gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારમાં બમ્પર વોટિંગ, જાણો પ્રથમ તબક્કાના મતદારો દ્વારા રેકોર્ડ વોટિંગના શું છે સંકેત | bihar elect…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in INDIA
0 0
0
બિહારમાં બમ્પર વોટિંગ, જાણો પ્રથમ તબક્કાના મતદારો દ્વારા રેકોર્ડ વોટિંગના શું છે સંકેત | bihar elect…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ગુરુવારે 121 બેઠકો પર 64.69% મતદાન નોંધાયું, જે બિહારના ઇતિહાસમાં પ્રથમ તબક્કાનું સૌથી વધુ મતદાન છે અને 2020ની સરખામણીએ લગભગ 8% વધુ છે. આ વખતે 3.75 કરોડ મતદારોમાંથી 2.42 કરોડ લોકોએ મતદાન કર્યું, જે 2020ના પ્રથમ તબક્કા કરતાં 36 લાખ વધુ મતદારો છે. વધેલા મતદાનના આંકડાને પગલે રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે શું આ મોટું મતદાન પરિવર્તન સૂચવે છે કે પછી તે નીતિશ કુમારની જીતની નિશ્ચિતતા દર્શાવે છે.

ભારતના ચૂંટણી ઇતિહાસમાં સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જ્યારે મતદાન વધુ હોય છે, ત્યારે જનતા બદલાવ (એન્ટી-ઈન્કમ્બન્સી) ઈચ્છે છે. પરંતુ દર વખતે આવું થતું નથી. ઘણી વખત વધુ મતદાનનો અર્થ સરકાર પ્રત્યેનું સમર્થન (પ્રો-ઈન્કમ્બન્સી) પણ હોય છે. સ્પષ્ટ છે કે મતદારોની આ સક્રિયતા કઈ દિશામાં જશે, તે કહેવું હાલ પૂરતું વહેલું ગણાશે.

વધુ મતદાન અને ચૂંટણી પરિણામોની પેટર્ન

તાજેતરની રાજ્ય ચૂંટણીઓમાં એક રસપ્રદ પેટર્ન જોવા મળી છે: વધેલું મતદાન હંમેશા સત્તા પરિવર્તન (એન્ટી-ઈન્કમ્બન્સી) નો સંકેત આપતું નથી. એવામાં વધુ મતદાન છતાં સત્તામાં વાપસીના ઉદાહરણો જોઈએ તો…

– મધ્યપ્રદેશ (2023): 77% મતદાન (2.08% વધુ) છતાં ભાજપે સરકાર બચાવી લીધી.

– ઓડિશા (2014): 73.65% મતદાન (8.35% વધુ) છતાં સત્તાધારી બીજેડીની વાપસી.

– ગુજરાત (2012): 11.53% વધુ મત છતાં નરેન્દ્ર મોદીની સરકાર ફરી સત્તામાં.

– બિહાર (2010): 6.82% વધુ મત છતાં જેડી(યુ) ગઠબંધનની સત્તામાં વાપસી.

વધુ મતદાન જે સત્તા પરિવર્તનનું કારણ બન્યું 

– રાજસ્થાન (2023): 74.45% મતદાન (0.39% વધુ) થતાં કોંગ્રેસની હાર.

– તમિલનાડુ (2011): 7.19% વધુ મતદાન નોંધાતા DMK ગઠબંધનની હાર અને AIADMK ગઠબંધન સત્તામાં આવ્યું.

– યુપી (2012): 13.44% વધુ મતદાન થતાં સત્તાધારી BSPની હાર અને સપા સત્તામાં.

– નિષ્કર્ષ: બમ્પર મતદાનનો અર્થ સત્તા પરિવર્તન જ હોય તે જરૂરી નથી; તે જનતાના મૂડ અને મુદ્દાઓ પર નિર્ભર કરે છે.

પ્રથમ તબક્કાની બેઠકો પર રાજકીય સમીકરણો

પ્રથમ તબક્કામાં બિહારના છ ડિવિઝન – દરભંગા, તિરહુત, કોસી, સારણ, મુંગેર અને ભાગલપુરમાં મતદાન થયું. ગત ચૂંટણીમાં આ 121 બેઠકોમાંથી 60 NDA અને 61 મહાગઠબંધનને મળી હતી. આ વખતે પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટી મેદાનમાં આવતા મુકાબલો ત્રિકોણીય બન્યો છે. મતદાનમાં વધારાથી બંને પક્ષો સાવધ બન્યા છે. NDAનું કહેવું છે કે આ જનવિશ્વાસનું પ્રતીક છે, જ્યારે મહાગઠબંધન તેને બદલાવની આહટ માની રહ્યું છે.

મહિલા મતદારો: બિહાર ચૂંટણીનું નિર્ણાયક પરિબળ

બિહારની રાજનીતિમાં વધુ મતદાનના બે મુખ્ય અર્થ હોય છે. જનઅસંતોષ અથવા કોઈ વિશેષ વર્ગનું એકજૂથ મતદાન. આ વખતે મહિલા મતદારોની ભાગીદારી ખાસ નોંધનીય રહી. મહિલાઓ 2005થી નીતિશ કુમારની મુખ્ય તાકાત રહી છે, જેમણે સાયકલ યોજના અને દારૂબંધી બાદ સતત તેમને ટેકો આપ્યો. જોકે, 2020માં આ વલણ થોડું નબળું પડ્યું હતું. જોકે 2025ની ચૂંટણીમાં મહાગઠબંધન અને NDA બંનેએ મહિલાઓને આકર્ષવા મોટા વાયદા કર્યા. જેમાં તેજસ્વી યાદવે દરેક મહિલાને ₹30,000 આપવાનું વચન. તેમજ નીતિશ કુમારે ₹10,000ની નવી સહાય યોજનાના વચન આપ્યા. 

આ પણ વાંચો: દિલ્હીમાં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ATC સિસ્ટમ બગડી, ફ્લાઈટ્સની અવર-જવરને અસર

હવે બીજા તબક્કાના મતદાન પર નજર

રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે આ વખતે મતદાનની પેટર્ન સ્થાનિક મુદ્દાઓ પર નિર્ભર કરશે. જે વિસ્તારોમાં નીતિશની યોજનાઓ અસરકારક રહી, ત્યાં NDAને ફાયદો થઈ શકે છે, જ્યારે બેરોજગારી અને પલાયનવાળા ક્ષેત્રોમાં મહાગઠબંધનને લાભ થશે. વળી, જનસુરાજ ઘણી બેઠકો પર ‘વોટ કટવા’ અને અમુક પર ‘કિંગમેકર’ પણ બની શકે છે.

હવે સંપૂર્ણ ધ્યાન બીજા તબક્કાના મતદાન પર છે, કારણ કે ત્યાંથી જ નક્કી થશે કે બિહારનું આ બમ્પર મતદાન બદલાવની ઘંટડી છે કે પછી નીતિશની નિરંતરતાનો ભરોસો. હાલમાં બિહારની રાજનીતિનું સસ્પેન્સ અકબંધ છે. હવે દરેકની નજર 11 નવેમ્બર પર ટકેલી છે, જ્યારે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. વળી, બિહારનો તાજ કોના શિરે સજશે, એ 14 નવેમ્બરના પરિણામો સાથે બધાની સામે હશે.

બિહારમાં બમ્પર વોટિંગ, જાણો પ્રથમ તબક્કાના મતદારો દ્વારા રેકોર્ડ વોટિંગના શું છે સંકેત 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

PM મોદીની અપીલ બાદ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ઈંધણ બચાવવા સરકાર એક્ટિવ, આપ્યા કડક નિર્દેશ | PM Modi s F…
INDIA

PM મોદીની અપીલ બાદ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ઈંધણ બચાવવા સરકાર એક્ટિવ, આપ્યા કડક નિર્દેશ | PM Modi s F…

May 13, 2026
અખિલેશ યાદવના ભાઈનું 38 વર્ષની વયે નિધન, મૃત હાલતમાં જ હોસ્પિટલ લવાયાનો દાવો | Mulayam Singh Yadav’s…
INDIA

અખિલેશ યાદવના ભાઈનું 38 વર્ષની વયે નિધન, મૃત હાલતમાં જ હોસ્પિટલ લવાયાનો દાવો | Mulayam Singh Yadav’s…

May 13, 2026
મહારાષ્ટ્રના બારામતીમાં ફરી પ્લેન ક્રેશ, અજિત પવાર સાથે વિમાન દુર્ઘટના અહીં જ ઘટી હતી | Baramati Pla…
INDIA

મહારાષ્ટ્રના બારામતીમાં ફરી પ્લેન ક્રેશ, અજિત પવાર સાથે વિમાન દુર્ઘટના અહીં જ ઘટી હતી | Baramati Pla…

May 13, 2026
Next Post
વડોદરા શહેરમાં પ્રથમ વખત આયોજિત 6ઠ્ઠી ગુજરાત સ્ટેટ એમએમએ ચેમ્પિયનશિપમાં રાજ્યના 90 ખેલાડીઓએ ભાગ લીધો…

વડોદરા શહેરમાં પ્રથમ વખત આયોજિત 6ઠ્ઠી ગુજરાત સ્ટેટ એમએમએ ચેમ્પિયનશિપમાં રાજ્યના 90 ખેલાડીઓએ ભાગ લીધો...

ગુનો નાનો હોય કે મોટો, નોમિનેશન ફોર્મમાં જણાવવું પડશે, નહીંતર… : સુપ્રીમ કોર્ટનો ચુકાદો | Supreme …

ગુનો નાનો હોય કે મોટો, નોમિનેશન ફોર્મમાં જણાવવું પડશે, નહીંતર... : સુપ્રીમ કોર્ટનો ચુકાદો | Supreme ...

85મી એ.જી.એમ. પહેલા બીસીએ અધ્યક્ષનું શક્તિ પ્રદર્શન : 550થી વધુ સભ્યોનું સમર્થન સાંપડયું | BCA Presi…

85મી એ.જી.એમ. પહેલા બીસીએ અધ્યક્ષનું શક્તિ પ્રદર્શન : 550થી વધુ સભ્યોનું સમર્થન સાંપડયું | BCA Presi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલીમાં તંત્રની ઘોર બેદરકારીએ આડેધનો જીવ લીધો, નિર્માણાધીન બ્રિજની અંદર ખાબકતા સળીયો માથામાં ઘુસ્ય…

અમરેલીમાં તંત્રની ઘોર બેદરકારીએ આડેધનો જીવ લીધો, નિર્માણાધીન બ્રિજની અંદર ખાબકતા સળીયો માથામાં ઘુસ્ય…

4 months ago
EDની રાહુલ ગાંધી સામે કાર્યવાહી બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શનની કોંગ્રેસની ચીમકી, જાણો શું છે નેશનલ હેરાલ્ડ કેસ?

EDની રાહુલ ગાંધી સામે કાર્યવાહી બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શનની કોંગ્રેસની ચીમકી, જાણો શું છે નેશનલ હેરાલ્ડ કેસ?

1 year ago
અમદાવાદમાં અગનગોળા વરસ્યા, 43.1 ડિગ્રી સાથે હોટેસ્ટ સિટી, 9 શહેરોમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન | Ahmeda…

અમદાવાદમાં અગનગોળા વરસ્યા, 43.1 ડિગ્રી સાથે હોટેસ્ટ સિટી, 9 શહેરોમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન | Ahmeda…

2 weeks ago
દિલ્હીમાં પણ ગુજરાતવાળી…અધિકારીઓ ભાજપના ધારાસભ્યોની સાંભળતા નથી, સ્પીકર વચ્ચે પડ્યાં | Delhi like …

દિલ્હીમાં પણ ગુજરાતવાળી…અધિકારીઓ ભાજપના ધારાસભ્યોની સાંભળતા નથી, સ્પીકર વચ્ચે પડ્યાં | Delhi like …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News