gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બેંક ઓફ બરોડામાં કૌભાંડ: RBIની તિજોરીમાંથી 8.70 કરોડ રૂપિયા ચોરીને કસ્ટોડિયન પરિવાર સાથે ફરાર | bank…

G METRO NEWS by G METRO NEWS
May 16, 2026
in GUJARAT
0 0
0
બેંક ઓફ બરોડામાં કૌભાંડ: RBIની તિજોરીમાંથી 8.70 કરોડ રૂપિયા ચોરીને કસ્ટોડિયન પરિવાર સાથે ફરાર | bank…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના કાલુપુર ગાંધીરોડ પર આવેલી બેંક ઓફ બરોડા (BOB) બ્રાંચમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ની કરન્સી ચેસ્ટમાંથી 8.70 કરોડ રૂપિયાની ઉચાપતનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બેંકમાં જ જોઈન્ટ કસ્ટોડિયન તરીકે ફરજ બજાવતા કર્મચારીએ હિસાબમાં ખોટી એન્ટ્રીઓ કરીને આ આખી રકમ ઘરભેગી કરી છે. કાલુપુર પોલીસે આ અંગે ગુનો નોંધીને ફરાર કર્મચારીની શોધખોળ હાથ ધરી છે.

ભંગારના બહાને કરોડોની રોકડ બહાર કાઢી

કાલુપુર ગાંધીરોડ બ્રાંચના ચીફ મેનેજર હરીહર દેવ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, આ બેંકમાં આરબીઆઈ દ્વારા કરન્સી ચેસ્ટ (મોટી તિજોરી) રાખવામાં આવી છે, જ્યાંથી અન્ય બેંકોને જરૂરિયાત મુજબ નાણાં મોકલાય છે. આ કરોડોની રોકડના હિસાબ માટે મુખ્ય કસ્ટોડિયન તરીકે સંજય શર્મા અને જોઈન્ટ કસ્ટોડિયન તરીકે હરસિદ્ધ કડિયાર (રહે. ચાંદખેડા, અમદાવાદ) કાર્યરત હતા.

બેંક ઓડિટ સમયે ભાંડો ફુટ્યો

જ્યારે બેંકમાં ઓડિટ કરવાનો સમય આવ્યો અને નવા કસ્ટોડિયનોએ તપાસ કરી, ત્યારે રૂપિયા 500 ના દરની કુલ 174 રીલ (બંડલો) ઓછી જોવા મળી હતી, જેની કુલ કિંમત 8.70 કરોડ રૂપિયા થતી હતી. બેંક સત્તાવાળાઓએ તાત્કાલિક સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસતા માલૂમ પડ્યું કે, ગત 13 જાન્યુઆરીના રોજ આરોપી હરસિદ્ધ કડિયાર બેંકમાંથી કેટલાક બોક્સ લઈને બહાર જઈ રહ્યો હતો. તે સમયે તેણે અન્ય સ્ટાફને એવું બહાનું આપ્યું હતું કે, આ બોક્સમાં ભંગાર ભરેલો છે અને તે ભંગાર બહાર ફેંકવા જઈ રહ્યો છે.

આ પણ વાંચો : કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીનો જંગ

પકડાઈ ન જાય તે માટે પ્લાનિંગપૂર્વક લાંબી રજાઓ લીધી

કાલુપુર પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી અત્યંત શાતિર છે. બેંકના સીસીટીવી કેમેરાનું સ્ટોરેજ સામાન્ય રીતે 90 દિવસ (3 મહિના) સુધીનું જ રહેતું હોય છે. આ વાતની હરસિદ્ધને ખબર હોવાથી, તેણે જાન્યુઆરી મહિનામાં ચોરી કર્યા બાદ બરાબર ત્રણ મહિના સુધી નોકરી ચાલુ રાખી જેથી સીસીટીવી ફૂટેજ ડિલીટ થઈ જાય.

ખરાબ તબિયતનું બહાનું

ત્યારબાદ ગત 13 એપ્રિલના રોજ તેણે ચીફ મેનેજરને તબિયત ખરાબ હોવાનો મેસેજ કરીને એક દિવસની રજા લીધી. તે પછી વધુ 5 દિવસની મેડિકલ લીવ લીધી અને ત્યારબાદ 20 એપ્રિલથી 5 મે સુધી વધુ 17 દિવસની રજા માંગી હતી. જો કે, મુખ્ય કસ્ટોડિયન સંજય શર્મા નિવૃત્ત થવાના હોવાથી બેંકે તેની આ લાંબી રજાઓ નારાજ મંજૂર કરીને તેને તાત્કાલિક હાજર થવા આદેશ કર્યો હતો.

ઘરને તાળાં મારી પરિવાર સાથે ગાયબ

બેંકના આદેશ છતાં હરસિદ્ધ હાજર ન થતાં અને ઓડિટમાં કરોડોની ઉચાપત ખૂલતાં બેંકની ટીમ તેના ચાંદખેડા સ્થિત ઘરે તપાસ કરવા પહોંચી હતી. ત્યાં જઈને ખબર પડી કે હરસિદ્ધ છેલ્લા એક મહિનાથી પોતાના આખા પરિવાર સાથે ઘરને તાળાં મારીને ક્યાંક નાસી ગયો છે. હાલ કાલુપુર પોલીસે બેંક ઓફ બરોડાના મેનેજરની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો છે અને ટેકનિકલ એનાલિસિસ તેમજ અલગ-અલગ ટીમો બનાવીને ફરાર આરોપી કસ્ટોડિયનને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ
GUJARAT

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

September 30, 2026
Next Post
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથનું પોલીસ સમક્ષ સરન્ડર: POCSO કેસમાં લુક-આઉટ સર્ક્યુલર જાહેર…

કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથનું પોલીસ સમક્ષ સરન્ડર: POCSO કેસમાં લુક-આઉટ સર્ક્યુલર જાહેર...

વિકાસના દાવા વચ્ચે ગાયબ થયો રોડ! કવાંટ-રેણધા માર્ગ બન્યો જીવલેણ, ગ્રામજનોની આંદોલનની ચીમકી | chhotau…

વિકાસના દાવા વચ્ચે ગાયબ થયો રોડ! કવાંટ-રેણધા માર્ગ બન્યો જીવલેણ, ગ્રામજનોની આંદોલનની ચીમકી | chhotau...

ધો.9-10માં ત્રણ ભાષા ફરજિયાત પણ બોર્ડની પરીક્ષાનું ટેન્શન નહીં! 1 જુલાઈથી લાગુ થશે CBSEનો નવો નિયમ |…

ધો.9-10માં ત્રણ ભાષા ફરજિયાત પણ બોર્ડની પરીક્ષાનું ટેન્શન નહીં! 1 જુલાઈથી લાગુ થશે CBSEનો નવો નિયમ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાપી જીઆઈડીસી ચાર રસ્તા નજીક બે શખ્સો 6.039 કિ.ગ્રા. ગાંજાના જથ્થા સાથે પકડાયા | Two persons arreste…

વાપી જીઆઈડીસી ચાર રસ્તા નજીક બે શખ્સો 6.039 કિ.ગ્રા. ગાંજાના જથ્થા સાથે પકડાયા | Two persons arreste…

1 year ago
પીક અવર્સમાં બમણું ભાડું આપવું પડશે: સરકારે કેબ કંપનીઓને આપી છૂટ, બાઇક માટે પણ મોટો નિર્ણય | governm…

પીક અવર્સમાં બમણું ભાડું આપવું પડશે: સરકારે કેબ કંપનીઓને આપી છૂટ, બાઇક માટે પણ મોટો નિર્ણય | governm…

1 year ago
કોર્પોરેશનની લેબોરેટરી હોવા છતાં સીઝન પુરી થઈ ગયા પછી ખાદ્યચીજોના પરિણામ ફુડ વિભાગ જાહેર કરે છે | De…

કોર્પોરેશનની લેબોરેટરી હોવા છતાં સીઝન પુરી થઈ ગયા પછી ખાદ્યચીજોના પરિણામ ફુડ વિભાગ જાહેર કરે છે | De…

5 months ago
‘અમારા અંગત મામલામાં ટિપ્પણી ન કરો, તમારો દેશ સંભાળો’, વક્ફ કાયદા પર ટિપ્પણી કરનારા પાકિસ્તાનને ભારત…

‘અમારા અંગત મામલામાં ટિપ્પણી ન કરો, તમારો દેશ સંભાળો’, વક્ફ કાયદા પર ટિપ્પણી કરનારા પાકિસ્તાનને ભારત…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News