | Wheat procurement target at supp…

ટેકાના ભાવે ઘઉં ખરીદીનો ટાર્ગેટ 15 ટકા વધારીને 3.45 કરોડ ટન કરાયો | Wheat procurement target at supp…

3 months ago
સૌરાષ્ટ્ર પંથકમાં નિબંધ સ્પર્ધામાં પ્રથમ આવી ભાણવડનું નામ રોશન કરતી દીકરી હરિતા ચાવડા

સૌરાષ્ટ્ર પંથકમાં નિબંધ સ્પર્ધામાં પ્રથમ આવી ભાણવડનું નામ રોશન કરતી દીકરી હરિતા ચાવડા

5 months ago
નર્મદાના માંડણ ગામે થાર કાર પાણીમાં ગરકાવ: પ્રવાસીઓની બેદરકારીથી મોટી દુર્ઘટના ટળી | Narmada’s Manda…

નર્મદાના માંડણ ગામે થાર કાર પાણીમાં ગરકાવ: પ્રવાસીઓની બેદરકારીથી મોટી દુર્ઘટના ટળી | Narmada’s Manda…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News