
– ઉર્વશી 1એક્સબેટ ઓનલાઇન બેટિંગ પ્લેટફોર્મની ઇન્ડિયા એમ્બેસેડર
– ક્રિકેટર્સ યુવરાજસિંહ,સુરેશ રૈના, શિખર ધવન તથા એેક્ટર્સ સોનુ સુદ, મિમિ ચક્રવર્તિ અને અંકુશ હાઝરા ઇડીના સંકજામાં
નવી દિલ્હી : ઓનલાઇન બેટિંગ પ્લેટફોર્મ્સ ૧એકસબેટ સામે ચાલી રહેલી મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે ઇડીએ ૩૧ વર્ષની અભિનેત્રી અને મોડેલ ઉર્વશી રૌતેલાની પૂછપરછ કરી મંગળવારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ-પીએમએલએ હેઠળ તેનું નિવેદન નોંધ્યું હતું. છેલ્લા થોડા અઠવાડિયાઓથી ચાલી રહેલી તપાસમાં ઇડીએ ક્રિકેટર્સ યુવરાજસિંહ, સુરેશ રૈના, રોબિન ઉથ્થપા અને શિખર ધવનની તથા એક્ટર્સ સોનુ સુદ, મિમિ ચક્રવર્તિ અને બંગાળી અભિનેતા અંકુશ હાઝરાની પણ પૂછપરછ કરી છે. આ પ્લેટફોર્મ્સ ગેરકાયદે બેટિંગ અને જુગાર દ્વારા કરોડો રૂપિયાની હેરાફેરી કરે છે. દેશમાં આ પ્લેટફોર્મના ૨૨ કરોડ વપરાશકારો છે તેમાંથી અડધા તેનો નિયમિત ઉપયોગ કરે છે.










