gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારના મુખ્યમંત્રી તરીકે ભાજપ નેતા સમ્રાટ ચૌધરીનું નામ જાહેર, RJD અને JDUમાં પણ કામ કરી ચૂક્યા છે |…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2026
in INDIA
0 0
0
બિહારના મુખ્યમંત્રી તરીકે ભાજપ નેતા સમ્રાટ ચૌધરીનું નામ જાહેર, RJD અને JDUમાં પણ કામ કરી ચૂક્યા છે |…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar New CM: બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર રાજ્યસભાના સાંસદ બન્યા બાદ તેમણે આજે મંગળવારે બિહારના મુખ્યમંત્રી પદેથી સ્વૈછિક રાજીનામું આપી દીધું છે. જે બાદ બિહારમાં નવી સરકાર રચવા કેન્દ્રીયમંત્રી પર્યવેશન શિવરાજસિંહના નેતૃત્વ હેઠળ બિહાર ભાજપના ધારાસભ્ય દળની બેઠળ મળી, જેમાં બિહારના નવા મુખ્યમંત્રી તરીકે સમ્રાટ ચૌધરીના નામ પર મહોર મારવામાં આવી.

RJD અને JDUમાં થઈ ભાજપ ભળ્યા, જુઓ રાજકીય સફર

સમ્રાટ ચૌધરી ભલે અલગ-અલગ પક્ષોમાંથી પસાર થઈને ભાજપમાં આવ્યા હોય, પરંતુ તેમને રાજકીય સફળતા અને નામના ભાજપમાં મળી. સમ્રાટ ચૌધરી પોતાના પિતાના માર્ગદર્શન હેઠળ રાજકારણમાં આવ્યા હતા. તેમણે સમતા પાર્ટીથી પોતાની સફર શરૂ કરી અને ત્યારબાદ RJDમાં જોડાયા. RJDમાં તેઓ મંત્રી બન્યા, RJDમાં રહ્યા બાદ, તેઓ 2014માં JDU માં જોડાયા અને જીતન રામ માંઝીની સરકારમાં મંત્રી (શહેરી વિકાસ અને આવાસ વિભાગ) બન્યા. 

વર્ષ 2018માં સમ્રાટ ચૌધરી ભાજપમાં જોડાયા અને આજે પ્રદેશ ભાજપમાં પ્રથમ હરોળના સ્થાન પર બિરાજમાન છે. 2019માં જ્યારે નિત્યાનંદ રાય પ્રદેશ અધ્યક્ષ હતા, ત્યારે સમ્રાટ ચૌધરીને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. 2020માં તેઓ ભાજપ તરફથી વિધાન પરિષદમાં પહોંચ્યા. ઓગસ્ટ 2022માં જ્યારે નીતીશ કુમારે ભાજપ સાથેનો છેડો ફાડીને RJD સાથે મહાગઠબંધન સરકાર બનાવી, ત્યારે સમ્રાટ ચૌધરીને ખરી રાજકીય ઓળખ મળી. તેઓ વિધાન પરિષદમાં વિપક્ષના નેતા બન્યા. વર્ષ 2023માં સમ્રાટ ચૌધરી ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા અને ત્યારબાદ જ્યારે નીતીશ કુમારે ફરીથી NDAમાં વાપસી કરી, ત્યારે તેમને નાયબ મુખ્યમંત્રીની ખુરશી સોંપવામાં આવી. એટલું જ નહીં, 2025ની વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષના નિશાના પર સૌથી વધુ સમ્રાટ ચૌધરી રહ્યા હતા, જેનું પરિણામ એ આવ્યું કે NDAની વાપસી થતા તેમને ફરીથી નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

આવતીકાલે બુધવારે લેશે શપથ

સમ્રાટ ચૌધરી 15 એપ્રિલ 2026, બુધવારના રોજ સવારે 11 વાગ્યે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2025 બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 101 બેઠકમાથીં 89 બેઠક જીતી હતી. ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી આવી હતી અને આટલી પ્રચંડ બેઠક અપાવવામાં સમ્રાટ ચૌધરીએ ખૂબ મહત્વનો રોલ ભજવ્યો હતો.

અંતિમ કેબિનેટ બેઠકમાં નીતિશ કુમાર ભાવુક

નીતિશ કુમારે આજે રાજ્યપાલને મળીને બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. આજે તેમણે રાજીનામું આપતા પહેલા પોતાના કાર્યકાળની અંતિમ કેબિનેટ બેઠક યોજી હતી જેમાં તેઓ ભાવુક પણ થઈ ગયા હતા. તેમણે વર્ષ 2005થી અત્યાર સુધી બિહારના વિકાસ માટે કરેલા કાર્યોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જ્યારથી હું સત્તામાં આવ્યો ત્યારથી અત્યાર સુધી મારાથી જ્યાં સુધી થઈ શક્યું ત્યાં સુધી મેં બિહાર માટે કર્યું છે.  આ દરમિયાન બેઠકમાં હાજર રહેલા અન્ય મંત્રીઓની આંખો પણ ભીની થઈ ગઈ હતી. 

નવી સરકારને પાઠવી શુભેચ્છા

નીતીશ કુમારે નવી બનનારી સરકારને પણ પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ખાતરી આપી હતી કે નવી સરકારને જ્યારે પણ જરૂર પડશે ત્યારે તેમનું માર્ગદર્શન મળતું રહેશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે બિહારમાં વિકાસની યોજનાઓ અટકવી જોઈએ નહીં અને રાજ્ય પ્રગતિના પથ પર આગળ વધતું રહેવું જોઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
નોઈડા વિરોધ પ્રદર્શન: શ્રમિકોના સમર્થનમાં ઉતર્યા રાહુલ ગાંધી, કહ્યું- ‘આ વિકસિત ભારતની અસલી ઓળખ’ | r…

નોઈડા વિરોધ પ્રદર્શન: શ્રમિકોના સમર્થનમાં ઉતર્યા રાહુલ ગાંધી, કહ્યું- 'આ વિકસિત ભારતની અસલી ઓળખ' | r...

દામનગરમાં ચાલતા ‘દારૂના કટિંગ’ પર પોલીસ ત્રાટકી, 7,600થી વધુ વિદેશી દારૂની બોટલો સાથે 6 શખ્સો ઝડપાયા…

દામનગરમાં ચાલતા 'દારૂના કટિંગ' પર પોલીસ ત્રાટકી, 7,600થી વધુ વિદેશી દારૂની બોટલો સાથે 6 શખ્સો ઝડપાયા...

નર્મદા પંચકોશી પરિક્રમા અંતિમ ચરણમાં, શનિ-રવિમાં 1.50 લાખ તો કુલ 8 લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા | Narmada P…

નર્મદા પંચકોશી પરિક્રમા અંતિમ ચરણમાં, શનિ-રવિમાં 1.50 લાખ તો કુલ 8 લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા | Narmada P...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિહોરમાં ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો, ભાવનગર-રાજકોટ માર્ગ એક કલાક બંધ | Gautameshwar Lake overflows in Se…

સિહોરમાં ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો, ભાવનગર-રાજકોટ માર્ગ એક કલાક બંધ | Gautameshwar Lake overflows in Se…

11 months ago
ચાલુ નાણાકીય વર્ષમાં ગોલ્ડ લોન સૌથી ઝડપથી વિકસતું રિટેલ લોન સેગમેન્ટ | Gold loans fastest growing re…

ચાલુ નાણાકીય વર્ષમાં ગોલ્ડ લોન સૌથી ઝડપથી વિકસતું રિટેલ લોન સેગમેન્ટ | Gold loans fastest growing re…

2 months ago
સુરતમાં બાળકોના ઝઘડામાં પડોશીનો પિતા-પુત્ર પર જીવલેણ હુમલો, 30 વર્ષીય પુત્રનું મોત, પિતા ગંભીર રીતે …

સુરતમાં બાળકોના ઝઘડામાં પડોશીનો પિતા-પુત્ર પર જીવલેણ હુમલો, 30 વર્ષીય પુત્રનું મોત, પિતા ગંભીર રીતે …

5 months ago
સુરત શિક્ષણ સમિતિમાં 1600 શિક્ષકોની ઘટ જગ્યા ભરવામાં આવી માત્ર 287 જગ્યાઓ | Only 287 posts were fill…

સુરત શિક્ષણ સમિતિમાં 1600 શિક્ષકોની ઘટ જગ્યા ભરવામાં આવી માત્ર 287 જગ્યાઓ | Only 287 posts were fill…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News