![]()
– બરવાળા તાલુકાના ખમીદાણા ગામે
– યુવાને બાકીના રૂપિયા ઉઘરાણી કરી મારી નાખવાની ઘમકી આપી હોવાની વળતી ફરિયાદ નોંધાઈ
ભાવનગર : બરવાળા તાલુકાના ખમીદાણા ગામે યુવાન પાછળથી ખરીદેલા બુલેટના બાકીના પૈસા નહીં આપી શખ્સે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાય છે. જ્યારે સામા પક્ષે યુવાને બુલેટના બાકીના પૈસાની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ બરવાળા પોલીસ મથકમાં નોંધાઈ છે.
બરવાળા તાલુકાના ખમીદાણા ગામે રહેતા અને આઈટીઆઈમાં અભ્યાસ કરતા હર્ષદીપસિંહ જયપાલસિંહ ચુડાસમાને સાતેક માસ અગાઉ આથક જરૂરિયાત હોવાને કારણે પોતાની પાસે રહેલ બુલેટ નંબર જીજે-૦૧-એલએચ-૩૩૩૫ સંજય ( રહે.બગડ તા.રાણપુર જી.બોટાદ ) રૂ. ૧,૦૦,૦૦૦ માં લઇ ગયો હતો.અને હર્ષદીપસિંહ રૂ.૫૦,૦૦૦ રોકડા આપી તેમજ વિશ્વાસમાં લઇ રૂ.૫૦,૦૦૦ બાકી રાખ્યા હતા. ત્યાર બાદ તેમાંથી રૂ.૨૦,૦૦૦ આપી દીધા હતા. અને બાકીના રૂ.૩૦,૦૦૦ આપી દેવા વિશ્વાસ આપી આજદિન સુધી બુલેટના બાકીના પૈસા ૩૦,૦૦૦ નહીં આપી છેતરપીંડી તેમજ વિશ્વાસઘાત કરી ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ સંદર્ભે હર્ષદીપસિંહે સંજય વિરૂધ્ધ બરવાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે સામા પક્ષે ચંદ્રકાંતભાઈ ઉર્ફે સંજયભાઈ ગોવિંદભાઈ વાધેલાએ હર્ષપદિપસિંહ ચુંડાસમા પાસેથી બુલેટ મોટર વેચાતું લીધેલ હતું તેના રૂ. ૧૫૦૦૦ બાકી હોય જે બાબતે ફોન કરી ચંદ્રકાંતભાઈ ઉર્ફે સંજયભાઈ તથા તેના પત્નીને જ્ઞાાતિ વિશે અપશબ્દો બોલી ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે.










