gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોગસ ગન લાઇસન્સ કૌભાંડ: રિવોલ્વર-પિસ્ટલથી ક્યાં ફાયરિંગ કરાયા? ભેદ ખોલવા રિમાન્ડ | Where were the re…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2025
in GUJARAT
0 0
0
બોગસ ગન લાઇસન્સ કૌભાંડ: રિવોલ્વર-પિસ્ટલથી ક્યાં ફાયરિંગ કરાયા? ભેદ ખોલવા રિમાન્ડ | Where were the re…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bogus Gun License Scam: બોગસ દસ્તાવેજોના આધારે નકલી ગન લાઇસન્સ કાઢી આપવાના ચકચારભર્યા રાષ્ટ્રવ્યાપી કૌભાંડમાં પકડાયેલા સાત આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે દસ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. એટીએસની પ્રાથમિક તપાસમાં બોગસ ગન લાઇસન્સ કૌભાંડમાં અત્યાર સુધીમાં 115થી વધુ લોકોની સંડોવણીનો પર્દાફાશ થયો છે. સાત પૈકીના ત્રણ આરોપીઓએ ખોટી રીતે ગન લાઇસન્સથી મેળવેલી ત્રણ પિસ્ટલ-રિવોલ્વરનો કયાંક ને કયાંક ઉપયોગ કરાયો છે.  વિશાલ પંડ્યા, અર્જુન અલગોતર અને ધૈર્ય ઝરીવાલા પિસ્ટલ અને રિવોલ્વરના 171 કારતૂસ અંગે હિસાબ આપી શક્યાં નથી એટલે ક્યાં ફાયરિંગ કરાયા તેનો ભેદ ખોલાશે. 

વિશાલ પંડ્યા, અર્જુન અલગોતર અને ધૈર્ય ઝરીવાલાએ કારતૂસ ક્યાં વાપર્યા?

હથિયાર લાઇસન્સ કૌભાંડમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વિશાલ મુકેશભાઇ પંડયા, અર્જુન લાખુભાઇ અલગોતર, ધૈર્ય હેમંતભાઇ ઝરીવાલા, સેલાભાઇ વેલાભાઇ બોળીયા (ભરવાડ), સદ્દામહુસેન હારુનભાઇ રંગરેજ, બ્રિજેશ ઉર્ફે બિન્દુ યજ્ઞેશકુમાર મહેતા અને મુકેશ રણછોડભાઇ બામ્ભા (ભરવાડ)ને દસ દિવસના રિમાન્ડ ઉપર એટીએસને સોંપ્યા છે. 

એટીએસએ સાતેય આરોપીઓને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. અધિક સરકારી વકીલ એમ.પી.ભરવાડે  અદાલતમાં જણાવ્યું હતું કે, મુખ્ય આરોપી વિશાલ પાસેથી બાર બોર ગન-1, પિસ્ટલ, 154 કારતૂસ તથા નાગાલેન્ડનું હથિયાર લાઇસન્સ જપ્ત કરવામાં આવ્યા છે. આ હથિયારો તેણે કયા ગનહાઉસમાંથી ખરીદયા છે? તેની કોઇ નોંધ કરવામાં આવી છે કે નહી? આરોપીએ 56 કારતૂસ વાપર્યા હોવાનું તપાસમાં ખૂલ્યું છે તો તે તેણે કયાં ફાયર કર્યા? આરોપી અર્જુન અલગોતર પાસેથી પણ બાર બોર ગન -1, 32 બોરની રિવોલ્વર 1, લાયસન્સ અને 26 કારતૂસ કબજે કરવામાં આવ્યા છે. 

આરોપીએ હથિયાર લાઈસન્સના આધારે રિવોલ્વર ખરીદ્યાની નોંધ છે. પરંતુ બારાબોર ગન ખરીદવા અંગેની નોંધ નથી, આરોપીએ 80 નંગ કારતૂસ વાપર્યા છે તે કઇ જગ્યાએ વાપર્યા? ધૈર્ય ઝરીવાલા પાસેથી એક ગન, 1 પિસ્ટલ અને 40 કારતૂસ મળી આવ્યા છે. તેણે 35 કારતૂસ વાપર્યા છે તે ક્યાં વાપર્યા, આરોપી મુકેશ બામ્ભા પાસેથી યુપીના એટામાં હથિયાર લાઈસન્સની ઝેરોક્ષ મળી છે તેમાં આરોપીનું એટા ખાતેનું રહેઠાણ અને આઇડી કાર્ડ બનાવ્યું છે તે ખોટુ હોવાનું જણાઇ આવે છે તે કોની પાસે બનાવ્યું?

આરોપીઓ સાથે સંકળાયેલા ફારૂક અલી, શૌકત અલી અને આસીફને આ કૌભાંડમાં કેટલા રૂપિયા અપાયા? નાગાલેન્ડ સહિતની જગ્યાએથી હથિયારના  લાઇસન્સ કેવી રીતે મેળવાયા?  બીજે કયાંય આવા કોઇ હથિયારો સંતાડીને રાખ્યા છે?, આરોપીઓએ મોટી રકમ આપી હથિયારોના લાઇસન્સ મેળવ્યા છે તો આ પૈસા કયાંથી આવ્યા? 

આરોપીઓની હથિયારોની હેરાફેરી કરતી આંતરરાજય ગેંગના સભ્યો છે કે કેમ તે સહિતની બાબતોની ઝીણવટભરી તપાસ કરવાની હોઇ આરોપીઓના પૂરતા દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કરવા જોઇએ તેવી રજૂઆત કરાઈ હતી. કૌભાંડમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓથી આગામી દિવસોમાં વધુ ધરપકડ થવાની સંભાવના છે.

સરકારી અધિકારી અને કર્મચારીઓની સંડોવણી અંગે પણ એટીએસ તપાસ કરશે

એટીએસ તરફથી રિમાન્ડ અરજીમાં બહુ મહવના મુદ્દાનો ઉલ્લેખ કરાયો હતો કે, આ કેસમાં પકડાયેલા આરોપીઓના હથિયાર લાઇસન્સમાં મણિપુર, નાગાલેન્ડ સહિતના સ્થળોનું સરનામું દર્શાવાયું છે. પરંતુ વાસ્તવમાં આરોપીઓ ત્યાં કોઇ દિવસ ગયા જ નથી. તો, તેઓને આ હથિયાર લાઇસન્સ આપવામાં સ્થાનિક સરકારી અધિકારી કે કર્મચારીઓની સીધી કે આડકતરી સંડોવણી તો નથી ને…?? તે મામલે પણ તપાસ કરવાની વાત એટીએસએ કરી છે. તેથી હવે આ સમગ્ર કૌભાંડમાં દેશના વિવિધ રાજયો સુધી તપાસનો દોર લંબાશે.

આ પણ વાંચો: ગુજરાતમાં ગન કલ્ચર : કાયદાની છટકબારીના ઉપયોગથી બીજા રાજ્યના લાઈસન્સ મેળવી ‘સીનસપાટાનો ખેલ’

નાગાલેન્ડથી બોગસ લાયસન્સ મેળવી હથિયાર ખરીદીના કૌભાંડમાં સુરતના ચારની ધરપકડ

નાગાલેન્ડમાંથી બોગસ હથિયાર લાયસન્સ મેળવી હથિયાર ખરીદવાના કૌભાંડમાં એટીએસની તપાસના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે કતારગામના ગજાનન ગનહાઉસના માલિક અને તેની પાસેથી બોગસ લાયસન્સના આધારે હથિયાર ખરીદનાર ત્રણને ઝડપી પાડી 20 હથિયાર, 93 કારતૂસ, 4 બોગસ હથિયાર લાયસન્સ કબજે કર્યા છે.જયારે આ કૌભાંડમાં સામેલ 16 ને વોન્ટેડ જાહેર કર્યા છે. જે છ વ્યક્તિના નામે નાગાલેન્ડના સરનામે લાયસન્સ બનાવડાવ્યા હતા તેમાંથી કોઈએ નાગાલેન્ડ જોયું નથી.હાલ સુરત ક્રાઈમ બ્રાન્ચની જુદીજુદી ટીમ નાગાલેન્ડમાં રહીને આ અંગે વધુ તપાસ કરી રહી છે.

ગૃહવિભાગમાં રજીસ્ટ્રેશન કરી યુનિક નંબર પણ મેળવાતો હતો:  સાત વર્ષથી કૌભાંડ

સુરત ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું હતું કે આ કૌભાંડ છેલ્લા છ-સાત વર્ષથી ચાલે છે.જે વ્યક્તિ નાગાલેન્ડ ગયો નથી તેની ત્યાં માત્ર કાગળ ઉપર હાજરી બતાવી તેના આધારે મેળવાતા બોગસ હથિયાર લાયસન્સને ગૃહવિભાગમાં રજીસ્ટ્રેશન કરી યુનિક નંબર પણ મેળવવામાં આવતો હતો.જેથી અન્ય રાજયમાં લાયસન્સનો ઉપયોગ સરળતાથી કરી શકાય.

વિશાલ સામે કોલ સેન્ટર, અર્જુન સામે સટ્ટાનો અને સેલાભાઈ સામે હત્યાનો ગુનો

1) વિશાલ પંડ્યા

2019:  સાયબર ક્રાઈમમાં કોલ સેન્ટર ગુનો

2016:  વટવા જીઆઈડીસીમાં મારામારી

2) અર્જુન અલગોતર

2021:  ક્રાઈમ બ્રાન્ચમાં સટ્ટાનો ગુનો

2019:  આનંદનગરમાં મારામારી

2015:  અડાલજમાં ધાડનો ગુનો

3) સેલાભાઈ બોળિયા

2019:  આંકલાવમાં ફાયરિંગનો ગુનો

2019 : વિરમગામમાં હત્યાનો ગુનો

4) મુકેશ બાંભા

2024:  વડોદરા-નંદેસરીમાં મારામારી

2022:  સળિયા ચોરીનો ગુનો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
‘ગુજરાતમાં કોંગ્રેસની જરૂર કેમ….’ અધિવેશનમાં ખાસ પ્રસ્તાવ પસાર, 100 વર્ષના ઈતિહાસમાં પહેલી ઘટના | …

'ગુજરાતમાં કોંગ્રેસની જરૂર કેમ....' અધિવેશનમાં ખાસ પ્રસ્તાવ પસાર, 100 વર્ષના ઈતિહાસમાં પહેલી ઘટના | ...

ગુજરાતમાં અમદાવાદ સહિત 10થી વધુ શહેરોમાં પારો 43ને પાર, રાજકોટમાં રેકોર્ડબ્રેક ગરમી | gujarat heatwa…

ગુજરાતમાં અમદાવાદ સહિત 10થી વધુ શહેરોમાં પારો 43ને પાર, રાજકોટમાં રેકોર્ડબ્રેક ગરમી | gujarat heatwa...

‘નીતિશ કુમારને દેશના નાયબ વડાપ્રધાન બનાવો…’ બિહારની ચૂંટણી પૂર્વે ભાજપના દિગ્ગજની માગ | ‘Make Niti…

'નીતિશ કુમારને દેશના નાયબ વડાપ્રધાન બનાવો...' બિહારની ચૂંટણી પૂર્વે ભાજપના દિગ્ગજની માગ | 'Make Niti...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના હેડ અને મેડમને પોલીસે નોટિસ મોકલી | Police sent notices to the head and m…

ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના હેડ અને મેડમને પોલીસે નોટિસ મોકલી | Police sent notices to the head and m…

1 year ago
સાસણના ટૂરિસ્ટ ગાઈડનાં ખાતામાં 32 લોકોના 2.19 કરોડ જમા થયા | 2 19 crores deposited in Sasan tourist …

સાસણના ટૂરિસ્ટ ગાઈડનાં ખાતામાં 32 લોકોના 2.19 કરોડ જમા થયા | 2 19 crores deposited in Sasan tourist …

9 months ago
સુરેન્દ્રનગર: દસાડામાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટના સ્થળે મોત | surendranagar …

સુરેન્દ્રનગર: દસાડામાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટના સ્થળે મોત | surendranagar …

3 months ago
અમરેલીમાં ગેસ પાઈપલાઈન લીકેજ થતાં વિકરાળ આગ ફાટી નીકળી | Massive fire breaks out in Amreli due to ga…

અમરેલીમાં ગેસ પાઈપલાઈન લીકેજ થતાં વિકરાળ આગ ફાટી નીકળી | Massive fire breaks out in Amreli due to ga…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News