
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવાર
યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ બાળકોના આધાર કાર્ડ પર બાયોમેટ્રિક અપડેટ માટે રૃા.૧૨૫ ફી માફ કરી દીધી છે. આ ફી એક વર્ષ માટે માફી કરવામાં આવી છે. પુખ્ત વયના લોકો માટે, નામ, જન્મ તારીખ, સરનામું અથવા મોબાઇલ નંબર અપડેટ કરવા માટે ૭૫ ખર્ચ થાય છે, અને ફિંગરપ્રિન્ટ અને આઇરિસ સ્કેન જેવી બાયોમેટ્રિક વિગતો અપડેટ કરવા માટે ૧૨૫ ખર્ચ થાય છે. પુખ્ત વયની વ્યક્તિઓએ આ ચાર્જ ચૂકવવો પડશે.
પહેલી નવેમ્બરથી જ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના નવા રજિસ્ટ્રેશન લેવા માટે અરજી કરનારાઓને અરજી કર્યાની તારીખ પછીના કામકાજના ત્રણ જ દિવસમાં રજિસ્ટ્રેશન આપી દેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. તેમાં ઓછા જોખમવાળા જીએસટી રજિસ્ટ્રેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહિનાની રૃા. ૨.૫ લાખથી વધુની ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાની ન હોય તેમને ઓછા જોખમી રજિસ્ટ્રેશનની કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે.આ રજિસ્ટ્રેશન આપવામંાં કોઈપણ પ્રકારની માનવીય દખલગીરી કરવામાં આવશે નહિ. માનવીય દખલગીરી વિના આજે પહેલા જ દિવસે ૪૫ મિનિટથી ઓછા સમયમાં અમદાવાદમાં જીએસટી નંબર એલોટ કરી દેવામાં આવ્યો હોવાનો કિસ્સો બન્યો છે. પહેલી નવેમ્બરથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવા માટે આધાર ઓથેન્ટિકેશન પણ ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. આ વ્યવસ્થા કરવા પાછળનો મૂળભૂત હેતુ જીએસટી રજિસ્ટ્રેશનની પ્રક્રિયાને પેપરલેસ, ઓટોમેટેડ (આપોઆપ થઈ જતી પ્રક્રિયા) અને પારદર્શક પ્રક્રિયામાં રૃપાંતરિત કરવાનો છે.
પહેલી નવેમ્બરથી જ બેંક ખાતેદારે તેમના બેન્ક એકાઉન્ટ એક જ ખાતા, લોકર અથવા સલામત કસ્ટડી વસ્તુ માટે ચાર લોકોને નોમિનેટ કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ નિયમનો હેતુ પરિવારો માટે કટોકટીના સમયે ભંડોળ મેળવવાનું સરળ બનાવવા અને માલિકી અંગેના વિવાદોને ટાળવાનો છે. ગ્રાહકો માટે નોમિની ઉમેરવા અથવા બદલવાની પ્રક્રિયા પણ સરળ બનાવવામાં આવી છે.
આજથી જ એસબીઆઈના કાર્ડના વપરાશકર્તાઓએ ક્રેડ અને મોબીક્વિક જેવી થર્ડ પાર્ટી એપ્લિકેશનો મારફતે કરવામાં આવતી શિક્ષણ સંબંધિત નાણાંકીય ચુકવણીઓ પર ૧ ટકા ફી ચૂકવવી પડશે. તદુપરાંત એસબીઆઈ કાર્ડનો ઉપયોગ કરીને ડિજિટલ વોલેટમાં ૧,૦૦૦ થી વધુ જમા રાખવા માટેની પ્રક્રિયા કરવા પર એક ટકાના દરે ફી વસલવાનું નક્કી કરવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના તમામ નિવૃત્ત કર્મચારીઓએ નવેમ્બરના અંત સુધીમાં તેમનું વાષક જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું આવશ્યક છે. બેંક શાખામાં અથવા આનલાઇન જીવન પ્રમાણ પોર્ટલના માધ્યમથી મોકલી શકાય ૅછે. હયાતીનું પ્રમાણપત્ર આપવાની ૩૦મી નવેમ્બરની સમયમર્યાદા ચૂકી જનારાઓને પેન્શન મળવામાં વિલંબ થવાની સંભાવના છે. તેમ જ તેમનું પેન્શન હયાતી સર્ટિફિકેટ અપડેટ ન કરે ત્યાં સુધી બંધ કરી દેવામાં આવે તેવી સંભાવના રહેલી છે.
(બોક્સ)
એનપીએસમાંથી યુપીએસમાં જવાની
મુદત હવે ૩૦મી નવેમ્બર સુધી લંબાવી
કેન્દ્ર સરકારના કર્મચારીઓ જે નેશનલ પેન્શન સ્કીમથી યુનિફાઇડ પેન્શન સ્કીમમાં પોતાના રોકાણને લઈ જવાની માગણીના અનુસંધાનમાં તેમને આ ફેરફાર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ૩૦ નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. કર્મચારીઓને વિચાારીને નિર્ણય લેવા માટે આ વિકલ્પ આપવામાં આવ્યો છે.










