gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બિલ્ડરે માગેલા ‘ઓન મની’ ક્યાંથી લાવ્યા…? ફ્લેટ ખરીદતા લોકોને આવકવેરા વિભાગની નોટિસ | IT notices to…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2025
in GUJARAT
0 0
0
બિલ્ડરે માગેલા ‘ઓન મની’ ક્યાંથી લાવ્યા…? ફ્લેટ ખરીદતા લોકોને આવકવેરા વિભાગની નોટિસ | IT notices to…
0
VIEWS
Share on FacebookShare on Twitter

IT Notice on Flat purchase : અમદાવાદના જાણીતા બિલ્ડરોની સ્કીમમાં ફ્લેટ ખરીદનારાઓને જે તે સ્કીમમાં ફ્લેટ ખરીદનારા પાસે ઓન મની તરીકે ચોક્કસ રકમ લેવાતી હોવાનું જાણ્યા બાદ આવકવેરા ખાતાની કચેરીએ ફ્લેટ ખરીદનારાઓને નોટિસ આપીને તેમણે રોકડના નાણાં આપ્યા કઈ રીતે અને તે લાવ્યા ક્યાંથી તેની વિગતો તેમની પાસેથી માગવા માંડી હોવાનું જાણવા મળી રહ્યું છે.  બી-સફલ, અવિરત  ગ્રૂપ, શિવાલિક અને પીએસવાય ગ્રૂપની સ્કીમોમાંં ફ્લેટ ખરીદનારાઓને  અને શિલ્પ એરોન કોમર્શિયલ પ્રોપર્ટી ખરીદનારાઓને ટેક્સ ડિમાન્ડની  નોટિસ આપવામાં આવી છે. તેમના કેસ આવકવેરા ધારાની કલમ 147 હેઠળ રી-ઓપન કરીને આવકમાં ઉમેરો કરી દઈને મોટી ટેક્સની ડિમાન્ડ ઊભી કરી રહ્યા છે.  રૂ. 30 લાખ ઓનના આપનારાઓને રૂ.. 50થી 60  લાખની ટેક્સની  ડિમાન્ડ નોટિસો પાઠવવામાં આવી રહી છે. દરોડા દરમિયાન કોઈ વ્યક્તિના વોટ્સ એપમાં પેમેન્ટન મેસેજ મળે તો પણ તેવા સંજોગોમાં કરદાતાને નોટિસ આપી દેવામાં આવી રહી છે.

ફેસલેસ એસેસમેન્ટને કારણે એક્સ્ટ્રા ઇન્કમ ગુમાવી બેઠેલા આવકવેરાના અધિકારીઓએ કરદાતાઓને આ રીતે ભીંસમાં લેવા માંડયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમાંય ખાસ કરીન જે બિલ્ડરો પર દરોડા પાડવામાં આવ્યા હોય તેની સ્કીમમાં ફ્લેટ ખરીદનારાઓને પણ આવકવેરા કચેરી ઝપટમાં લઈ રહી છે. તેમાં આઘાત પમાડે તેવી વાત તો એ છે કે બિલ્ડરે ચોરસ મીટર દીઠ રાખેલા ભાવ ઉપરાંત ઓનમની તરીકે કે પાર્કિંગ માટે લીધેલા નાણાંની વિગતો જણાવીને તમે પણ બિલ્ડરને તે પ્રમાણે નાણાં આપ્યા હોવાનું માનવામાં આવે છે તેથી તમે ઓનમની ક્યાંથી લાવ્યા અને કઈ રીતે ચૂકવ્યા તેનો હિસાબ રજૂ કરવા જણાવવામાં આવી રહ્યું છે. 

કોઈ બિલ્ડરે વારદીઠ રૂ.. 11000નો ભાવ રાખ્યો હોય અને ચારસો વારના ફ્લેટ વેચ્યા હોય તો તેની કિંમત રૂ. 4.40 કરોડની થાય છે. તેમાંથી તમે રૂ. 2 કરોડ ચેકથી ચૂકવ્યા છે. બાકીને રૂ.. 2.40 કરોડ ક્યાંથી લાવ્યા તેનો ખુલાસો કરો અથવા તો તેના પર ભરવાપાત્ર ટેક્સ જમા કરાવી દેવાનો ઓર્ડર કરવામાં આવી રહ્યો છે.આમ ફ્લેટ ખરીદનારાઓ ફસાઈ રહ્યા છે. તેમણે ખુલાસાઓ કરવાની ફરજ પડી રહી છે. તદુપરાંત આવકવેરા અધિકારી ન માને તો અપીલમાં જવાની અને તેને માટે એક્સપર્ટને હાયર કરવાની ફરજ પડી રહી છે. 

આવકવેરા અધિકારીઓને એક કરદાતાની એક્સેલશીટમાં રૂ.. 5.36 લાખની એન્ટ્રી મળી તો તે કોણે તેને આપ્યા તે જાણવાની ફરજ પાડવા દબાણ કર્યું હતું. આ કબૂલાત ન કરી હોવા છતાં તેની આવકમાં ઉમેરો કરીને નોટિસ આપી દેવામાં આવી છે. માત્ર ફ્લેટ કે કોમર્શિયલ પ્રોપર્ટી ધારકો જ નહિ, પરંતુ જમીનની લે-વેચ કરનારાઓ પણ સોદો કર્યા પછી આવકવેરા ખાતાના અધિકારીઓની ઝપટમાં આવી રહ્યા છે. માત્ર તર્કને આધારે જમીનનો સોદો કરનારાઓને પણ નોટિસ આપવામાં આવી રહી છે. આ મુદ્દે આવકવેરાના કમિશનરને રજૂઆત કરવામાં આવે તો પણ કરદાતાની રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવતી નથી. આ પ્રકારના સોદા કરનારાઓને રૂ.. 50 કરોડથી માંડીને રૂ.. 200 કરોડ સુધીની ટેક્સ ડિમાન્ડની નોટિસ મળી હોવાનું જાણવા મળી રહ્યું છે. નોટિસ મેળવનારાઓમાં બિલ્ડરોનો પણ સમાવેશ થાય છે. 

બિનહિસાબી રકમ પર 78 ટકા ટેક્સ, 12 ટકા વ્યાજ અને 10 ટકા પેનલ્ટી લગાડવામાં આવી રહ્યા છે. પરિણામે ઘણીવાર ઓનમનીની કરવામાં આવેલી ચૂકવણી કરતાંય વધુ રકમ ટેક્સ અને પેનલ્ટી તરીકે જમા કરાવવાની આવે છે. આ સ્થિતિથી બચવા માટે એક એવું પણ સૂચન કરવામાં આવે છે કે ફ્લેટ ખરીદનારને નોટિસ મળ્યેથી તેણે બિલ્ડરનો સંપર્ક કરવો જોઈએ. બિલ્ડર તેમને જે જવાબ આપે તે જ પ્રમાણે જવાબ આપશે અને તેમના જવાબમાં એકરૃપતા હશે તો આવકવેરાની જફા ટળી જવાની સંભાવના રહેલી છે.

મળેલી ચિઠ્ઠીને આધારે ટેક્સ ડિમાન્ડનોટિસ આપવી અનુચિત 

માત્ર ચિઠ્ઠી મળતા અનુમાનને આધારે ટેક્સ ડિમાન્ડ ઊભી કરી શકાય નહિ તેવું સુપ્રીમ કોર્ટે ભારતના પૂર્વ મંત્રી વિદ્યાચરણ શુક્લ વિરુદ્ધ સીબીઆઈના કેસમાં અવલોકન કરેલું છે. માત્ર ચિઠ્ઠી મળ્યા પછી અનુમાનને આધારે અને કોઈપણ જાતના પુરાવા વિના ટેક્સ ડિમાન્ડની નોટિસ આપી દેવામાં આવે તો તે ઉચિત નથી. ગુજરાતના જ એક વિસ્તારમાં એક વ્યક્તિએ આંગડિયા મારફતે રૂ.. 80 લાખ મોકલ્યા હોવાની ચિઠ્ઠી મોકલતા તે વ્યક્તિને નોટિસ આપીને તેને રૂ. 1.5 કરોડનો ટેક્સ જમા કરાવવાની નોટિસ આપી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વલણને પરિણામે ગુજરાત હાઈકોર્ટે પણ આવકવેરા કચેરીનો ઉધડો લીધો હોવા છતાંય નોટિસો આપવાનું અટકાવતા નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોમનાથ સર્કિટ હાઉસનું ખાનગીકરણ: 40 કરોડની સરકારી મિલકત નજીવા ભાડે ખાનગી પાર્ટીને સોંપાતા વિવાદ | som…
GUJARAT

સોમનાથ સર્કિટ હાઉસનું ખાનગીકરણ: 40 કરોડની સરકારી મિલકત નજીવા ભાડે ખાનગી પાર્ટીને સોંપાતા વિવાદ | som…

March 31, 2026
વિધવા બહેનો લાભથી વંચિત, નકલી પેન્શન અકાઉન્ટમાં સહાય: ગુજરાતની યોજનાઓમાં લોલમલોમ | Widows Denied Ben…
GUJARAT

વિધવા બહેનો લાભથી વંચિત, નકલી પેન્શન અકાઉન્ટમાં સહાય: ગુજરાતની યોજનાઓમાં લોલમલોમ | Widows Denied Ben…

March 31, 2026
ધોરણ-12ની બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર: આ બે વિષયમાં મળશે 4-4 માર્કનું ગ્રેસિંગ | GSEB Class 1…
GUJARAT

ધોરણ-12ની બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર: આ બે વિષયમાં મળશે 4-4 માર્કનું ગ્રેસિંગ | GSEB Class 1…

March 31, 2026
Next Post
શૈક્ષણિક દસ્તાવેજોમાં પિતાને બદલે માતાનું નામ ઉમેરી શકાશે, સરકારના ઠરાવ બાદ બોર્ડના વિનિયમમાં સુધારો…

શૈક્ષણિક દસ્તાવેજોમાં પિતાને બદલે માતાનું નામ ઉમેરી શકાશે, સરકારના ઠરાવ બાદ બોર્ડના વિનિયમમાં સુધારો...

RSSની નક્સલી-આતંકી સંગઠનો સાથે તુલના, મેરઠની યુનિવર્સિટીમાં હોબાળો, પ્રોફેસરે માગી માફી | meerut rss…

RSSની નક્સલી-આતંકી સંગઠનો સાથે તુલના, મેરઠની યુનિવર્સિટીમાં હોબાળો, પ્રોફેસરે માગી માફી | meerut rss...

4 વર્ષ પહેલા ગુમ પત્નીની હત્યાનો આરોપ પતિ પર લાગ્યો, દોઢ વર્ષ જેલમાં રહ્યો ત્યાં પત્ની કોર્ટમાં જીવત…

4 વર્ષ પહેલા ગુમ પત્નીની હત્યાનો આરોપ પતિ પર લાગ્યો, દોઢ વર્ષ જેલમાં રહ્યો ત્યાં પત્ની કોર્ટમાં જીવત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના શાહઆલમમાં પાર્ક કરવાની ના પાડતા કારચાલક રોષે ભરાયો, દુકાનમાં ઘૂસી બાપ દીકરા પર છરીથી જીવલે…

અમદાવાદના શાહઆલમમાં પાર્ક કરવાની ના પાડતા કારચાલક રોષે ભરાયો, દુકાનમાં ઘૂસી બાપ દીકરા પર છરીથી જીવલે…

4 weeks ago
જામનગરના સુવરડા ગામે એરફોર્સના પ્લેન ક્રેશમાં શહીદ જવાનને અપાઈ શ્રદ્ધાંજલિ, ગત અઠવાડિયે જ સિદ્ધાર્થન…

જામનગરના સુવરડા ગામે એરફોર્સના પ્લેન ક્રેશમાં શહીદ જવાનને અપાઈ શ્રદ્ધાંજલિ, ગત અઠવાડિયે જ સિદ્ધાર્થન…

12 months ago
ઉદગમ સ્કૂલને DEOનો ફટકો: સ્વેટર-યુનિફોર્મ માટે દબાણ કરવા બદલ ‘શો કોઝ’ નોટિસ, 10 હજારનો દંડ તોળાયો | …

ઉદગમ સ્કૂલને DEOનો ફટકો: સ્વેટર-યુનિફોર્મ માટે દબાણ કરવા બદલ ‘શો કોઝ’ નોટિસ, 10 હજારનો દંડ તોળાયો | …

4 months ago
વડોદરાના સેન્ટ્રલ એસટી ડેપોના બાથરૂમની ગટરલાઈનમાંથી નવજાત શિશુ મળી આવ્યું | Newborn Child found in s…

વડોદરાના સેન્ટ્રલ એસટી ડેપોના બાથરૂમની ગટરલાઈનમાંથી નવજાત શિશુ મળી આવ્યું | Newborn Child found in s…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News