
Bihar Samastipur BJP Leader Died News : બિહારના સમસ્તીપુર જિલ્લાના ખાનપુર પોલીસની હદમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના યુવા નેતા રૂપક સહનીની ગોળી મારીને હત્યા કરી દેવાયા બાદ સમગ્ર વિસ્તારમાં તણાવ અને હિંસા ફાટી નીકળી છે. બુધવારે સાંજે થયેલી આ હત્યાના વિરોધમાં ગુરુવારે રોષે ભરાયેલા લોકોના ટોળાએ ભારે હોબાળો મચાવ્યો હતો અને આરોપીઓની સંપત્તિને આગ ચાંપી દીધી હતી.
હત્યા બાદ ભારે હોબાળો અને આગચંપી
બુધવારે સાંજે થયેલી હત્યા બાદ ગુરુવારે લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. આક્રોશિત ભીડે સમસ્તીપુર-રોસડા મુખ્ય માર્ગ પર ચક્કાજામ, આગચંપી અને તોડફોડ કરી, જેના કારણે લગભગ 24 કલાક સુધી વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો.










