gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘બિહારમાં SIR ની પ્રક્રિયા મતદાતા વિરોધી નથી…’ સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન, સિંઘવીનો દલીલો | Bih…

G METRO NEWS by G METRO NEWS
August 13, 2025
in INDIA
0 0
0
‘બિહારમાં SIR ની પ્રક્રિયા મતદાતા વિરોધી નથી…’ સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન, સિંઘવીનો દલીલો | Bih…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court on Bihar SIR: સુપ્રીમ કોર્ટે બુધવારે બિહારમાં ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી રહેલા SIR (Special Intensive Revision) પ્રક્રિયાને પડકારતી અરજી પર સુનાવણી હાથ ધરી છે. આ સુનાવણી જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે હાથ ધરી હતી. સુનાવણી દરમિયાન જસ્ટિસ બાગચીએ અરજદારના વકીલને કહ્યું કે, ‘અમે સમજી રહ્યા છીએ કે, તમે આધાર વિશે વાતી કરી રહ્યા છો… ઓળખ પત્રોની સંખ્યા વધારવી વોટર ફ્રેન્ડલી પગલું છે અને આ એક્સક્લુઝનરી (બાકાત રાખવું) પગલું નથી. પહેલાં 7 દસ્તાવેજ માન્ય હતા, હવે 11 છે, જેનાથી લોકો પાસે વધુ વિકલ્પ હશે.’

તમામ 11 દસ્તાવેજો જરૂરી નથીઃ સુપ્રીમ કોર્ટ

કેસની સુનાવણીમાં સામેલ જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે, ‘જો કોઈ કહે છે કે, તમામ 11 દસ્તાવેજ જરૂરી છે, તો આ એન્ટી-વોટર હશે. પરંતુ, જો એવું કહેવામાં આવે કે, 11 વિશ્વસનીય દસ્તાવેજોમાંથી કોઈ પણ આપો તો?’

આ પણ વાંચોઃ ‘ગુજરાત ભાજપના નેતા બિહારમાં મતદાર…’ તેજસ્વી યાદવના ચૂંટણી પંચ સામે ગંભીર આરોપ

વકીલ મનુ સિંધવીની દલીલ

ન્યાયાધીશની ટિપ્પણી બાદ અરજદારના વકીલ અભિષેક મનુ સિંધવીએ જસ્ટિસ બાગચીની ટિપ્પણી પર કહ્યું કે, ‘હું તેમનાથી સંમત છું પરંતુ આ એક્સક્લુઝનરી છે. (1) આધાર સામેલ નથી- આ એક્સ્ક્લુઝનરી છે. આ એવો દસ્તાવેજ છે, જેનું કવરેજ સૌથી વધું છે. (2) પાણી, વીજળી, ગેસ કનેક્શન- આમાં (માંગવામાં આવેલા ડોક્યુમેન્ટ્સ)માં પણ સામેલ નથી. (3) ઈન્ડિયન પાસપોર્ટ- 1-2%થી ઓછું કવરેજ છે. સંખ્યાના સંદર્ભમાં પ્રભાવિત કરવા માટે તેને અકબંધ રાખવામાં આવ્યું છે. પરંતુ, સ્વભાવથી આ ન્યૂનતમ કવરેજ ધરાવતો દસ્તાવેજ છે. (4) અન્ય તમામ દસ્તાવેજોનું કવરેજ 0-2-3% વચ્ચે છે. જો કોઈની પાસે જમીન નથી, તો દસ્તાવેજ 5,6,7 બહાર છે. મને નવાઈ લાગે છે કે, બિહારમાં કેટલા લોકો તેના માટે યોગ્ય હશે? બિહારમાં નિવાસ પ્રમાણ પત્ર હાજર નથી. ફોર્મ 6 માં ફક્ત સેલ્ફ ડિક્લેરેશનની જરૂર હોય છે.’

આ મુદ્દે જ્યારે મનુ સિંધવીને પૂછવામાં આવ્યું કે, તમને શું તકલીફ છે? ત્યારે વકીલ સંધવીએ કહ્યું કે, ‘મને કોઈ તકલીફ નથી, પરંતુ ચૂંટણીના અમુક મહિનાઓ પહેલાં કેમ? બાદમાં કરાવો, આખું વર્ષ લાગી જશે. ચૂંટણી પંચ 11 દસ્તાવેજોને ટાંકીને લોકોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે… 3 દસ્તાવેજના સોર્સ તેમને નથી ખબર, બાકીના 2 શંકાસ્પદ અને અપ્રાસંગિક છે… આ 11 લિસ્ટ જુગારના પાના જેવી છે. જે વીજળી, પાણી અને આધારના બિલોની જગ્યા લે છે.’

નાગરિકતા પ્રમાણના મુદ્દે 180 ડિગ્રી યુટર્નઃ સિંધવી

એડવોકેટ મનુ સિંધવીએ કહ્યું કે, ‘ચૂંટણી પંચે નાગરિકતા પ્રમાણના મુદ્દે 180 ડિગ્રીનો યુટર્ન લઈ લીધો છે. કોઈને નાગરિક ન માનવા માટેનું પહેલાં કોઈ વાંધો ઉઠાવનાર હોવું જોઈએ. બાદમાં ERO નોટિસ આપશે અને જવાબ માટે સમય આપશે. આટલા મોટા જ્યુડિશિયલ ટાસ્કને બે મહિનામાં પૂરો કેવી રીતે કરશે? મારી સલાહ છે કે, SIR ડિસેમ્બરથી શરૂ કરી એક વર્ષમાં પૂર્ણ કરવામાં આવે, કોઈપણ તેની વિરોધમાં નથી.’ 

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરના ઉરીમાં LoC પર અથડામણ, એક આતંકી ઠાર, ગોળીબારમાં એક જવાન શહીદ

સિવિલ સર્વિસવાળા જજના નિવેદન પર સિંધવીનો જવાબ 

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘આ રસપ્રદ છે કે, સરહદી વિસ્તારોમાં રહેતા લોકો પાસે પાસપોર્ટ છે. પંજાબમાં પણ જોવા મળ્યું છે કે, લોકો પાસપોર્ટ બનાવડાવે છે.’ આ મુદ્દે સિંધવીએ વાંધો ઉઠાવ્યો કે, મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટના આંકડા 2005-2025 વચ્ચે કેમ આપવામાં આવી રહ્યા છે? જોકે, આ સમયગાળામાં કરનારા તમામ વોટર ન હોય શકે.’ 

સિંધવીના આ જવાબ પર કોર્ટે કહ્યું કે, સર્ટિફિકેટ એ જ વર્ષે પાસ કરનારાઓને આપવામાં આવે છે, તેથી આ સમકાલિન છે. બિહારને ઓછું ન આંકવું જોઈએ, IAS અને IFSમાં બિહારનું પ્રતિનિધિત્વ સૌથી વધુ છે.

કોર્ટની આ વાત પર સિંધવીએ કહ્યું કે, ‘પ્રતિનિધિત્વ ફક્ત એક વર્ગ સુધી સીમિત છે, જોકે પૂર પ્રભાવિત અને ગ્રામીણ વર્ગના લોકોને દસ્તાવેજ મેળવવામાં મુશ્કેલી થાય છે. અનેક રાજ્યોમાં કાયમી રહેણાંક પ્રમાણ પત્ર નથી હોતા.

આ પણ વાંચોઃ યુપી : મકબરા પર હુમલા બાદ હવે મજારની તોડફોડ, હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરાતાં હોબાળો

13 કરોડ કાયમી રહેણાંક પ્રમાણ પત્ર જાહેર થવાનો આંકડો કેવી રીતે આવ્યો? 

કોર્ટે પૂછ્યું કે, બિહારમાં 13 કરોડ કાયમી રહેણાંક પ્રમાણ પત્ર જાહેર કરવાનો આંકડો કેવી રીતે આવ્યો? જોકે, આ રાજ્યની કુલ જનસંખ્યા કરતા વધું છે.

ECIએ આ સવાલનો જવાબ આપતા કહ્યું કે, આ ડેટા રાજ્યો અથવા અન્ય ઑથોરિટી પાસેથી લેવામાં આવેલું ઉદાહરણ છે. 

જોકે, સિંધવીએ આ બાબતે વાંધો ઉઠાવ્યો કે, ત્રણ દસ્તાવેજો માટે સોર્સ નથી આપવામાં આવ્યો, બે દસ્તાવેજ બિહારમાં લાગુ નથી. આધાર, EPICને છોડીને પાણી, વીજળી બિલ જેવા સરળ દસ્તાવેજ સામેલ ન કરવા જોઈએ અને આંકડા દાનિશ કેસના સોગંદનામાંમાં આપવામાં આવ્યા છે. 

આ મામલે જસ્ટિસ બાગચીએ કહ્યું કે, કાયમી નિવાસ પ્રમાણ પત્ર માટે જાહેર કરવામાં આવતા વિભાગને ખાલી છોડી દેવામાં આવ્યું છે. આ મુદ્દે સિંધવીએ પુનરાવર્તન કર્યું કે, કોઈ ઊંડાણપૂર્વક સમીક્ષાની સમસ્યા નથી. પરંતુ, બે મહિનામાં તેને લાગુ કરવું વ્યવહારિક નથી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…
INDIA

રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…

March 28, 2026
PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…
INDIA

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…

March 28, 2026
મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શનમાં, સંરક્ષણ મંત્રીએ આજે કરી હાઈ-લેવલ બેઠક | We…
INDIA

મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શનમાં, સંરક્ષણ મંત્રીએ આજે કરી હાઈ-લેવલ બેઠક | We…

March 28, 2026
Next Post
વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરન…

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરન...

જમ્મુ-કાશ્મીરના ઉરીમાં LoC પર અથડામણ, એક આતંકી ઠાર, ગોળીબારમાં એક જવાન શહીદ | Jammu Kashmir: Encount…

જમ્મુ-કાશ્મીરના ઉરીમાં LoC પર અથડામણ, એક આતંકી ઠાર, ગોળીબારમાં એક જવાન શહીદ | Jammu Kashmir: Encount...

MSUની કોમર્સ ફેકલ્ટીમાંથી સતત મૂલ્યાંકનની પ્રક્રિયાને વિદાય, ત્રણ ઈન્ટરલની જગ્યાએ એક જ ઈન્ટરનલ પરીક્…

MSUની કોમર્સ ફેકલ્ટીમાંથી સતત મૂલ્યાંકનની પ્રક્રિયાને વિદાય, ત્રણ ઈન્ટરલની જગ્યાએ એક જ ઈન્ટરનલ પરીક્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના મંદિરોને નૂતનવર્ષ નિમિત્તે શણગારવામાં આવ્યા | Temples in Surendranaga…

સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના મંદિરોને નૂતનવર્ષ નિમિત્તે શણગારવામાં આવ્યા | Temples in Surendranaga…

5 months ago
ધંધુકા-રાયકા હાઈવે પર બે કાર વચ્ચે ભયાનક ટક્કર, 2 લોકોના ઘટનાસ્થળે મોત | Accident between two cars o…

ધંધુકા-રાયકા હાઈવે પર બે કાર વચ્ચે ભયાનક ટક્કર, 2 લોકોના ઘટનાસ્થળે મોત | Accident between two cars o…

12 months ago
ટ્રમ્પની અનિશ્ચિત વેપાર નીતિ વચ્ચે ફેડરલ રિઝર્વે વ્યાજ દર યથાવત રાખ્યા | Federal Reserve keeps inter…

ટ્રમ્પની અનિશ્ચિત વેપાર નીતિ વચ્ચે ફેડરલ રિઝર્વે વ્યાજ દર યથાવત રાખ્યા | Federal Reserve keeps inter…

1 year ago
જેલમાં બંધ જ્યોતિ મલ્હોત્રાને લઈને વધુ એક મોટો ખુલાસો, હવે સામે આવ્યું નવું કનેક્શન

જેલમાં બંધ જ્યોતિ મલ્હોત્રાને લઈને વધુ એક મોટો ખુલાસો, હવે સામે આવ્યું નવું કનેક્શન

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News