![]()
વડોદરા : ગુજરાતમાં દારુ પર પ્રતિબંધ હોવા છતા દારુનો કારોબાર અટકવાની
જગ્યાએ દિવસે દિવસે ફુલીફાલી રહ્યો છે ત્યારે દારુના ગેરકાયદેસરના કારોબારમાં
સક્રિય બિશ્નોઇ ગેંગના ૧૩ આરોપીઓ સામે સ્ટેટ મોનિટરિંગ સેલે ગુજસીટોક હેઠળ
ગાંધીનગરમાં ગુનો દાખલ કર્યો હતો અને તે પૈકી આઠ આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે આ
બનાવમાં ફરાર પાંચ આરોપી પૈકીના એક આરોપીને પોલીસે ઝડપી પાડી તેના સાત દિવસના
રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં વિદેશી દારુનો સપ્લાઇ કરવામાં
બિશ્નોઇ ગેંગની સંડવણી સપાટી પર આવતા એસએમસીએ સંગઠિત ગેંગ બનાવી દારુનો
ગેરકાયદેસરનો કારોબાર ચલાવતી બિશ્નોઇ ગેંગના
નિલેશ ઉર્ફે નીલુ ઉર્ફે ભયજી હરેશ નાથાણીં,રવિ ઉર્ફે
જીગો ચામડો ઠાકોરભાઇ માછી,રવિ નાઉમલ કુકડેજા,સુનીલ ભેલારામ બિશ્નોઇ,ઓમપ્રકાશ પુનારામ પંવાર,જગદીશ ઉર્ફે જે.ડી. પપુરામ સાહુ (બિશ્નોઇ),સુરેશ
ઉર્ફે રોહીત ક્રિશ્નારામ બિશ્નોઇ,છબીલનાથસિંહ ઉર્ફે પ્રદીપ
રાજા કૌશલસિંહ રાજપૂત,અશોક પુનમરામ પવાર (બિશ્નોઇ)ઘેવરચંદ
ભગીરથરામ બિશ્નોઇ,નારાયણ ઉર્ફે રમેશ ભરમલજી બિશ્નોઇ,ધવલ પુનમરમ બિશ્નોઇ અને શ્રવણકુમાર ક્રિષ્નારામ બિશ્નોઇ (ફરાર) સામે ગુનો
દાખલ કર્યો હતો.
૧૩ આરોપી પૈકી આઠ આરોપીને પોલીસે ઝડપી પાડયા હતા જ્યારે ફરાર
પાંચ આરોપી પૈકીના વધુ એક આરોપી ઘેવરચંદ
ઉર્ફે ઘેવરરામ ભગીરથરામ બિશ્નોઇને પોલીસે રાજસ્થાન ખાતેથી ઝડપી પાડયો હતો. આરોપીને
અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવતા સ્પેશ્યલ સરકારી વકીલ રઘુવીર
પંડયાએ રજૂઆત કરી હતી કે, દારુના કારોબારમાં કરોડની કમાણી કરવામાં આવી
હોઇ આરોપીની મિલકતોની તપાસ કરવાની છે.
અન્ય ફરાર ચાર આરોપીઓ
બાબતે તપાસ કરવાની છે. આરોપી ત્રણ મહિનાથી ફરાર હોઇ તેના આશ્રયસ્થાનોની અને
મદદગારોની વિગતો મેળવવાની છે. આર્તિક વ્યવહાર આંગડીયા પેઢી મારફતે થતો હોઇ વિવિધ
જગ્યાએ તપાસ કરવાની છે. અગાઉ માંજલપુરમાં એક દુકાન માલિકને આરોપીએ પોતાના નામની
ખોટી ઓળખ આપી હતી એટલે તેની પણ તપાસ કરવાની છે. ન્યાયાધીશે આરોપીના તા.૧૩મી સુધીના
રિમાન્ડ મંજૂર કર્યા હતા.










